• Home
  • News
  • CAA વિરુદ્ધના કેરળ વિધાનસભાના પ્રસ્તાવની કોઈ બંધારણીય માન્યતા નથી- રાજ્યપાલ આરિફ ખાન
post

કેરળ વિધાનસભામાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પાસ કરેલા પ્રસ્તાવને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને ગેરબંધારણીય ગણાવ્યું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-02 15:04:41

તિરુવંતપુરમઃ કેરળ વિધાનસભામાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પાસ કરેલા પ્રસ્તાવને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને ગેરબંધારણીય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, કેરળ CAA વિરુદ્ધ પ્રસ્તાવ પાસ ન કરી શકે, કારણ કે નાગરિકતાનો મામલો કેન્દ્ર સરકાર અને સંસદની અંતર્ગત આવે છે. કેરળ 31 ડિસેમ્બરે CAA વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરનારો દેશનું પહેલું રાજ્ય બન્યું હતું. ત્યારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ કહ્યું હતું કે, કોઈ રાજ્યને નાગરિકતા કાયદાને રદ કરવાનો અધિકાર નથી.

રાજ્યપાલે પત્રકારોને કહ્યું કે, CAAને રદ કરવામાં રાજ્યની કોઈ ભૂમિકા નથી. કારણ કે નાગરિકતા કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે. પછી આ લોકો આવું કેમ કરી રહ્યા છે, જેને કેરળ સાથે કોઈ લેવા દેવા નથી. કેરળમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવાસી નથી.

29 ડિસેમ્બરે કન્નૂર વિશ્વવિદ્યાલયમાં ભારતીય ઈતિહાસ કોંગ્રેસના સત્ર દરમિયાન રાજ્યપાલે CAAના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. જ્યારે તેઓ બોલી રહ્યા હતા, ત્યારે લેફ્ટ પાર્ટીના કાર્યકર્તાઓએ તેમનો વિરોધ કર્યો હતો. ખાને કહ્યું હતું કે,કોંગ્રેસે રાજ્ય સરકારને ઘણી ભલામણ કરી છે, જેમાં કેન્દ્ર સાથે સહયોગ ન કરવો પણ સામેલ છે. આ પ્રકારની ભલામણો ગેરકાયદે છે અને ગુનાની શ્રેણીમાં આવે છે. ત્યારબાદ ઈતિહાસકાર ઈરફાન હબીબે તેમને ભાષણમાં અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યપાલ ખાને આરોપ લગાવ્યો કે હબીબે તેમને મારવાના પ્રયાસ કર્યા, પણ કન્નૂર વિશ્વવિદ્યાલયના કુલપતિ ગોપીનાથન રવિંદ્રન અને મારા બોડીગાર્ડે તેમણે અટકાવ્યા. જો કે, તેઓ અટક્યા ન હતા અને મને ફરી મારવાનો પ્રયાસ કર્યો હતો.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post