• Home
  • News
  • ગુડ ન્યૂઝ: સુરેશ રૈના બીજીવાર પિતા બન્યો, પત્ની પ્રિયંકાએ દીકરાને જન્મ આપ્યો
post

રૈનાએ ટ્વીટ કરીને કહ્યું કે, અમને અમારા પુત્ર અને ગ્રેસિયાના નાના ભાઈ - રિયો રૈનાનું સ્વાગત કરવા બદલ ગર્વ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-24 10:11:09

નવી દિલ્લી : ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર સુરેશ રૈના ફરી એકવાર પિતા બન્યો છે. તેની પત્ની પ્રિયંકાએ પુત્રને જન્મ આપ્યો છે. સુરેશ અને પ્રિયંકાને એક પુત્રી (ગ્રેસિયા) છે અને આ તેમનું બીજું બાળક છે.

રૈનાએ ટ્વિટર પર ફોટો શેર કરીને માહિતી આપી હતી. તેણે લખ્યું કે, "બધી વસ્તુઓની શરૂઆત - આશ્ચર્ય, આશા અને શક્યતાઓથી થાય છે અને વધુ સારું વિશ્વ બને છે! અમને અમારા પુત્ર અને ગ્રેસિયાના નાના ભાઈ - રિયો રૈનાનું સ્વાગત કરવા બદલ ગર્વ છે. તે દરેકના જીવનમાં શાંતિ, નવીકરણ અને સમૃદ્ધિ લાવે તેવી આશા."

 

adv

Related News

post
post
post
post
post
post
post