• Home
  • News
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: જીતની સિક્સર લગાવવા શું છે ભાજપનો પ્લાન? કે પછી કોંગ્રેસ કોઈ કમાલ કરશે?
post

ગુજરાત વિધાનસભા ચૂંટણી બોટાદ બેઠક પર ભાજપનો દબદબો છે. છેલ્લી પાંચ ટર્મથી ભાજપ અહીં વિજય બને છે. હવે જોવાનું છે કે ચૂંટણી 2022 મહાજંગમાં કોણ વિજયી બને છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-24 13:42:41

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે બહુ ગણતરીનો સમય બાકી છે. ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. આ વખતે ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો જોવા મળે તેવી શક્યતા છે. કેમ કે આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. જેના કારણે રાજકારણમાં ભારે ગરમાવો છે. ત્યારે આજે અમે તમને બતાવીશું બોટાદ વિધાનસભા બેઠકનું રાજકીય ગણિત. 


બોટાદ વિધાનસભાનું રાજકીય ગણિત:  
બોટાદ બેઠક પર  2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ટોચના નેતા સૌરભ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર ડી.એમ કલાઠીયાનો માત્ર 906 મતોથી પરાજય થયો હતો. જ્યારે 906 મત કરતાં વધુ મત તો નોટામાં પડ્યા હતા. જેના કારણે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ આ બેઠક પર પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તો ભાજપ પણ આ બેઠક પર સરસાઈ વધારવા માટે પ્રયાસ કરશે. 

 

વિધાનસભા ચૂંટણીમાં બોટાદનો ટ્રેક રેકોર્ડઃ 
   
પક્ષ    વર્ષ        વિજેતા                          

  ભાજપ   1998      સૌરભ પટેલ          

   ભાજપ  2002     સૌરભ પટેલ            

ભાજપ   2007      સૌરભ પટેલ              

ભાજપ    2012   ઠાકરશીભાઈ માણીયા         

 ભાજપ    2017      સૌરભ પટેલ                         

 

બોટાદ બેઠક પર મતદારો:
અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કુલ વસ્તીમાંથી અનુક્રમે 6.4 અને 0.19 છે. 2019ની મતદાર યાદી મુજબ, આ મતવિસ્તારમાં 268175 મતદારો અને 306 મતદાન મથકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મતદાન 59.89% હતું. જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં તે 68.3% હતું. હવે 2022ની ચૂંટણીમાં પરિણામ કંઈક અલગ જોવા મળે તો નવાઈ નહીં. કેમકે ભાજપના ધારાસભ્ય સૌરભ પટેલ સામે પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષ છે. જો સૌરભ પટેલને ટિકિટ આપવામાં આવશે તો પરિણામ કોંગ્રેસની તરફેણમાં આવે તો નવાઈ નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post