• Home
  • News
  • છેતરપિંડી મામલે કોરિયોગ્રાફર રેમોની મુશ્કેલી વધી
post

બોલિવૂડના કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિસૂજાની છેતરપીંડી મામલે મુશ્કેલીઓ વધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-03 12:14:16

બોલિવૂડના કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિસૂજાની છેતરપીંડી મામલે મુશ્કેલીઓ વધી છે. હાઇકોર્ટના આદેશ પર હવે તેમણે પોતાના પાસપોર્ટ ગાજિયાબાદ પોલિસ પાસે જમા કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે રેમોની સામે ગાજિયાબાદના સિહાનીગેટ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી સમેત અન્ય ગંભીર કલમ સાથે મામલો દાખલ થયો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ સત્યેન્દ્ર ત્યાગી નામના વ્યક્તિએ રેમો વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. ત્યાગીનો આરોપ છે કે 2013માં રેમો સાથે તેની મુલાકાત થઇ હતી. તે પછી રેમાએ તેની ફિલ્મ અમર મસ્ય ડાયમાં 5 કરોડ લગાવાની વાત કરી હતી. ત્યાગીએ આરોપ લગાવ્યો છે કે રેમોએ ફિલ્મ રીલિઝ પછી ડબલ રકમ પાછી કરવાની વાત કહી હતી. પણ ફિલ્મની રિલીઝ પછી રેમોએ એક પણ રૂપિયા પાછા નથી કર્યો.તે પછી સત્યેંદ્ર રેમોથી પૈસા માંગવાની શરૂઆત કરી તો 13 ડિસેમ્બર 2016ના રોજ તેને પ્રસાધ પુજારી નામના વ્યક્તિએ ધમકી આપતો કૉલ કર્યો હતો. અને પુજારીએ પોતાને અંડરવર્લ્ડનો માણસ જણાવ્યો હતો. સાથે જ રેમો પાસેથી પૈસા ન માંગવાની ધમકી આપી હતી. જે બાદ સત્યેંદ્ર ત્યાગીએ ગાજિયાબાદના સિહાનીગેટ ફરિયાદ નોંધાવી છે. જે બાદ કોર્ટ અને પોલીસ એક્શન લેતા. હવે રેમોને પોતાનો પાસપોર્ટ જમા કરાવો પડ્યો છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post