• Home
  • News
  • ગેહલોતે ચૂંટણી મોરચો સંભાળ્યો:દિવાળી બાદ કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરશે, અશોક ગેહલોતનો દાવો- ગુજરાતની સરકાર કૈલાશનાથન જ ચલાવે છે
post

ગુજરાતમાં પોણા ચાર વર્ષમાં સરકાર શા માટે બદલવી પડી. સરકાર પણ કૈલાશનાથન જ ચલાવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-18 19:27:16

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ત્યારે NCPના નેતા સાથે ગઠબંધનને લઈને બેઠક યોજી હતી. ત્યારબાદ અશોક ગેહલોતે પત્રકાર પરિષદ કરીને ભાજપ પણ પણ આક્ષેપ કર્યા હતા. જેમાં સરકાર કૈલાશનાથન ચલાવતા હોવાનું પણ જણાવ્યું હતું.

PMના વારંવાર ગુજરાત પ્રવાસ પર સવાલ કર્યા
અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, પીએમ મોદી વારંવાર ગુજરાત આવી રહ્યા છે, જેને લઈને દિલ્હીના કામ નથી થઈ રહ્યા. તો ગુજરાતમાં PMO ઓફિસ શરૂ કરી દેવી જોઈએ. જેથી કામ થઈ શકે. સરકારી ખર્ચે કાર્યક્રમ કરવામાં આવે છે. રાહુલ ગાંધી પણ યાત્રા કરે છે, જેનો ઉદ્દેશ દેશને જોડવાનો છે.

કેજરીવાલ પર આરોપનો માર્યો ચલાવ્યો
કેજરીવાલ મોદીના ભાઈ જેવા જ છે. પંજાબ જીતીને આવ્યા તો હવે દેશને નંબર બનાવવાની વાત કરી રહ્યા છે. કેજરીવાલ પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે. કોંગ્રેસના કાર્યકર્તા અત્યારે ગામડામાં કામે લાગેલા છે. કમિટમેન્ટ પેમ્ફ્લેટ ઘરે ઘરે પહોંચ્યા છે. ગુજરાતમાં રાજસ્થાન જેવી યોજના શરૂ કરવામાં આવશે.

નિશાને કૈલાશનાથન, CMને ભલા માણસ ગણાવ્યા
ગુજરાતમાં પોણા ચાર વર્ષમાં સરકાર શા માટે બદલવી પડી. સરકાર પણ કૈલાશનાથન જ ચલાવે છે. સીએમ ભલા માણસ છે, પરંતુ આટલા ભલા માણસનું કામ નહીં. વિધાનસભાની ચૂંટણી માટે કહ્યું કે, ટકોરા મારીને આ વખતે ટિકિટ આપવાનું નક્કી કર્યું છે. NCP સાથે ગઠબંધન માટે વાતચીત ચાલી રહી છે. નિર્ણય પ્રદેશ કોંગ્રેસ અને NCP કરશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની એક યાદી જાહેર કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post