• Home
  • News
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022: નડિયાદમાં આ વખતે કોનું ચાલશે નામ? જાણો જ્ઞાતિનું ગણિત અને સમીકરણો
post

નડિયાદ વિધાનસભાની ચૂંટણી ગુજરાત રાજ્યમાં ખેડા જિલ્લામાં આવે છે. અહીંયાના જાતિગત રાજકારણની વાત કરીએ તો આ સીટ પાટીદારોનો ગઢ રહ્યો છે. વર્ષ 1962થી 2017 સુધી માત્ર પાટીદાર ઉમેદવાર જ જીતતા આવ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-24 13:50:57

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખેડા જિલ્લાની નડિયાદ બેઠક પર રાજકીય ગરમી ઘણી વધારે છે. આ સીટ પર 1998થી સતત બીજેપીનો દબદબો રહ્યો છે. પંકજ દેસાઈ છેલ્લાં 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. આજે અમે તમને આ સીટના રાજકીય સમીકરણ વિશેથી માહિતગાર કરીશું. 

નડિયાદ સીટનું જાતિગત સમીકરણ: 
નડિયાદ વિધાનસભાની ચૂંટણી ગુજરાત રાજ્યમાં ખેડા જિલ્લામાં આવે છે. અહીંયાના જાતિગત રાજકારણની વાત કરીએ તો આ સીટ પાટીદારોનો ગઢ રહ્યો છે. વર્ષ 1962થી 2017 સુધી માત્ર પાટીદાર ઉમેદવાર જ જીતતા આવ્યા છે. આ સીટ પર પાટીદારોના 28,740, મુસ્લિમ સમુદાયના 24,840, વાણિયા અને બ્રાહ્મણ સમુદાયના 16,487 મતદારો, અનુસૂચિત જાતિના 14,215 અને અનુસૂચિત જનજાતિના 4512 મતદારો છે.  

નડિયાદ બેઠકનું રાજકીય સમીકરણ: 
છેલ્લી ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો નડિયાદ બેઠક પર ભાજપે જીત મેળવી હતી. અહીંયા બીજેપીના પંકજ દેસાઈએ કોંગ્રેસના સૂર્યકાંત પટેલને લગભગ 20,000 મતથી હરાવ્યા હતા. વર્ષ 1998માં પંકજ દેસાઈએ જીતનો રથ ચલાવ્યો હતો,તે ચાલતો જ રહ્યો છે. વર્ષ 2012માં પંકજ દેસાઈને 75,335 મત મળ્યા હતા. જ્યારે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત પટેલને 68,748 મત મળ્યા હતા. 2007માં પંકજ દેસાઈએ કોંગ્રેસના સુરેન્દ્ર દેસાઈને પરાજય આપ્યો હતો. 

નડિયાદ બેઠકનો ટ્રેક રેકોર્ડ 
વર્ષ        વિજેતા ઉમેદવાર      પક્ષ 

1972      બાબુભાઈ દેસાઈ       કોંગ્રેસ 

1975      દિનશા પટેલ          કોંગ્રેસ 

1980      દિનશા પટેલ          જનતા પાર્ટી 

1985      દિનશા પટેલ          જનતા પાર્ટી 

1990      દિનશા પટેલ          જનતા દળ 

1995      દિનશા પટેલ          કોંગ્રેસ 

1998      પંકજકુમાર દેસાઈ     ભાજપ 

2002      પંકજકુમાર દેસાઈ     ભાજપ 

2007      પંકજકુમાર દેસાઈ     ભાજપ 

2012      પંકજકુમાર દેસાઈ     ભાજપ 

2017      પંકજકુમાર દેસાઈ     ભાજપ 

નડિયાદ બેઠકની સમસ્યા: 
નડિયાદ વિધાનસભા બેઠક પર વિકાસના મુદ્દાની ઘણી ચર્ચા થઈ રહી છે. લાંબા સમયથી ભાજપનું શાસન છતાં અહીંયા અનેક મૂળભૂત સુવિધાઓનો વિકાસ થયો નથી. જેને વિપક્ષ મુદ્દો પણ બનાવી રહ્યું છે. તેની સાથે જ સ્થાનિક લોકો અસંતુષ્ટ પણ છે. અહીંયા સૌથી મોટી રોજગારની સમસ્યા છે. અહીંયા કોઈ મોટો ઉદ્યોગ કે એકમ નથી. જેનાથી લોકોને રોજગાર સરળતાથી મળી શકે. વરસાદમાં પાણી ભરાવાની, બિસ્માર રોડ, નવા બસ સ્ટેન્ડનું અધૂરું કામ, ગંદકી, રખડતા ઢોર અને વાહનવ્યવહારની સમસ્યાનું સમાધાન થઈ શક્યું નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post