• Home
  • News
  • ગોધરા કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો:ગોધરાનો રફીક ભટુકે સાબરમતી ટ્રેન સળગાવવા માટે પેટ્રોલ ભરી આપ્યું હતું, દિલ્હી સહિતના શહેરોમાં 19 વર્ષ સુધી ચોકીદાર બનીને સંતાઇ રહ્યો
post

રેલવેની પોલીસ ફરિયાદમાં રફીક ભટુકને કોર ગ્રૂપનો મુખ્ય આરોપી દર્શાવાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-16 11:24:26

સાબરમતી ટ્રેન હત્યાકાંડનો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક છેલ્લા 19 વર્ષથી દિલ્હી સહિતના શહેરોમાં ચોકીદાર, મજૂર અને ફ્રુટનો ફેરિયો બનીને સંતાતો ફરતો હતો. દરમિયાન ગોધરામાં આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. રફીક હુસેન ભટુકે ટ્રેન સળગાવવા પેટ્રોલ ભરી આપવાની કામગીરી કરી હતી. રેલવેની પોલીસ ફરિયાદમાં રફીક ભટુકને કોર ગ્રૂપનો મુખ્ય આરોપી દર્શાવાયો હતો.

19 વર્ષથી દિલ્હી સહિતનાં અન્ય શહેરોમાં છુપાઇને રહેતો હતો
રફીક હુસેન ભટુક છેલ્લાં 19 વર્ષથી દિલ્હી સહિતનાં અન્ય શહેરોમાં છુપાઇને રહેતો હતો. તાજેતરમાં ગોધરા આવેલો રફીક હુસેન ભટુક સિગ્નલ ફળિયામાં ઇમરાન મસ્જિદ પાસેના તેના ઘરે આવીને છૂપાઇ રહ્યો હોવાની બાતમી મળતાં ગોધરા એસઓજી અને બી ડિવિઝન પોલીસની ટીમે તેના ઘરેથી 51 વર્ષીય આરોપી ભટુકને દબોચી લીધો હતો. તેની પાસેથી મોબાઇલ, ચૂંટણીકાર્ડ મળ્યું હતું. તેને રેલવે પોલીસને સોંપાશે. ટ્રેન હત્યાકાંડના ત્રણ આરોપીઓ ફરાર છે, જેઓ પાકિસ્તાન ભાગી ગયા હોવાને લઇને તેઓ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ ઇશ્યુ કરાઈ હતી. ટ્રેનકાંડમાં નામ ખૂલતાં રફીક ફરાર થયો હતો. આખરે 19 વર્ષે પકડાઇ ગયો હતો.

રફીકે 33 વર્ષની ઉંમરે ગુનો આચર્યો અને 51 વર્ષની વયે પકડાયો
ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડનો આરોપી રફીક હુસેન ભટુક 33 વર્ષનો હતો ત્યારે વર્ષ 2002માં ટ્રેન સળગાવવા પેટ્રોલ ભરી આપવામાં સંડોવાયેલો હતો. ટ્રેન હત્યાકાંડનો આરોપી રફીક હુસેન ગોધરા રેલવે સ્ટેશન પર જે તે વખતે ફેરિયાનું કામ કરતો હતો. રેલવે પોલીસે તેને કોર ગ્રૂપનો મુખ્ય આરોપી તરીકે દર્શાવ્યો હતો. ટ્રેન કાંડનો 33 વર્ષનો આ આરોપીને 19 વર્ષ બાદ એટલે 51 વર્ષનો થયો ત્યારે પકડાયો હતો. ફરાર થયા બાદ રફીક દિલ્હી સહિતનાં અલગ-અલગ શહેરોમાં 19 વર્ષ સુધી જુદી જુદી ફેક્ટરીઓમાં ચોકીદારની નોકરી કરતો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post