• Home
  • News
  • ગુજરાત ફરી હિન્દુત્વની લેબોરેટરી:રામ મંદિર પછી હવે યુનિફોર્મ સિવિલ કોડની શરૂઆત ગુજરાતથી, અભ્યાસ માટે કમિટીની રચનાને કેબિનેટની મંજૂરી
post

યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ અલગ અલગ ધાર્મિક ગ્રંથો અને રિવાજો પર આધારિત પર્સનલ કાયદાને બદલે દેશના દરેક નાગરિકને લાગુ પડતો એક યુનિફોર્મ સિવિલ કોડ કાયદો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-29 17:13:17

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે યુનિફોર્મ સિવિલ કોડનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ વિશે એક કમિટી બનાવવાની પણ જાહેરાત કરી છે. આ કમિટી યુનિફોર્મ સિવિલ કોડની શક્યતા તપાસશે. આ માટે વિવિધ પાસાનું મૂલ્યાંકન કરવામાં આવશે. હાઇકોર્ટના નિવૃત્ત જજ આ કમિટીની અધ્યક્ષતા કરશે.

આ પહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડની સંભાવનાઓને ચકાસવામાં આવી રહી છે. તેના માટે એક કમિટીની રચનાની યોજના છે. માહિતી અનુસાર, આ મામલે તેઓ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે આ જે કેબિનેટની બેઠકમાં ઉત્તરાખંડની જેમ હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક કમિટી રચવાના પ્રસ્તાવને રજૂ કરવામાં આવશે.

UCC ભાજપના એજન્ડામાં સામેલ છે
સમાન નાગરિક સંહિતા એક એવો મુદ્દો છે, જે હંમેશાં ભાજપના એજન્ડામાં રહ્યો છે. 1989ની લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપે તેના ઢંઢેરામાં યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો સામેલ કર્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીઢંઢેરામાં ભાજપે સમાન નાગરિક સંહિતાનો પણ સમાવેશ કર્યો હતો. ભાજપ માને છે કે જ્યાં સુધી યુનિફોર્મ સિવિલ કોડ અપનાવવામાં નહીં આવે ત્યાં સુધી લિંગ સમાનતા નહીં આવી શકે.

ગુજરાત સરકારનાં સૂત્રોનું માનીએ તો 1 કે 2 નવેમ્બરે ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી શકે છે. તારીખોની જાહેરાત થતાં જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ જશે. એ પહેલાં યુનિફોર્મ સિવિલ કોડનો મોટો દાવ ખૂબ મહત્ત્વપૂર્ણ બની શકે છે.

આ પહેલાં ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીમાં રહેલા યુનિફોર્મ સિવિલ કોડની જાહેરાત કરવામાં આવી હતી. એટલું જ નહીં, સરકાર બન્યા બાદ એનો અમલ પણ કરવામાં આવ્યો હતો.

શું છે યુનિફોર્મ સિવિલ કોડ?
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતની વહેંચણી જેવી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન કાયદો. આનો અર્થ એ છે કે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એકસમાન કાયદો હોવો જોઈએ, પછી ભલે એ કોઈપણ ધર્મ અથવા જાતિના હોય.

યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ અલગ અલગ ધાર્મિક ગ્રંથો અને રિવાજો પર આધારિત પર્સનલ કાયદાને બદલે દેશના દરેક નાગરિકને લાગુ પડતો એક યુનિફોર્મ સિવિલ કોડ કાયદો છે. જો તમે આ કાયદાને સામાન્ય ભાષામાં સમજો છો તો યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ દેશના દરેક નાગરિક માટે એકસમાન કાયદો, પછી એ કોઈપણ ધર્મ કે જાતિનો કેમ ન હોય. તમને જણાવી દઈએ કે દેશમાં અલગ-અલગ ધર્મો માટે અલગ-અલગ પર્સનલ કાયદા છે.

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતની વહેંચણી જેવી બાબતોમાં તમામ નાગરિકો માટે એકસમાન કાયદો. આનો અર્થ એ છે કે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એકસમાન કાયદો હોવો જોઈએ, પછી ભલે તે કોઈપણ ધર્મ અથવા જાતિના હોય. જે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે ત્યાં લગ્ન, છૂટાછેડા અને મિલકતના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ પડશે.

ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નથી, પરંતુ ભારતમાં મોટા ભાગના પર્સનલ કાયદાઓ ધર્મના આધારે નક્કી કરવામાં આવ્યા છે. હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધો પાસે પર્સનલ કાયદા છે, જ્યારે મુસ્લિમો અને ખ્રિસ્તીઓના પોતાના કાયદા છે. મુસ્લિમોનો કાયદો શરિયત પર આધારિત છે જ્યારે અન્ય ધાર્મિક સમુદાયોના કાયદા ભારતીય સંસદના બંધારણ પર આધારિત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post