• Home
  • News
  • ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું વંશસૂત્ર શોધી લીધું, CMOએ ટ્વિટર પર માહિતી આપી
post

ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કરેલી શોધથી માનવજાત માટે આશીર્વાદરૂપ બનશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 11:47:27

ગાંધીનગર: કોરોના વાઈરસે દુનિયાભરમાં કહેર મચાવ્યો છે. ભારતમાં પણ તેના કારણે લોકડાઉન જેવા કડક પગલાં લઈને તેને પ્રસરતો અટકાવવા પ્રયાસ થઈ રહ્યા છે. આમછતાં દિનપ્રતિદિન રાજ્યમાં કેસો વધી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારની ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું વંશસૂત્ર શોધી લીધું છે અને તેનું જીનોમ સીકન્સ શોધી લેવાયું છે. તેના કારણે કોરોનાથી પીડિત આખી દુનિયાને આશીર્વાદરૂપ બનશે. CMOના ટ્વિટર પેજ પર આની માહિતી આપી છે.

વંશસૂત્ર મળતા દવા સહિતની શોધ સરળ
ગુજરાત બાયો ટેક્નોલોજીએ શોધેલા કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સીકવન્સથી કોરોના વાઈરસ કોવિદ 19ની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો શોધવી સરળ બની રહેશે. ઉલ્લેખનીય છે કે વિશ્વભરના ટોચના વૈજ્ઞાનિકો કોરોના વાઈરસની માહિતી મેળવવામાં અસફળ રહ્યા હતા. ત્યારે ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કરેલી શોધથી માનવજાત માટે આશીર્વાદરૂપ બનશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post