• Home
  • News
  • ​​​​​​​એન્ટિલિયા કેસનું ગુજરાત-કનેક્શન:મુકેશ ​​​​​​​અંબાણીના ઘરની બહાર કાર પ્લાન કરનાર સચિન વઝેના માણસોને અમદાવાદના ફેકટરી માલિકે 14 સીમકાર્ડ આપ્યા હતા
post

મુંબઈના બુકીના ફેકટરી મલિક સાથે કનેક્શન હોવાથી ફેક્ટરીના કર્મચારીઓના નામે સીમકાર્ડ લીધા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-23 10:59:03

દેશના સૌથી અમીર મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી કાર મુકવાની તપાસ હાલ એનેઆઈએ અને મુંબઇ એટીએસ કરી રહી છે. તેવામાં આ આખા કેસમાં ષડ્યંત્ર ઘણા સમય અગાઉથી રચાયું હતું. આ ષડ્યંત્ર માટે જરૂરી વસ્તુ માટે સચિન વઝેએ કામ સીંદે નામનાં સસ્પેન્ડ પોલીસકર્મી સોંપ્યું અને તેને કોમ્યુનિકેશન માટે બુકી નરેશ મારફતે અમદાવાદથી સીમકાર્ડ મેનેજ કરાવ્યા હતા તેવી વિગત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.

હાઈ પ્રોફાઈલ કેસમાં રોજ-રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તેવા સમયમાં એન્ટિલિયાની બહાર પાર્ક સ્કોર્પિયો કાર ષડ્યંત્ર હોવાનું સામે આવી રહ્યું છે. આ કેસમાં ષડ્યંત્ર માટે ઉપયોગમાં લેવાયેલા સીમકાર્ડ અમદાવાદથી મેનેજ કરાવવામાં આવ્યા હોવાની વિગત સૂત્રો પાસેથી જાણવા મળી છે.

માલિકે પોતાના કર્મચારીના નામે કાર્ડ એક્ટિવ કર્યા હતા
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદની એક જીઆઈડીસીમાં ફેક્ટરી ધરાવનાર વેપારી મુંબઈના બુકી સાથે કનેક્શનમાં હતો,જેણે વેપારીને સીમકાર્ડ મેનેજ કરવા માટે કહ્યું હતું. જે સીમકાર્ડ ફેક્ટરી માલિકે પોતાના કર્મચારીના નામે એક્ટિવ કર્યા હતા અને મુંબઈ સુધી પહોંચાડ્યા હતા.

અન્ય કનેક્શનની તપાસ શરૂ થઈ
હાલ વેપારીની અટકાયત કરીને મુંબઈ એટીએસ તેને મુંબઈ લઈ ગઈ હોવાની વિગતો પણ બહાર આવી રહી છે. બીજી તરફ ગુજરાતમાં એન્ટિલિયાની સાથે અન્ય કોઈ કનેક્શન છે કે નહીં તેની તપાસ આગામી દિવસોમાં મુંબઈ એટીએસ બાદ એનઆઈએ પણ કરી શકે છે.

અલગ-અલગ નામે સિમકાર્ડ ખરીદાયાં હતાં
મુંબઈ પોલીસે હત્યાકેસમાં જે બે આરોપીની ધરપકડ કરી છે તેમાં બુકી નરેશ ઘોરે પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મનસુખની હત્યા પહેલાં તેણે પાંચ સિમકાર્ડ અલગ-અલગ નામે અમદાવાદથી ખરીદ્યા હતા. આ સિમકાર્ડ ખરીદવાની સૂચના એનઆઈએ દ્વારા જેની ધરપકડ કરવામાં આવી તેવા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેના કહેવાથી ખરીદ્યા હતા. પાંચ પૈકી એક સિમકાર્ડનો ઉપયોગ ખુદ સચિન વાઝે પણ કરી રહ્યા હતા.

વેચનારની તપાસ શરૂ
મુંબઈ એટીએસએ વધુ પુરાવા મેળવવા માટે અમદાવાદમાં આવી તપાસનો દૌર આગળ વધાર્યો છે. જે પાંચ વ્યક્તિનાં નામે અમદાવાદથી સિમકાર્ડ ખરીદવામાં આવ્યાં તેઓ કોણ છે, તેમને નરેશ ઘોર સાથે શું સંબંધ છે?, સિમકાર્ડ વેચનાર દુકાનદારે સિમકાર્ડ એક્ટિવ કરતાં પહેલાં જરૂરી દસ્તાવેજી પુરાવા લીધા હતા કે નહીં, એ મામલે તપાસ કરવા એટીએસ અમદાવાદ આવી છે.

શું હતી સમગ્ર ઘટના?
એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કારમાં વિસ્ફોટક મળ્યા પછી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી નિશાના પર છે. CCTV ફૂટેજની તપાસમાં સામે આવ્યું છે કે એન્ટિલિયાની બહાર કાર 24 ફેબ્રુઆરીની રાતે લગભગ એક વાગ્યે પાર્ક કરાઈ હતી. આ પહેલાં આ કાર 12.30 વાગ્યે રાતે હાજી અલી જંક્શન પહોંચી હતી અને અહીં લગભગ 10 મિનિટ સુધી ઊભી હતી. આ ગાડીમાંથી જિલેટિનની 20 સ્ટિક્સ મળી આવી હતી, સાથે જ અમુક અન્ય દસ્તાવેજ પણ મળ્યા હતા, ત્યાર પછી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે, સાથે જ અત્યારસુધી આ મામલામાં કેસ પણ નોંધી લેવાયો છે. સીસીટીવીથી પુરાવા શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, સાથે જ આ કારમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે, જેમાં લખ્યું છે-મુકેશભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે

200 મીટર દૂર ઊભી હતી શંકાસ્પદ કાર
મુકેશના ઘર એન્ટિલિયાથી લગભગ 200 મીટર એક શંકાસ્પદ SUVમાંથી ગુરુવાર સાંજે જિલેટીનની 20 સ્ટિક્સ મળી હતી. તપાસ દરમિયાન કારનો નંબર પણ ખોટો મળ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્ટિલિયામાં બુધવારની રાતે લગભગ 1 વાગ્યે SUV ઊભી કરવામાં આવી હતી. અહીં 2 ગાડી જોવા મળી હતી, જેમાં એક ઈનોવા પણ સામેલ છે. આ ગાડીનો ડ્રાઈવર SUVને અહીં પાર્ક કરીને જતો રહ્યો હતો.

ગાડીમાંથી શું શું મળ્યું?
પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્ટિલિયાની બહાર જે ગાડી મળી એ સ્કોર્પિયો કાર હતી. આ ગાડીને મોડી રાતે લગભગ એક વાગ્યે ઊભી કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં જિલેટીનની 20 સ્ટિક્સ હતી. આ ગાડીની અંદર એક લેટર પણ મળ્યો હતો, જેની તપાસ કરવામાં આવી રહી છે. ગાડીનો જે રજિસ્ટ્રેશન નંબર છે એ મુકેશ અંબાણીના સુરક્ષાકાફલામાંના એક વાહન સાથે મેચ થાય છે. એવામાં ક્રાઈમ બ્રાન્ચ આ એન્ગલથી પણ તપાસ કરી રહી છે. આ વેહિકલને સીલ કરી દેવાયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post