• Home
  • News
  • દાદાએ સંપત્તિ જાહેર કરી:ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયાથી ઉમેદવારી નોંધાવી, એફિડેવિટમાં 8.22 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ બતાવી
post

પ્રભાત ચોકથી સોલા મધ્યસ્થ કાર્યાલય સુધી ભવ્ય રોડ શો પણ કર્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-16 18:58:20

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મુરતિયા જાહેર થઈ ગયા છે. 17મી નવેમ્બર બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (દાદા)એ અમિત શાહ સાથે રોડ શો કર્યો હતો. ત્યારબાદ ઘાટલોડિયા બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેમણે કરેલી એફિડેવિટ મુજબ તેમની પાસે 8.22 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ હોવાનું દર્શાવ્યું છે. જેમાં જંગમ સંપત્તિ 3.63 કરોડ અને સ્થાવર- 4.59 કરોડ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રભાત ચોકથી સોલા મધ્યસ્થ કાર્યાલય સુધી ભવ્ય રોડ શો પણ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post