• Home
  • News
  • ભાજપ વિરોધી પક્ષોની દિલ્હી સહિત 12 રાજ્યમાં સરકાર, 2 વર્ષમાં NDAએ 7 રાજ્યમાં સત્તા ગુમાવી
post

ડિસેમ્બર 2017માં NDAની 19 રાજ્યમાં સરકાર હતી; 3 મહિનામાં ભાજપે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સત્તા ગુમાવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-11 11:29:11

નવી દિલ્હીઃ ભાજપના નેતૃત્વ વાળા NDA છેલ્લા બે વર્ષોમાં સાત રાજ્યમાં સત્તા ગુમાવી ચૂક્યું છે. ગત વખતે દિલ્હીમાં લગભગ 3 બેઠકો જીતનારી ભાજપ અંગે શ્રેષ્ઠ પ્રદર્શનની આશા વ્યક્ત કરી હતી. દિલ્હીના પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ 48 બેઠકો પર જીતના અનુમાન સાથે સત્તામાં આવવાની આશા વ્યક્ત કરી હતી. જો કે, અનુમાન ખોટું સાબિત થયું હતું. સાથે ભાજપ માટે દેશનો રાજકીય નક્શો પણ બદલાયો હતો. દિલ્હી સહિત 12 રાજ્યમાં હાલ પણ ભાજપ વિરોધી પક્ષોની સરકાર છે. NDA પાસે 16 રાજ્યોમાં સરકાર છે. રાજ્યોમાં 42% વસ્તી રહે છે.

કોંગ્રેસ પોતાના દમ પર અથવા ગઠબંધન દ્વારા મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, પુડ્ડુચેરીમાં સત્તામાં છે. ડિસેમ્બરમાં થયેલી ચૂંટણીમાં ઝારખંડમાં સરકાર બન્યા બાદ કોંગ્રેસની 7 રાજ્યમાં સરકાર છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સતત ત્રીજી વખત જીતી છે. પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, કેરળમાં માકપાના નેતૃત્વ વાળું ગઠબંધન, આંધ્રપ્રદેશમાં YSR કોંગ્રેસ, ઓરિસ્સામાં BJD અને તેલંગાણામાં TRS સત્તામાં છે. વધુ એક રાજ્ય તમિલનાડું છે, જ્યાં ભાજપે અન્નાદ્રમુક સાથે લોકસભા ચૂંટણી તો લડી હતી, પરંતુ રાજ્યમાં તેમનો એક પણ ધારાસભ્ય નથી. એટલા માટે સત્તામાં ભાગીદાર નથી.

બે વર્ષ પહેલા NDA મજબૂત હતા
ડિસેમ્બર 2017માં NDA શ્રેષ્ઠ સ્થિતિમાં હતું. ભાજપ અને તેમના સહયોગી પક્ષો પાસે 19 રાજ્ય હતા. એક વર્ષ બાદ ભાજપે ત્રણ રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં સત્તા ગુમાવી દીધી હતી. અહીંયા હવે કોંગ્રેસની સરકાર છે. ચોથું રાજ્ય આંધ્રપ્રદેશ છે, જ્યાં ભાજપ-TDP ગઠબંધનની સરકાર હતી. માર્ચ 2018માં TDP ભાજપમાંથી ગઠબંધન તોડ્યું હતું. 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અહીંયા YSR કોંગ્રેસે સરકાર બનાવી હતી. પાંચમું રાજ્ય મહારાષ્ટ્ર છે, જ્યાં ચૂંટણી બાદ શિવસેનાએ NDAનો સાથ છોડ્યો અને તાજેતરમાં કોંગ્રેસ-NCP સાથે સરકાર બનાવી લીધી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post