• Home
  • News
  • ગુલામ નબી આઝાદે કહ્યું- અમારો હેતુ કોંગ્રેસને સક્રિય અને મજબૂત બનાવવાનો છે, એપોઇન્ટમેન્ટ કાર્ડવાળા અમારો વિરોધ કરી રહ્યા છે
post

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું- સમગ્ર કોંગ્રેસ વર્કિંગ કમિટીની ચૂંટણી થવી જોઈએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-28 12:18:33

કોંગ્રેસમાં ફેરફારને લઈને સોનિયા ગાંધીને પત્ર લખનાર 23 નેતાઓમાંથી એક ગુલામ નબી આઝાદે ગુરુવારે પોતાની વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે અમારો હેતું કોંગ્રેસને સક્રિય અને મજબૂત કરવાનો છે. પરંતુ જે લોકોને માત્ર એપોઇન્ટમેન્ટ કાર્ડ મળ્યા છે તે લોકો અમારા પ્રસ્તાવનો વિરોધ કરે છે. CWCના સભ્યોને કોઈ નુકસાન નથી, કારણ કે પાર્ટીમાં તેઓનો કાયમી કાર્યકાળ હોય છે.

તેમણે કહ્યું હતું કે જે કોઈને કોંગ્રેસના આંતરિક કામકાજમાં રસ છે, તેઓ અમારા પ્રસ્તાવને દરેક રાજ્ય અને જિલ્લા અધ્યક્ષના રૂપમાં ચૂટાવાનું સ્વાગત કરશે. અમારું માનવું છે કે સમગ્ર વર્કિંગ કમિટીની ચૂંટણી થવી જોઈએે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સોમવારે થઈ હતી. તેમા નેતૃત્વ પરિવર્તનની માંગને લઈને વાતાવરણ તણાવપૂર્ણ રહ્યું. બેઠક શરૂ થતા જ અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નેતૃત્વમાં બદલાવ સંબંધી 23 વરિષ્ઠ નેતાઓના પત્રનો હવાલો આપીને પદ છોડવાની રજૂઆત કરી હતી. બેઠકમાં પત્ર લખનાર નેતાઓની ભાજપ સાથે મિલીભગત હોવાના આક્ષેપો થયા. એવું કહેવામાં આવ્યું છે કે આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યો છે. રાહુલે પત્રના ટાઈમિંગને લઈને સવાલ ઉઠાવ્યા છે. પત્રમાં સહી કરનાર ગુલામ નબી આઝાદે ભાજપા સાથે મિલીભગત સાબિત થાય તો નિવૃત્તિ લઈ લેવાની વાત કરી છે. કપિલ સિબ્બલ પણ નારાજ થઈ ગયા હતા.

સોનિયાએ આઝાદ સાથે વાતચીત કરી હતી
બીજી બાજુ, કોંગ્રેસે ડેમેજ કન્ટ્રોલ હેઠળ CWCની બેઠક બાદ અનેક અસંતુષ્ટ નેતાઓ સાથે વાતચીત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ ગુલામ નબી સાથે પણ ફોન પર વાતચીત કરી હતી. એવો વિશ્વાસ આપ્યો કે તેમની ચિંતા પર વિચારણા કરવામાં આવે.

કપિલ સિબ્બલ પણ પ્રશ્ન કરી રહ્યા છે
કપિલ સિબ્બલ સતત ટ્વિટ કરીને પોતાની વાત રજૂ કરી રહ્યા છે. બુધવારે તેમણે કહ્યું કે સિદ્ધાંતો માટે લડતી વખતે જીવનમાં, રાજકારણમાં, કોર્ટમાં, કાર્યકર્તાઓ વચ્ચે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિપક્ષ તો મળી જાય છે. પણ સમર્થન માટે વ્યવસ્થા કરવી પડે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post