• Home
  • News
  • એન્ટિલિયાકેસનું ગુજરાત-કનેક્શન:એન્ટિલિયાકેસમાં પાટણના વેપારીને સિમકાર્ડની તપાસ માટે મુંબઈ ATS ઉઠાવી ગઈ
post

વેપારી કિશોર ઠક્કરે એજન્સીમાંથી 15 સિમકાર્ડ ભુજમાં બુકી નરેશને આપ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-24 09:59:34

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો ગાડીના હાઈપ્રોફાઈલ કેસનું કનેક્શન પાટણ સુધી પહોંચ્યું છે. આ કેસમાં પાટણ ખાતે રહેતા કિશોર ઠક્કરને મુંબઈ એ.ટી.એસ તપાસ માટે લઈ ગઈ છે. મુંબઇ એટીએસએ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી હોવાથી મંગળવારે પાટણની સ્થાનિક પોલીસ કિશોર ઠક્કરના ઘરે જાણકારી માટે પહોંચી હતી.

દેશના સૌથી અમીર મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો ગાડી મળી આવી હતી. આ ઘટનાની તપાસ એનેઆઇએ અને મુંબઇ એટીએસ કરી રહી છે. આ હાઇપ્રોફાઇલ કેસની તપાસ માટે મૂળ ભાભરના વતની અને પાટણના અંબાજી નેળીયામાં યસ ટાઉનશિપ ખાતે રહેતા કિશોર ઠક્કરને 21 માર્ચના રોજ સાંજના સમયે મુંબઈ એ.ટી.એસ પાટણ ખાતે આવી લઈ ગઈ હતી.

કિશોર ઠક્કર ખેતપેદાશોની લે-વેચ કરે છે
કિશોર ઠક્કર રાધનપુર બાજુ કોલસાનો તેમજ એરંડા સહિતની ખેતપેદાશોની લે-વેચ કરી તેજી મંદી કરે છે. સિમકાર્ડના ઉપયોગના મામલામાં મુંબઈ એ.ટી.એસ. તેને આ કેસમાં તપાસ માટે લઇ જઇ હોવાનું તેમના પરિવારનાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

જોકે આ મામલાની મંગળવારે મીડિયાના માધ્યમથી લોકોને જાણ થતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સ્થાનિક પોલીસ પણ કિશોર ઠક્કરના ઘરે ઇનપુટ માટે પહોંચી હતી.

કિશોર ઠક્કર પાસે સિમ કાર્ડની એજન્સી છે, ક્રિકેટ-બુકી સાથે કનેક્શન
પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે સિમકાર્ડનો મામલો છે. પરંતુ શું મામલો છે તેની જાણકારી નથી. 21 માર્ચના રોજ તેમને નિવેદન માટે પોલીસ લઈ ગઈ છે. તેવુ તેમના પરિવારજનો દ્વારા જાણવા મળ્યું છે.વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે કિશોર ઠક્કરને વોડાફોનની એજન્સી છે. જે-તે સમયે તેણે તેની એજન્સીમાંથી 15 જેટલાં સિમકાર્ડ નરેશ ગોર નામની વ્યક્તિને ભુજમાં આપેલા હતા. નરેશ ગોર ક્રિકેટનો બુકી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post