• Home
  • News
  • ઘનશ્યામ નાયકના અંતિમ સંસ્કાર જેઠાલાલ, બબીતા, જૂનો ટપુડો-અસિત મોદી આવ્યા, પરિવારને રડતી આંખે વિદાય આપી
post

77 વર્ષીય નટુકાકા છેલ્લાં એક વર્ષથી કેન્સરની સારવાર કરાવતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-04 10:02:00

'તારક મહેતા'માં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા ઘનશ્યામ નાયકનું ત્રીજી ઓક્ટોબરના રોજ 77 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. નટુકાકાના અંતિમ સંસ્કાર આજે એટલે કે ચોથી ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ કરવામાં આવશે. અંતિમ સંસ્કારમાં ભવ્ય ગાંધી (જૂનો ટપુડો), સમય શાહ (ગોગી) તથા સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદી હાજર રહ્યા હતા.

હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
નટુકાકાની કેન્સરની સારવાર સૂચક હોસ્પિટલમાં ચાલતી હતી. તેમને અહીંયા જ એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્રીજી ઓક્ટોબરના રોજ સાંજે સાડા પાંચ વાગે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

છેલ્લાં કેટલાંક સમયથી કેન્સર હતું
નટુકાકા છેલ્લાં કેટલાંક સમયથી કેન્સરની સારવાર કરાવતા હતા. ગયા વર્ષે તેમના ગળાના ભાગે આઠ ગાંઢો કાઢવામાં આવી હતી અને પછી તેમણે કિમોથેરપી લીધી હતી. તેઓ કેન્સર ફ્રી થઈ ગયા હતા. જોકે, થોડાંક મહિના બાદ જ કેન્સરે ઊથલો માર્યો હતો અને તેમણે ફરી વાર કિમોથેરપી કરાવી હતી.

કિમો સેશનની વચ્ચે 'તારક મહેતા'નું શૂટિંગ કર્યું
કિમો સેશનની વચ્ચે ઘનશ્યામ નાયકે દમણ જઈને ટીવી સિરિયલ 'તારક મહેતા...'નું શૂટિંગ કર્યું હતું. ઘનશ્યામ નાયક દીકરા વિકાસ સાથે અહીં શૂટિંગ માટે આવ્યા હતા. આ દરમિયાન શ્યામ પારેખ (પત્રકાર પોપટલાલ)નો જન્મદિવસ સેટ પર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. સેટ પર નટુકાકા માટે અલગથી કેક પણ મગાવવામાં આવી હતી.

350થી વધુ ગુજરાતી ફિલ્મો ડબ કરી
ઘનશ્યામ નાયકે આશરે 100 ગુજરાતી અને હિન્દી ફિલ્મો અને લગભગ 350 હિન્દી ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કર્યો હતો. તેમણે 100 થી વધુ ગુજરાતી સ્ટેજ નાટકોમાં પણ અભિનય કર્યો હતો. તેમણે આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂર જેવા મહાન કલાકારો સાથે 12 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક આપ્યું હતું. તેમણે 350 થી વધુ ગુજરાતી ફિલ્મો ડબ કરી હતી.


ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું
ઘનશ્યામ નાયક એટલે કે 'નટુ કાકા' 1960 માં આવેલી ફિલ્મ 'માસૂમ'થી બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. લગભગ 60 વર્ષની કારકિર્દીમાં ઘનશ્યામ નાયકે હિન્દી ફિલ્મો અને ટીવીથી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. નટુ કાકાએ લગભગ 200 ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. બોલિવૂડમાં, તે 'બરસાત', 'ઘાતક', 'ચાઇના ગેટ', 'હમ દિલ દે ચુકે સનમ', 'તેરા જાદુ ચલ ગયા', 'લજ્જા', 'તેરે નામ', 'ચોરી ચોરી' અને 'ખાકી જૈસા' જેવી ફિલ્મમાં દેખાયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post