• Home
  • News
  • ગુજરાત ચૂંટણી:5 વર્ષ માટે 7 કરોડ જનતાનું ભાવિ પણ EVMમાં કેદ, 58.68 ટકા મતદાન, સૌથી વધુ સાબરકાંઠા તો સૌથી ઓછું અમદાવાદમાં વોટિંગ
post

સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં 53.16 ટકા મતદાન થયું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-05 18:24:45

અમદાવાદ: ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર એટલે કે કુલ 182 બેઠકોમાંથી 51 ટકા બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ સાથે જ ગુજરાત ચૂંટણીના બન્ને તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 50 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં જિલ્લામાં 65.84 ટકા અને સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં 53.16 ટકા મતદાન થયું છે. 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.38 ટકા મતદાન થયું છે.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગોદલી ગામમાં બુથ પર બબાલ થઈ હતી. ભાજપ દ્વારા બોગસ મતદાન કરાવવા આવતા હોવાના આક્ષેપ સાથે કાલોલ સીટના કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહે ભાજપના બુથ એજન્ટ સાથે બબાલ થતા સ્થિતિ વણસી હતી. રાજગઢ પોલીસે પ્રભાતસિંહ ચૌહાણને ગોદલી ગામમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. કાલોલના કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ઘોઘંબા ગોદલી ગામમાં ફતેસિંહના માણસો બોગસ વોટિંગ કરે છે, જેથી ત્યાં હું ગયો હતો. તેઓ અંદરોઅંદર ઝઘડ્યા હતા. મારી ગાડીઓના કાચ તોડી નાંખ્યા છે. ફતેસિંહની 3 ટૂકડીઓ ફરતી હતી.

બહુચરાજીના બરીયફ ગામે કર્યો મતદાનનો બહિષ્કાર
બહુચરાજી તાલુકાના બરીયફ ગામે પડતર માંગણી પુરી નહીં થતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સવારથી બરીયફ ગામમાં મતદાન શરૂ થયું નથી. પીવાના પાણી, બોર સહિત વર્ષો જૂની માંગણીઓ ન સંતોષાતા ગ્રામજનો નારાજ થયા છે. જેને પગલે આખું ગામ ગામના ચોકમાં એકત્રિત થયું છે.

વડાપ્રધાન અને તેમના માતાએ કર્યું મતદાન
વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું છે. જ્યારે તેમના માતા હીરા બાએ ગાંધીનગરમાં મતદાન કર્યું હતું. મતદાન બાદ વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકો દ્વારા લોકશાહીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. હું દેશના તમામ નાગરિકોનો આભાર માનુ છું. તેમજ શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા કરાવવા બદલ હું ચૂંટણીપંચને અભિનંદન પાઠવું છું.

 

adv

Related News

post
post
post
post
post
post
post