• Home
  • News
  • ગુલામ નબી આઝાદે કોંગ્રેસના વખાણ કર્યા:આઝાદે કહ્યું- ગુજરાત-હિમાચલ ચૂંટણીમાં ભાજપને માત્ર કોંગ્રેસ જ ટક્કર આપી શકે છે
post

ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે સીધો મુકાબલો

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-07 18:45:13

ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પાર્ટી સાથેના દાયકાઓ જૂના જોડાણને છોડ્યા બાદ પાર્ટીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર કોંગ્રેસ જ પડકાર આપી શકે છે. જ્યારે, આમ આદમી પાર્ટી (AAP) માત્ર દિલ્હીની પાર્ટી છે.

કોંગ્રેસના પૂર્વ નેતાએ કહ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીની ઘર્મનિરપેક્ષતાની નીતિની વિરુદ્ધ નહીં, પરંતુ તેની નબળી વ્યવસ્થા વિરુદ્ધ હતો. શ્રીનગરમાં મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું- હું હજુ પણ ઇચ્છું છું કે કોંગ્રેસ ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરે. કોંગ્રેસ પર વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે પાર્ટી લાંબા સમયથી હિન્દુ, મુસ્લિમ કે ખેડૂતો તમામ લોકોને પોતાની સાથે લઈને ચાલી રહી છે.

આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો
આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા આઝાદે કહ્યું કે આમ આદમી પાર્ટી આ રાજ્યોમાં કંઈ કરી શકે તેમ નથી, તેઓ પંજાબમાં નિષ્ફળ ગયા છે અને પંજાબના લોકો તેને ફરીથી વોટ નહીં આપે. AAP માત્ર UT દિલ્હીની એક પાર્ટી છે. તેઓ પંજાબને અસરકારક રીતે ચલાવી શકતા નથી, માત્ર કોંગ્રેસ જ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપને પડકાર આપી શકે છે કારણ કે તેમની સંયુક્ત નીતિ છે.

જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાના નિર્ણયનું સ્વાગત કરવામાં આવશે
જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનાવિચાર બાબતે કેન્દ્રમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના સંકેત પર, તેમણે કહ્યું કે તેમણે આ મુદ્દો અનેક વખત ઉઠાવ્યો છે અને જો કેન્દ્ર સરકાર આવું કરશે તો તેમના નિર્ણયનું સ્વાગત કરવામાં આવશે. ગુલામ નબી આઝાદ ડોડાના પ્રવાસે છે જ્યાં તેઓ આગામી દિવસોમાં અનેક રેલીઓને સંબોધશે.

26 ઓગસ્ટે આઝાદે કોંગ્રેસ છોડી હતી
26
ઓગસ્ટ 2022ના રોજ આઝાદે કોંગ્રેસ પાર્ટીની સાથેના 52 વર્ષ જુના સંબંધોથી છેડો ફાડ્યો હતો. ઓક્ટોબરમાં આઝાદે પોતાની નવી રાજકીય પાર્ટી 'ડેમોક્રેટિક આઝાદ પાર્ટી'ની જાહેરાત કરી હતી. સોનિયા ગાંધીને આપેલા રાજીનામાના પત્રમાં તેમણે છેલ્લા નવ વર્ષથી પાર્ટીને ચલાવવા માટે જે રીતે બધુ કરવામાં આવ્યું તેના માટે પાર્ટી નેતૃત્વ ખાસ કરીને રાહુલ ગાંધી પરનિશાન સાધવામાં આવ્યું હતું. પાંચ પાનાના પત્રમાં આઝાદે દાવો કર્યો હતો કે સોનિયા ગાંધી માત્ર નામ માત્ર જ અધ્યક્ષ હતા અને તમામ મોટા નિર્ણયો રાહુલ ગાંધી અથવા તેના સુરક્ષા ગાર્ડ અને PA દ્વારા લેવામાં આવતા હતા.

ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે સીધો મુકાબલો
ગુજરાતમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં ભાજપે સતત છ વિધાનસભાની ચૂંટણી જીતી છે. કોંગ્રેસ ભારત જોડો યાત્રા દ્વારા પોતાના પ્રચારને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. AAP વિશે વાત કરીએ તો છેલ્લી ચૂંટણીઓથી વિપરીત, આ વર્ષે આમ આદમી પાર્ટીએ પણ દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પુરી તાકાત સાથે ચૂંટણી લડી રહી છે જેના કારણે આ વખતની ચૂંટણી ત્રિકોણીયો જંગ બની ગઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post