• Home
  • News
  • ગુલામ નબી આઝાદનો કોંગ્રેસને ઝટકો:પાર્ટીએ તેમને જમ્મુ-કાશ્મીર કેમ્પેન કમિટીના અધ્યક્ષ બનાવ્યા, તેમણે બે કલાકમાં જ રાજીનામું આપ્યું
post

આઠ મહિના પહેલાં જમ્મુમાં કિંગમેકર બનવાની કોશિશ કરી રહ્યા હતા આઝાદ

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-17 18:54:52

જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે મંગળવારે પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પ્રદેશ કેમ્પેન કમિટીના અધ્યક્ષ બનાવ્યા હતા. જોકે આઝાદે અધ્યક્ષ બન્યાના 2 કલાક પછીથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, ગુલામ નબી આઝાદની નારાજગી એ બાબતે છે કે તેમની ભલામણોની અવગણના કરવામાં આવી રહી છે, એને પગલે તેમણે નવી જવાબદારી લેવાનો ઈનકાર કર્યો છે. જોકે કોંગ્રેસનું કહેવું છે કે આઝાદે ખરાબ સ્વાસ્થ્યને કારણે કેમ્પેન સમિતિના અધ્યક્ષનું પદ સંભાળવાનો ઈનકાર કર્યો છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, તેમણે આ બાબતની માહિતી પાર્ટીના હાઈકમાન્ડને આપી છે. આઝાદે નવી જવાબદારી આપવા બદલ પાર્ટીના નેતૃત્વનો ધન્યવાદ માન્યો છે. ગુલામ નબી આઝાદ પાર્ટીથી અલગ તે જી 23 સમૂહનો પણ હિસ્સો છે, જે પાર્ટીમાં ઘણા મોટા ફેરફારનું સૂચન કરે છે. આ તમામ ગતિવિધિઓની વચ્ચે રાજીનામાએ ગુલામ નબી આઝાદ અને તેમના કોંગ્રેસના સાથેના સંબંધો પર સવાલ સર્જોયો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ ગુલામ નબી આઝાદને આ વર્ષે જ પહ્મ ભૂષણથી સન્માનિત કર્યા છે.

વિકાર રસૂલ વાની જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના નવા અધ્યક્ષ
બીજી તરફ, વિકાર રસૂલ વાનીને જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ પહેલાં અહમદ મીર પ્રદેશ અધ્યક્ષ હતા, તેમના રાજીનામાને મંજૂર કરી લેવામાં આવ્યું છે. 47 વર્ષના વાણી ગુલામ નબી આઝાદની નજીકની વ્યક્તિ હોવાનું કહેવાઈ રહ્યું છે. વાની પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને બાનિહાલથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે ધારાસભ્ય પવન કાજલને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષપદેથી હટાવ્યા છે. હવે ચંદ્ર કુમાર નવા પ્રદેશ અધ્યક્ષ બનશે.

કોંગ્રેસની હાર અંગે આઝાદના ઘરે થઈ હતી G-23 ગ્રુપની મીટિંગ
પાંચ મહિના પહેલાં પાંચ રાજ્યોમાં મળેલી ખરાબ હાર પછી ગુલામ નબી આઝાદના ઘરે કોંગ્રેસના અસંતુષ્ટ G-23 ગ્રુપની ડિનર મીટિંગ થઈ હતી. એ પછી પાર્ટીમાં નેતૃત્વને લઈને વિદ્રોહની અટકળો શરૂ થઈ ગઈ હતી. CWCની બેઠકમાં સોનિયા અને રાહુલ-પ્રિયંકાએ પોતાના રાજીનામાની વાત કરી હતી, જેને બેઠકમાં જ નેતાઓએ ઠુકરાવી દીધી હતી. જોકે ત્યારથી G-23 ગ્રુપ લોકસભા ચૂંટણી માટે ભરોસાપાત્ર વિકલ્પ રજૂ કરવાની વાત કરી રહ્યું હતું. એનાથી પાર્ટીમાં ફૂટનો ખતરો હતો.

જોકે પછીથી આ ખતરો ટળી ગયો હતો. 10 જનપથ પર સોનિયા ગાંધી અને ગુલામ નબી આઝાદ વચ્ચે મુલાકાત થઈ હતી. મુલાકાત પછી આઝાદે કહ્યું હતું કે સોનિયા ઈન્ટરિમ અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. મેં પાર્ટીની મજબૂતાઈ માટે કેટલાંક સૂચનો કર્યાં છે. તેમની માગ પર સવાલ પૂછવામાં આવતાં આઝાદે કહ્યું હતું કે તેને હું જાહેર ન કરી શકું.

આઠ મહિના પહેલાં જમ્મુમાં કિંગમેકર બનવાની કોશિશ કરી રહ્યા હતા આઝાદ
આઝાદે પાર્ટીને એ સમયે ઝટકો આપ્યો, જ્યારે તેમના 20 વફાદારોએ પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના પદેથી રાજીનામું આપ્યું હતું. આ રીતે આઝાદ જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ કમિટીમાં તે પોતાની સ્થિતિ મજબૂત કરવા માગી રહ્યા હતા. જોકે હાઈકમાન્ડે નમી જવા કરતા તેમના રાજીનામાને જ સ્વીકારી લીધું.

PM મોદી પણ કરી ચૂક્યા છે પ્રશંસા

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાની પ્રશંસા PM મોદી પણ કરી ચૂક્યા છે. આ પ્રસંગ હતો ફેબ્રુઆરી 2021માં ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાયનો. ત્યારે PM મોદીએ ગુલામ નબી સાથે પોતાની દોસ્તીનો ઉલ્લેખ કર્યો અને કાશ્મીરમાં થયેલી એક આતંકી ઘટનાની કહાની સંભળાવી હતી.

PM મોદીએ કહ્યું, એક મિત્ર તરીકે ગુલામ નબીજીનો આદર કરું છું. મને વિશ્વાસ છે કે તેમની સૌમ્યતા, તેમની નમ્રતા, આ દેશ માટે કંઈક કરવાની, તેમને શાંતિથી બેસવા દેશે નહિ. મને વિશ્વાસ છે કે તેઓ જે પણ જવાબદારી સંભાળશે એમાં તેઓ જરૂર વેલ્યુ એડિશન કરશે, કન્ટ્રિબ્યુશન કરશે અને એનાથી દેશને લાભ થશે. એવો મને પાક્કો વિશ્વાસ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post