• Home
  • News
  • સરકારનો દાવોઃ લૉકડાઉન ન હોત તો 1 લાખ દર્દી હોત; દર્દી બમણાં થવાનો દર ધીમો પડ્યો
post

હાલ 9.45 લાખ શંકાસ્પદ ચેપગ્રસ્ત નિરીક્ષણ હેઠળ છે, લક્ષણ દેખાતાં તેમની તપાસ કરવામાં આવી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-25 09:54:09

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે શુક્રવારે દાવો કર્યો કે દેશમાં કોરોના વાઈરસનો ચેપ કાબૂમાં જ છે. સમયસર લૉકડાઉન લાગુ કરવા, મજબૂત સર્વેલન્સ નેટવર્ક અને કન્ટેન્મેન્ટના અન્ય ઉપાયો જ તેનું કારણ છે. સમયસર લૉકડાઉન લાગુ ન કરાયું હોત તો દેશમાં અત્યાર સુધી ચેપગ્રસ્તોનો આંકડો એક લાખ સુધી પહોંચી ગયો હોત. કેન્દ્ર સરકાર તરફથી રચાયેલાં 11 એમ્પાવર્ડ ગ્રૂપ્સમાંથી પહેલા ગ્રૂપના ચેરમેન અને નીતિ આયોગના સભ્ય વી.કે.પોલે કહ્યું કે તેમના વિશ્લેષણ અનુસાર લૉકડાઉન અસરકારક રહ્યું. તેનાથી દર્દી બમણા થવાનો દર ધીમો થયો છે. હાલ 10 દિવસમાં દર્દી બમણા થઈ રહ્યા છે. જ્યારે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલના નિર્દેશક એસ.કે.સિંહે કહ્યું કે દેશમાં પ્રથમ કેસ મળતાં પહેલાં જ સવેઇલન્સ શરૂ થઈ ગયું હતું. તેણે ચેપ રોકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. હાલ 9.45 લાખ શંકાસ્પદ ચેપગ્રસ્ત નિરીક્ષણ હેઠળ છે. લક્ષણ દેખાતાં તેમની તપાસ કરવામાં આવી રહી છે.

15 જિલ્લામાં 28 દિવસથી નવો દર્દી નહીં
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે 15 જિલ્લામાં 28 દિવસ જોકે, 80 જિલ્લામાં 14 દિવસથી નવો દર્દી મળ્યો નથી. કુલ ચેપગ્રસ્તોમાંથી 20.57 ટકા લોકો સાજા થઇ ચૂક્યા છે.

દેશમાં 30 દિવસમાં દર્દી 36 ગણા વધ્યાં
ભારતમાં 25 માર્ચે લૉકડાઉન થયું હતું. ત્યારે દેશમાં કુલ 657 દર્દી હતા. ચાલો જોઈએ કે જ્યારે અન્ય દેશોમાં 700થી ઓછા સંક્રમિત હતા તો ત્યાં 30 દિવસમાં કેટલી ઝડપે દર્દી વધ્યાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post