• Home
  • News
  • ગુજરાત અને સૌરાષ્ટ્રની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી, મુંબઈ બહાર
post

સૌરાષ્ટ્રની ટીમે 87 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી, જોકે મુંબઈ તે પછી વિકેટ ઝડપી શક્યું ન હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 10:25:26

રણજી ટ્રોફીની સૌથી સફળ ટીમ મુંબઈના 42મી વખત ટાઈટલ જીતવાના સ્વપ્નને સૌરાષ્ટ્રની ટીમે તોડ્યું. સૌરાષ્ટ્રની ટીમે ગ્રૂપ-Bની મેચમાં મુંબઈ વિરુદ્ધ ડ્રો રમી તેના નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની શક્યતાઓનો અંત લાવ્યો છે. મુંબઈની ટીમ સૌરાષ્ટ્રની અંતિમ 3 વિકેટ ઝડપવામાં નિષ્ફળ રહી હતી. બીજી ઈનિંગ્સમાં સૌરાષ્ટ્રની ટીમે એક તબક્કે 87 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે મુંબઈના બોલરો પૂંછડિયા ખેલાડીઓને આઉટ કરી શક્યા નહીં. ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કમલેશ મકવાણાએ આઠમી વિકેટ માટે અણનમ 75 રનની ભાગીદારી કરી અને માટે તેમણે 239 બોલ રમ્યા હતા. કમલેશે 116 બોલમાં અણનમ 31 અને ધર્મેન્દ્રસિંહે 125 બોલમાં અણનમ 33 રનની ભાગીદારી કરી હતી. ભાગીદારીના કારણે સૌરાષ્ટ્રની ટીમ મેચ ડ્રો કરાવવામાં સફળ રહી અને પ્રથમ ઈનિંગ્સની લીડના આધારે 3 પોઈન્ટ મેળવી ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. મુંબઈ 262 અને 362/7, સૌરાષ્ટ્ર 335 અને 158/7

 

બીજી તરફ ગુજરાતની ટીમે પણ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. દિલ્હીએ બીજી ઈનિંગ્સમાં 8 વિકેટે 333 રન કરી ઈનિંગ્સ ડિક્લેર કરી હતી. દિલ્હીએ પ્રથમ ઈનિંગ્સમાં 293 અને ગુજરાતે 335 રન કર્યા હતા. બીજી ઈનિંગ્સમાં ગુજરાતની ટીમે 2 વિકેટે 128 રન કર્યા હતા. પ્રથમ ઈનિંગ્સની લીડના આધારે ગુજરાતને 3 પોઈન્ટ મળ્યા હતા અને ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post