• Home
  • News
  • ગુજરાત ATSએ કચ્છના યુવકને દબોચ્યો:BSFના પ્યૂનને પાકિસ્તાની યુવતીએ પ્રેમમાં ફસાવ્યો, એટલો લાચાર કર્યો કે ભારતની માહિતી ISIના હેન્ડલર સુધી પહોંચાડી, 1 માહિતી-ફોટોગ્રાફ્સના 25 હજાર લેતો
post

BSFની માહિતી મોકલાતી હોવાની ATSને બાતમી મળી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-08 18:57:42

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ (ATS)એ કચ્છના એક યુવકની ધરપકડ કરી છે, જે યુવક ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. આ યુવક યુવતીની સાથે વાતો કરતો, દેશની ગુપ્ત માહિતી આપતો થઈ ગયો હતો. હનીટ્રેપમાં ફસાયેલા આ યુવક એક માહિતી અને ફોટોગ્રાફ્સના બદલામાં 25,000 જેટલી રકમ મેળવતો હતો. આ યુવક બીએસએફમાં કામ કરતો હોવાની વિગત પણ સામે આવી રહી છે. હાલ ગુજરાત ATSએ ગુજરાતના સરહદી વિસ્તારની મહત્ત્વની માહિતી પાકિસ્તાન પહોંચાડતા યુવકની ધરપકડ કરી છે અને ટૂંક સમયમાં આ અંગે તેનાં વધુ કનેક્શન સામે આવે એવી શક્યતા છે.

પાકિસ્તાની યુવતીએ ઓળખ અદિતિ તરીકે આપી
બીએસએફમાં કોન્ટ્રેક્ટ પર કામ કરતો પટાવાળો ભારતની મહત્ત્વની માહિતી અને ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં આઈએસઆઈ સુધી પહોંચાડતો હતો. સાત ટ્રાન્ઝેક્શનમાં તેણે 28 હજાર રૂપિયા લીધા હતા, પરંતુ આ માત્ર પૈસાનો ખેલ ન હતો, યુવકને ફસાવવા માટે પાકિસ્તાનમાં બેઠેલી યુવતીએ પોતાની ઓળખ અદિતિ તરીકે આપી હતી. જ્યારે આ બાજુ પણ પટાવાળાએ પોતે ક્લાર્ક હોવાનું કહીને શેખી મારી હતી. ધીમે ધીમે બીએસએફની વાતો શરૂ થઈ અને સાથે સાથે અદિતિએ યુવકને પોતાના પ્રેમમાં ફસાવ્યો હતો.

પાકિસ્તાની યુવતી દિવસમાં સંખ્યાબંધ ફોન કરતી
ધીમે ધીમે જાણે એટલી હદે તેને લાચાર બનાવી દીધો હતો કે અદિતિ સંખ્યાબંધ વખત દિવસમાં તેને ફોન કરતી હતી, પરંતુ યુવક પરિણીત હતો, એટલે પોતાની પત્નીથી છુપાઈને તે અદિતિ સાથે વાત કરતો હતો. આ સમગ્ર મામલો હાલ રાષ્ટ્રીય સુરક્ષા સુધીનો બની ગયો છે. હનીટ્રેપમાં ફસાયેલો યુવક દુશ્મન દેશનો જાસૂસ બની ગયો અને તેણે સંખ્યાબંધ માહિતી પાકિસ્તાનમાં ISIના હેન્ડલર સુધી પહોંચાડી દીધી છે.

આરોપી બીએસએફમાં પટાવાળો
પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના કેટલાક લોકો હનીટ્રેપનો શિકાર બનીને કેટલી ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતા હોય છે. આવા અનેક કિસ્સા અગાઉ સામે આવી ચૂક્યા છે, ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો આ વખતે કચ્છમાંથી સામે આવ્યો છે. કચ્છનો એક યુવક જેનું નામ નિલેશ બળિયા હોવાનું સામે આવ્યું છે.

યુવક હનીટ્રેપમાં ફસાયો
ગુજરાત ATSએ આ સંદર્ભે મહત્ત્વની તપાસ કરતાં જાણવા મળ્યું કે વિશાલ થોડા સમયે અગાઉ એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. એ યુવતી દેખાવમાં ખૂબ સુંદર હતી, પણ સોશિયલ મીડિયા પર થયેલો સંપર્ક યુવકને તેની તરફ આગળ લઈ ગયો હતો. ધીમે ધીમે સામે તરફથી વાત કરતી યુવતી પોતાની અંગત વાતોની સાથે સાથે ભારતની કેટલીક માહિતીઓ અને ફોટોગ્રાફ્સ, નક્શા મગાવતી હતી, જેના આધારે વિશાલ પણ આ યુવતીના કહેવા પ્રમાણે કરવા લાગ્યો હતો. થોડા સમય બાદ યુવકે મોકલેલી માહિતીના બદલામાં તેને રૂપિયા મળતા થઈ ગયા હતા, એટલે ફોટોગ્રાફ્સના બદલામાં તેને અંદાજે 25000 રૂપિયા જેટલા મળ્યા હોવાની શક્યતા છે.

અમદાવાદમાં વધુ પૂછપરછ કરાશે
ગુજરાત ATS દ્વારા વિશાલની ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવ્યો છે, જ્યાં તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. બીએસએફની કેટલીક મહત્ત્વની માહિતી તેણે પાકિસ્તાનમાં પહોંચાડી દીધી હતી અને એ પણ હનીટ્રેપના શિકાર થયા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

BSFની માહિતી મોકલાતી હોવાની ATSને બાતમી મળી
ગુજરાત ATSના પોલીસ-ઇન્સ્પેક્ટર ડી.બી.બસિયાને ગુપ્ત બાતમી મળી હતી કે નિલેષ વાલજીભાઇ બળિયા હાલ ભુજ ખાતેના BSF હેડક્વાર્ટરની ઓફિસમાં નોકરી કરે છે અને તેઓ BSFની માહિતીઓ, જે ભારત દેશની સુરક્ષા-સલામતી માટે ખૂબ જ અગત્યની હોય એવી ગુપ્ત-સંવેદનશીલ માહિતી વ્હોટ્સએપના માધ્યમથી દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને મોકલે છે.

આરોપી પાંચ વર્ષથી BSFમાં પટાવાળો
ગુજરાત ATS દ્વારા બાતમી બાબતે ટેક્નિકલ વર્કઆઉટ કરી નિલેશ બળિયાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે છેલ્લા પાંચેક વર્ષથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (B.S.F) બટાલિયન-59ના હેડક્વાર્ટર ભુજ ખાતે CPWDના ઇલેક્ટ્રિકલ વિભાગની ઓફિસના પટાવાળા તરીકે નોકરી કરે છે. તે જાન્યુઆરી- 2023માં વ્હોટ્સએપ મારફત અદિતિ તિવારી નામ ધરાવતી પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે સંપર્કમાં આવ્યો હતો. અદિતિની સાથે મિત્રતા થતાં પોતે BSFની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post