• Home
  • News
  • કોરોનાના દર્દીની સારવાર કરનારા ગુજરાતી ડૉક્ટરો કહે છે કે, રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમની માનસિક સ્થિતિ સંભાળવી ઘણી જ મુશ્કેલ
post

આઇસોલેશન વોર્ડમાં હોસ્પિટલનો 25થી વધુનો સ્ટાફ 24 કલાક રોટેશનમાં કામ કરી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-27 09:51:43

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના એક બાદ એક જીવ લઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 44 દર્દીઓ નોંધાયા છે અને તેમાંના ત્રણના મોત થઈ ગયા છે. વૈશ્વિક મહામારી કોરોના સામે જંગ જીતવા ડૉક્ટરો પણ જીવના જોખમે દર્દીઓની સારવારમાં ખડેપગે છે.ગુજરાતની હોસ્પિટલોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરો અને સ્ટાફ સતત 24 કલાક દર્દીને સાજો કરવા માટે મહેનત કરી રહ્યા છે,ત્યારે કોરોના આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે કોરોના પોઝિટિવના દર્દીઓને ગુજરાતમાં સારામાં સારી સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ જે દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે તે પછીનો કેટલોક સમય ઘણો જ કઠીન બની જાય છે કેમ કે કોરોના પોઝિટિવ આવવાથી દર્દી ડિપ્રેશનમાં આવી જાય છે. જેને કારણે ડૉક્ટરોએ તેને માનસિક સ્થિતિમાંથી બહાર લાવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે.

પરિવારજનો કે અન્યને ન કોરોના ના લાગે તે માટે આઈસોલેશનમાં રાખવામાં આવે છે
સારવાર કરી રહેલા ડૉક્ટરો મુજબ, કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દર્દીને સૌથી પહેલાં તો સમજાવવામાં આવે છે કે કોરોના પોઝિટિવ આવવાથી મૃત્યુ થાય છે તે વાત સંપૂર્ણપણે સાચી નથી. તમને યોગ્ય સારવાર મળી રહેશે અને તમને થયેલો કોરોનાનો ચેપ તમારા પરિવારજનો કે અન્યને ન લાગે તે કારણસર જ તમને આઈસોલેશનમાં રાખવામાં આવે છે.

બે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ શંકાસ્પદ દર્દીને રજા આપવામાં આવે છે
ડૉક્ટરોનું કહેવું છે કે, શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ એકવાર નેગેટિવ આવે પછી પણ ફરીવાર રિપોર્ટ કરાવવામાં આવે છે, બે રિપોર્ટ નેગેટિવ આવે પછી જ એ શંકાસ્પદ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. પરંતુ 14 દીવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું જ પડે છે.

24 કલાક સારવાર કરવા 10થી વધુનો સ્ટાફ રોટેશનમાં ફરજ બજાવે છે 
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સીએમના માધ્યમથી કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરો સાથે વાતચીત કરી હતી. જેમાં ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેઓની સાથે 10થી વધુનો સ્ટાફ રોટેશનમાં ફરજ બજાવે છે એટલે 24 કલાક દર્દીઓની સારવાર કરી રહ્યાં છે, વધુમાં પોઝિટિવ કેસ અમારી પાસે આવે તે લોકોને અમે સૌ પ્રથમ તો આશ્વાસન આપીએ છે અને તેમને કહીએ છીએ કે પોઝિટિવ થવાથી મૃત્યુ પામો એવું જરૂરી નથી. તમારી તબિયત સારી થઈ જશે અને તમે ઘરે પણ જોઈ શકશો. હોસ્પિટલમાં કામ કરતા ડૉક્ટર સહિતના સ્ટાફનું જમવાનું અને રહેવાનું પણ સારું છે,દર્દીની સેવા કરવામાં કોઇ તકલીફ પડતી નથી. અમે લોકો અમારું પણ પ્રિકોશન લઈ રહ્યા છીએ. તેમજ દર્દીને વધુ તકલીફ ના પડે અને પેશન્ટનું ખાવા-પીવાનું, ચા-નાસ્તો અને જેવી બેઝિક ફેસિલિટી હોસ્પિટલમાંથી જ પૂરી પાડી રહ્યા છીએ અને 24 કલાક તેમની સેવામાં હાજર છે.

અમદાવાદમાં 72 વેન્ટીલેટર

અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે 72 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. તેની સાથે સિવિલ સંકુલમાં આવેલી હોસ્પિટલનો સ્ટાફ એક દિવસ છોડીને બીજા દિવસે કોરોના હોસ્પિટલમાં મદદ માટે ઓન કોલ રહેશે.

adv

Related News

post
post
post
post
post
post
post