• Home
  • News
  • કોંગ્રેસ-અધ્યક્ષપદની રેસમાં ગેહલોત-થરૂર:રાજસ્થાનના CM આવતા અઠવાડિયે નામાંકન કરી શકે છે, સોનિયાએ થરૂરને કહ્યું- ઇટ્સ યોર કોલ
post

કોગ્રેંસ વર્કિંગ કમિટીના સભ્યોની પસંદગી કોંગ્રેસ-અધ્યક્ષની ચૂંટણી પૂર્ણ થયા બાદ કરવામાં આવશે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-20 18:47:47

કોગ્રેંસના બે દિગ્ગજ નેતા પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે. એક તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને બીજી તરફ કેરળના પાર્ટી સાંસદ શશિ થરૂર છે. સૂત્રો મુજબ, ગેહલોત 26થી 28 સપ્ટેમ્બરની વચ્ચે પોતાનું નામ નામાંકન દાખલ કરી શકે છે તેમજ થરૂરે સોમવારે સોનિયા ગાંધીને મળીને મેદાનમાં ઊતરવાની તૈયારી કરી લીધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, થરૂરે સોમવારે પાર્ટીના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી અને ચૂંટણી લડવા માટે પરવાનગી માગી હતી. જોકે સોનિયાએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ચૂંટણી લડવાનો નિર્ણય તમારો છે, એટલે આ કોલ તમારો છે, પાર્ટીની ચૂંટણીપ્રક્રિયા નક્કી થયેલા નિયમો મુજબ થશે, જેમાં બધાને સમાન અધિકાર છે.

જો ગેહલોત અને થરૂર ચૂંટણી લડે છે તો 20 વર્ષ બાદ આ પહેલીવાર થશે કે ગાંધી પરિવારથી અલગ કોઈ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં ઊતરશે. આ પહેલાં નરસિમ્હા રાવ વડાપ્રધાન હતા ત્યારે સીતારામ કેસરી પાર્ટી-અધ્યક્ષની ચૂંટણી જીત્યા હતા.

પાર્ટીમાં સુધારા માટે 650થી વધુ કાર્યકરોનું અભિયાન
કોંગ્રેસના યુવા સભ્યોએ પાર્ટીમાં ફેરફાર માટે ઓનલાઇન અરજી કરી હતી. તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ થરૂરે ટ્વિટર પર આ વાતનું સમર્થન કર્યું છે. કાર્યકરોની અરજી શેર કરતાં થરૂરે લખ્યું હતું કે હું આ અરજીનું સ્વાગત કરું છું. અત્યારસુધીમાં 650થી વધુ કાર્યકરોએ એના પર હસ્તાક્ષર કર્યા છે. હું આને સમર્થન આપવા અને એને આગળ લઈ જવા માટે ખુશ છું.

અધ્યક્ષ ઉમેદવાર પાસેથી યુવા કાર્યકરોની અપેક્ષાઓ
આ ઓનલાઇન અરજીમાં પાર્ટીના યુવા સભ્યોએ સુધારાની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે અધ્યક્ષપદના દરેક ઉમેદવારે સંકલ્પ લેવો જોઈએ કે જો તેઓ ચૂંટાઈ આવશે તો તેઓ 'ઉદયપુર નવસંકલ્પ'નો સંપૂર્ણ અમલ કરશે. મે 2022માં રાજસ્થાનના ઉદયપુરમાં યોજાયેલી કોગ્રેંસની ચિંતન શિબિર બાદ 'ઉદયપુર નવસંકલ્પ' રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં પાર્ટીના સંગઠનના કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા હતા. આમાં 'એક વ્યક્તિ, એક પદ' અને 'એક પરિવાર, એક ટિકિટ'ની વ્યવસ્થાની વાત મુખ્ય છે.

મોટા નેતાઓએ પાર્ટી છોડ્યા પછી ચૂંટણી યોજાઈ રહી છે
કોગ્રેંસ-અધ્યક્ષની ચૂંટણી એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે કપિલ સિબ્બલ, જયવીર શેરગિલ, સુનીલ જાખડ, અમરિંદર સિંહ, આરપીએન સિંહ, અશ્વિની કુમાર અને હાર્દિક પટેલ જેવા અગ્રણી નેતાઓ છેલ્લા કેટલાક મહિનામાં પાર્ટીને છોડીને જતા રહ્યા છે. તેમાં સૌથી મોટું નામ ગુલામ નબી આઝાદનું છે, જેમણે પાર્ટી છોડતી વખતે કોંગ્રેસમાં ગાંધી પરિવારના શાસન પર સવાલ ઉઠાવ્યા હતા.

કોગ્રેંસ-અધ્યક્ષની ચૂંટણીપ્રક્રિયા 22 સપ્ટેમ્બરથી શરૂ થશે
કોંગ્રેસ-અધ્યક્ષની ચૂંટણી માટે 22 સપ્ટેમ્બરે સૂચના બહાર પાડવામાં આવશે તેમજ નામાંકન ભરવાની પ્રક્રિયા 24થી 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ચૂંટણીપ્રક્રિયા માટે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.

વધુ ઉમેદવારો હશે તો ચૂંટણી યોજાશે
​​​​​​​
કોગ્રેંસ-અધ્યક્ષની ચૂંટણી પ્રદેશ કોગ્રેંસ સમિતિના 9000 જેટલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવશે તેમજ કોગ્રેંસ વર્કિંગ કમિટીના 23 સભ્યમાંથી 12 લોકો ચૂંટાશે. જ્યારે 11 સભ્યને નોમિનેટ કરવામાં આવશે. જો કોગ્રેંસ વર્કિંગ કમિટીના 12 સભ્ય માટે વધુ ઉમેદવારો હશે તો તેમના માટે પણ ચૂંટણી થશે, જો 23 નામ પર સર્વસંમતિ થશે તો ચૂંટણી નહીં થાય. કોગ્રેંસ વર્કિંગ કમિટીના સભ્યોની પસંદગી કોંગ્રેસ-અધ્યક્ષની ચૂંટણી પૂર્ણ થયા બાદ કરવામાં આવશે.

નામાંકન ભરનારાઓએ આ વાતનું રાખવું પડશે ધ્યાન
ચૂંટણીપ્રક્રિયાની સંપૂર્ણ જવાબદારી સંભાળી રહેલા પાર્ટીના સિનિયર લીડર મધુસૂદન મિસ્ત્રીએ ગુરુવારે કહ્યું હતું કે જે લોકો કોગ્રેંસ અધ્યક્ષપદની ચૂંટણી માટે નામાંકન દાખલ કરવા ઈચ્છે છે તો તે 20 સપ્ટેમ્બર પહેલાં પ્રતિનિધિઓની યાદી તપાસી શકે છે. આ દરમિયાન તેમણે તેમના નામાંકન માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિના 10 પ્રતિનિધિઓનું સમર્થન દર્શાવવું પડશે.

adv

Related News

post
post
post
post
post
post
post