• Home
  • News
  • દેશના આ શહેરમાંથી એટીએમ દ્વારા સોનું કાઢી શકાશે, 24 કલાક સેવા મળશે
post

2 વર્ષમાં ભારતભરમાં લગભગ 3,000 ગોલ્ડ એટીએમ ખોલવાની યોજના

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-06 19:45:24

નવી દિલ્હી: સામાન્ય રીતે આપણે એટીએમનો ઉપયોગ પૈસા ઉપાડવા માટે કરતા હોઈએ છીએ. થોડા સમય પહેલાં પાણીની બોટલ અને સેનેટરી નેપકિન માટેને એટીએમ જેવા વેન્ડિંગ મશિન પણ ચલણમાં આવી ગયા છે. હવે એક એવું એટીએમ ચલણમાં આવ્યું છે જેનું લોકોને ખૂબ જ આશ્ચર્ય થઈ રહ્યું છે. તેલંગણા ખાતે એક કંપની દ્વારા સોનું ખરીદવા ઈચ્છતા લોકો માટે એટીએમ ચાલુ કરવામાં આવ્યું છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ લગાવવામાં આવ્યું છે. આ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમમાંથી સોનાના સિક્કા ઉપાડી શકાય છે. હૈદરાબાદ સ્થિત કંપની ગોલ્ડસિક્કા પ્રાઇવેટ લિમિટેડે ઓપનક્યુબ ટેક્નોલોજીસની મદદથી આ એટીએમ ઇન્સ્ટોલ કર્યું છે. ગ્રાહકો એટીએમ દ્વારા સોનાના સિક્કા ખરીદવા માટે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે.

0.5 ગ્રામથી 100 ગ્રામ સુધીના સિક્કા મળશે

સોનાની ખરીદી અને વેચાણનો વ્યવસાય કરતી ગોલ્ડસિક્કાના સીઈઓ સી. તરુજના જણાવ્યા અનુસાર, લોકો આ ATMનો ઉપયોગ કરીને 0.5 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીના સોનાના સિક્કા ખરીદી શકશે.

2 વર્ષમાં ભારતભરમાં લગભગ 3,000 ગોલ્ડ એટીએમ ખોલવાની યોજના

ATM પર સોનાની કિંમત લાઈવ અપડેટ કરવામાં આવશે. ગોલ્ડ એટીએમ સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે. તરુજના જણાવ્યા અનુસાર, કંપની પેડ્ડાપલ્લી, વારંગલ અને કરીમનગરમાં પણ ગોલ્ડ એટીએમ ખોલવાની યોજના બનાવી રહી છે. કંપની આગામી 2 વર્ષમાં ભારતભરમાં લગભગ 3,000 ગોલ્ડ એટીએમ ખોલવાની યોજના ધરાવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post