• Home
  • News
  • સરકાર સોનાને લગતી એમનેસ્ટી સ્કીમ લાવી રહી નથી
post

કેન્દ્ર સરકાર સોનાને લગતી એમનેસ્ટી સ્કીમ લાવવા માટે તૈયારી કરી રહી હોવાના સમાચારોને નકારી દીધા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-01 11:34:41

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર સોનાને લગતી એમનેસ્ટી સ્કીમ લાવવા માટે તૈયારી કરી રહી હોવાના સમાચારોને નકારી દીધા છે. ન્યુઝ એજન્સીએ નાણાં મંત્રાલયના સૂત્રોને ટાંકી જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ ગોલ્ડ એમનેસ્ટીને લગતી એક સ્કીમ રજૂ કરવા કામ કરી રહ્યું છે.

આ અગાઉ સરકારી સૂત્રોને ટાંકી અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે કાળા ધનથી સોનાની ખરીદી કરનારાઓ સામે કાર્યવાહી કરવા સરકાર યોજના લાવી રહી છે. તે અંતર્ગત લોકો નિર્ધારીત પ્રમાણ કરતાં વધારે સોનું પોતાના ઘરમાં રાખી શકશે નહીં. સોનાને લગતો હિસાબ આપવા અને બિલ વગરના સોના પર ટેક્સની ચુકવણી કરવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત ટેકસનો દર 30 ટકા અને સેસ સાથે 33 ટકા થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

સોવેરિન બોન્ડ સ્કીમ અંતર્ગત વ્યક્તિગત તથા HUF ને ડિમેટ ફોર્મમાં 4 કીલો અને ટ્રસ્ટને 20 કીલો સુધી સોનુ રાખવાની પરવાનગી આપવાની વાત કહેવામાં આવી હતી. સરકારના આ પગલાને નોટબંધી બાદ કાળા નાણાં સામે સૌથી મોટા નિર્ણય તરીકે માનવામાં આવતું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post