• Home
  • News
  • સરકાર રૂ.49નું માસ્ક પ્રજાને રૂ.65માં વેચી રહી છે, પ્રતિ માસ્કે 15 રૂપિયા નફો થાય છે: કોંગ્રેસ
post

આત્મનિર્ભરની વાતો વચ્ચે નફો કરવા અમૂલ પાર્લર પર મોંઘા ભાવે માસ્કનું વેચાણ થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-23 11:39:11

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા થ્રી લેયર માસ્ક અને એન-95 માસ્કનું વેચાણ અમુલ પાર્લર પરથી કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા અમુલ મારફત હાથ ધરાયેલા વેચાણમાં એક એન-95 માસ્કના વેચાણમાં સરકાર રૂ. 15ની નફાખોરી કરતી હોવાનો આક્ષેપ કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસે કર્યો હતો. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, આત્મ નિર્ભર ગુજરાતની વાતો કરતી ગુજરાત સરકાર નફાખોરી કરીને ભાજપના નેતાઓને આત્મનિર્ભર કરવા માગે છે.


મેડિકલ સાધનોની ખરીદીના ભાવનું પત્રક જાહેર કર્યું
કોંગ્રેસના મહામંત્રી નિશીત વ્યાસે આ તબક્કે ગુજરાત મેડિકલ સર્વિસ લિમીટેડના ડીરેકટર ડો. સુમન રત્નમના લેટર પેડ પર વિવિધ મેડિકલ સાધનોની ખરીદીના ભાવ સાથેનો એક પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્રમાં થ્રી લેયર માસ્ક, એન-95 માસ્ક, પીપીઇ કીટના ખરીદીના ભાવ છે. જેમાં થ્રી લેયર માસ્કના રૂ. 10, એન-95 માસ્કના એક નંગના રૂ. 49.61 અને પીપીઇ કીટના રૂ. 1000 એવો ભાવ લખેલો છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અમુલ પાર્લર મારફત થ્રી લેયર માસ્ક અને એન-95 માસ્કના વેચાણનો અ્નુક્રમે રૂ. 5 અને રૂ. 65ના ભાવથી આરંભ કરાયો છે. નિશીત વ્યાસે એવો આક્ષેપ કર્યો હતો કે, સરકાર એન.95 માસ્ક રૂ. 49.61માં ખરીદી કરે છે, જ્યારે નાગરિકોને રૂ. 65માં વેચાણ કરીને રૂ. 15નો નફો કરવામાં આવે છે.

adv

Related News

post
post
post
post
post
post
post