• Home
  • News
  • ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ હાર સ્વીકારી, રાજીનામું આપ્યું
post

રાજીવ સાતવના અવસાન બાદ ડો. રઘુ શર્માને ગુજરાતના પ્રભારી બનાવાયા હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-08 17:07:06

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ સતત સાતમી વખત બહુમતી મેળવીને સત્તા મેળવી લીધી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની રેકોર્ડ બ્રેક સીટ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ કરી નાખ્યા છે. ગુજરામાં કોંગ્રેસની હાલત ખરાબ કરી નાખી છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ખુબ જ સારું પ્રદર્શન કર્યું હતું. જો કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસની ખુબ જ ઓછી સીટ મળી છે. ગુજરાતમાં કોંગ્રેસની શરમજનક હાર થતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દીધું છે.એક તરફ ગુજરાતમાં ભાજપે સૌથી વધુ સીટ મેળવીને જીત મેળવી છે તો બીજી તરફ કોંગ્રેસે રેકોર્ડ ઓછી સીટ મેળવી છે.  

રઘુ શર્માને ગત વર્ષે ગુજરાતના પ્રભારી બનાવ્યા હતા
ગુજરાત કોંગ્રેસના રાજીવ સાતવના નિધન પછી ગુજરાત પ્રભારીનું પદ ખાલી હતું.કોંગ્રેસ દ્વારા લાંબા સમય બાદ ગુજરાતમાં રઘુ શર્માને પ્રભારી બનાવ્યા હતા. કોંગ્રેસે ગત વર્ષે 7મી ઑક્ટોબરના 2021ના રોજ રઘુ શર્માને ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા.રાજસ્થાન સરકારના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ખુબ જ નજીક ગણાય છે. રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવનું કોરોના સંક્રમણના કારણે 16મે ના રોજ 46 વર્ષની ઉંમરે અવસાન થયું હતું.  

રઘુ શર્મા પ્રભારી બન્યા બાદ કોંગ્રેસના નેતાઓના રાજીનામાં
ગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી તરીકે પદભાર સાંભળ્યો તે બાદ કોંગ્રેસમાં નેતાઓની નારાજગી જોવા મળી હતી. કોંગ્રેસનો આંતરિક વિખવાદ બહાર આવી રહ્યો હતો. ગુજરાતમાં રઘુ શર્માએ પદભાર સાંભળ્યા બાદ કોંગ્રેસના ચાર પૂર્વ ધારાસભ્યો તેમજ અન્ય નેતાઓ રાજીનામાં આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. કોંગ્રેસમાં આંતરિક વિખવાદને કારણે મોટા ગજાના નેતાઓએ પક્ષ છોડીને અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

રઘુ શર્મા કાર્યકાળમાં કોંગ્રેસનો ખરાબ રેકોર્ડ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. ગુજરાતમાં ભાજપે બહુમતી મેળવીને કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીને ખરાબ રીતે હરાવી છે. ગુજરાતમાં કોંગ્રેસનો આ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ખરાબ રેકોર્ડ થયો છે. રઘુ શર્માના ગુજરાત પ્રભારી બનાવ્યા છતાં પણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીનો  ચેહરો જાહેર કરવામાં આવ્યો ન હતો. કોંગ્રેસની રણનીતિ ખુબ જ ઢીલી હતી અને પ્રચાર પણ સુસ્ત કર્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખુબ જ ઓછી સીટ આવતા પ્રભારી રઘુ શર્માએ હાર સ્વીકારી અને રાજીનામુ આપ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post