• Home
  • News
  • પાણીથી લઈ પ્રવાસન સુધી, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતને શું મળ્યું?
post

જૂનાગઢ ઉપરકોટ,ધોળાવીરા તથા માતાના મઢ ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવવા માટે રૂ.20 કરોડની જોગવાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-27 10:00:22

અમદાવાદઃ રાજ્યના નાણાંમંત્રી નીતિન પટેલે આજે વર્ષ 2020-21નું 2 લાખ 17 હજાર 287 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં રાજ્યના વિવિધ ઝોન જેવા કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની પાણીની સમસ્યાઓથી લઈ પ્રવાસન અંગે જાહેરાત અને જોગવાઈ કરી છે.
ઉત્તર ગુજરાત
> 
પ્રસિદ્ધ હેરીટેજ શહેર વડનગરનો ભારત સરકારના સંયુકત પ્રયાસથી અંદાજિત રૂ.2૦૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે .
> 
સાબરકાંઠા જિલ્લાના પોળો ફોરેસ્ટ ખાતે પ્રવાસી સુવિધાઓનો વિકાસ કરવા માટે રૂ.5 કરોડની જોગવાઈ
> 
બોર્ડર ટુરિઝમના વિકાસ મારફતે નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ હેઠળ આંતર માળખાકીય સવલતો તથા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોના આયોજન માટે રૂ.35 કરોડની જોગવાઈ

> સાબરમતી નદી પર 2200 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલા હિરપુરા અને વિલાસણા બેરેજ માટે રૂ.60 કરોડની જોગવાઇ કરી છે. પીયજથી ધરોઇ, ધાધૂંસણથી રેડ લક્ષ્મીપુરા અને ખેરવા-વિસનગર યોજનાના કામો પૂર્ણતાના આરે છે. જેના માટે રૂ.55 કરોડની જોગવાઇ કરી છે.
> 
બનાસકાંઠા જિલ્લામાં થરાદથી સીપ ડેમ સુધી પાઈપલાઈન નાંખવાથી થરાદ, લાખણી,ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે 6 હજાર હેક્ટર વિસ્તારને લાભ થશે. જેના માટે રૂ.225 કરોડની જોગવાઈ કરી છે.
સરખેજ-ગાંધીનગર હાઈવેને રૂ.867 કરોડના ખર્ચે સિક્સલેન કરવાની કામગીરી પ્રગતિમાં છે.

થરાદ-ધાનેરા-પાથાવાડા રસ્તો રૂ.464 કરોડના ખર્ચે પેલ્ડ સોલ્ડર સહિત દ્વિમાર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ
ગાંધીનગર શહેરમાં 24 કલાક પાણી વિતરણ કરવા રૂ.240 કરોડની યોજનાનું આયોજન છે
મેડિકલ કોલેજ, સોલા અમદાવાદ ખાતે બેચલર ઇન ઓડીયોલોજી સ્પીચ એન્ડ લેગ્વજ પેથોલોજી કોર્સ શરૂ કરવા અને કોકલીયર ઈમ્પ્લાન્ટ સેન્ટરો કાર્યાન્વિત કરવા રૂ.2 કરોડની જોગવાઈ
> 
હિંમતનગર નજીક રાજપુર નવા ખાતે નવીન વેટરનરી કોલેજ, મત્સ્યોદ્યોગ અનુસ્નાતક અભ્યાસ કેન્દ્ર, પશુ સારવાર સંસ્થાઓ અને ઘનિષ્ઠ પશુ સુધારણાની કચેરીઓના બાંધકામ તેમજ મરામત માટે 43 કરોડની જોગવાઇ

દક્ષિણ ગુજરાત
શુકલતીર્થ, કબીરવડ, મંગલેશ્વર અને અંગારેશ્વરનો મેગા સર્કિટ તરીકે વિકાસ કરવા ભારત સરકાર તરફથી રૂ.23 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રૂ.5 કરોડ ઉમેરીને આ સ્થળોનો વિકાસ કરવામાં આવશે.
> 
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની વાઘરેજ રીચાર્જ યોજના માટે રૂ.25 કરોડની જોગવાઈ કરી છે.
> 
દક્ષિણ ગુજરાતમાં રૂ.511 કરોડની સુરત જિલ્લાની કાકરાપાર-ગોરધા-વડ ઉદવહન સિંચાઈ યોજના માટે રૂ.70 કરોડની જોગવાઈ કરી છે.
> 
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં, તાપી-કરજણ લીંક પાઇપલાઇન ઉદવહન સિંચાઈ યોજના માટે રૂ.92 કરોડની જોગવાઇ કરી છે.
ઉકાઈ જળાશય આધારિત રૂ.962 કરોડની સોનગઢ-ઉચ્છલ-નિઝર ઉદવહન સિંચાઈ યોજના માટે રૂ.250 કરોડની જોગવાઇ કરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છ
જૂનાગઢ ઉપરકોટ,ધોળાવીરા તથા માતાના મઢ ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવવા માટે રૂ.20 કરોડની જોગવાઈ

> ગિરનાર ક્ષેત્રના વિકાસ અને ગિરનાર રોપ-વે ની કામગીરી PPPના ધોરણે વિકસાવવા માટે રૂ.130 કરોડના કામો હાથ ધરવામાં આવ્યા છે
> 
વેળાવદર ખાતે કાળીયાર અભયારણ્યનો વિકાસ કરવા માટે રૂ.3 કરોડની જોગવાઈ
> 
ગીરમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને લઇ અમરેલી ખાતે આંબરડી લાયન સફારી પાર્કના અદ્યતન વિકાસ માટે રૂ.5 કરોડની જોગવાઈ
> 
કચ્છમાં નર્મદાના પૂરના વધારાના પાણી દ્વારા સિંચાઈ સુવિધાઓ વધારવાનું આયોજન છે. આ યોજનાથી 57,850 હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ થશે. જેના માટે રૂ.100 કરોડની જોગવાઇ કરી છે.
> 
અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડનું આધુનિકીકરણ કરવાનું આયોજન છે, જે માટે અંદાજિત રૂ.715 કરોડ ખર્ચ થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત હાલનાં 70 શિપ રિસાયકલિંગ પ્લોટ અપગ્રેડ થશે અને 15 નવા પ્લોટ બનાવવામાં આવશે. જેનાથી મોટા પ્રમાણમાં રોજગારીનું નિર્માણ થશે.
>
સૌરાષ્ટ્ર-કચ્છ માટે પાણીની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી નાવડા-બોટાદ-ગઢડા- ચાવંડ, બુધેલ-બોરડા,ચાવંડ-ધરાઈ- ભે અને ચાવંડ- લાઠી બલ્ક પાઇપલાઇનના કુલ રૂ.1400 કરોડના કામો શરૂ કરવામાં આવશે. જે માટે રૂ.500 કરોડની જોગવાઇ કરી છે.

મધ્ય ગુજરાત
બાલાસિનોર ડાયનાસોર ફોસીલ પાર્કની મુલાકાતે આવનાર પ્રવાસીઓને સંખ્યાને ધ્યાને લઇ તેના વધુ વિકાસ માટે રૂ.1૦ કરોડની જોગવાઈ
> 
કરજણ જળાશય આધારિત રૂ.418 કરોડ ખર્ચે પાઇપ લાઈન નાંખવાની કામગીરી માટે રૂ.28 કરોડની જોગવાઇ કરી છે.
રૂ.215 કરોડની પાનમ ઉચ્ચ સ્તરીય કેનાલ આધારિત ઉદવહન સિંચાઈ યોજના માટે રૂ.57 કરોડની જોગવાઈ કરી છે.
> 
પાનમ જળાશય આધારિત યોજનાઓ રૂ.249 કરોડના ખર્ચે કરવાનું આયોજન છે. જે માટે રૂ.73 કરોડની જોગવાઈ કરી છે.
કડાણા જળાશય આધારિત કડાણા-દાહોદ પાઇપ લાઇનનું કામ મહદઅંશે પૂર્ણ થયેલા છે. આ પાઇપલાઇન આધારિત વધારાન 74 તળાવો અને 12 નદી-કાંસમાં પાણી આપવા માટે રૂ.223 કરોડના ખર્ચનું આયોજન છે. જે માટે રૂ.103 કરોડની જોગવાઇ કરી છે.
> 
દેશની પ્રથમ એવી ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવા માટે 12 કરોડની જોગવાઈ

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post