• Home
  • News
  • ગુજરાત પાલિકા-પંચાયત ચૂંટણી:શહેરો સુસ્ત તો ગામડાંઓ ગાજ્યાં, 81 નગરપાલિકામાં 55 અને 231 તા.પં.માં સરેરાશ 64 ટકા મતદાન, 31 જિલ્લા પંચાયતમાં 66 ટકા વોટિંગ
post

વલસાડ નનકવાડા બેઠક ઉપર બેલેટ યુનિટમાં ક્ષતિ આવતા તાત્કાલિક બદલવામાં આવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-01 09:04:55

ગુજરાતની 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી તેમાં પંચાયતોમાં સરેરાશ 65 ટકા જેટલું મતદાન જ્યારે નગરપાલિકાઓમાં અંદાજિત સરેરાશ મુજબ 55 ટકા આસપાસ મતદાન નોંધાયું છે.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સાંજે જાહેર કરાયેલાં આંકડા મુજબ આ વખતે ગ્રામીણ વિસ્તારોમાં શહેરી વિસ્તારો કરતાં લગભગ સવાથી દોઢ ગણું મતદાન નોંધાયું. ગયા અઠવાડીયે 6 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં આ આંકડો 45 ટકાની આસપાસનો રહ્યો હતો. જો કે પાલનપુર અને વિરમગામમાં મતદાન દરમિયાન થોડી હિંસા થઈ હતી જ્યારે દાહોદમાં બુથ કેપ્ચરિંગનો પ્રયાસ થયો હતો. 2015ની સાલમાં યોજાયેલી ચૂંટણીઓની સાપેક્ષે આ મતદાનમાં પાંચથી સાત ટકાનો ઘટાડો નોંધાયો છે. ગઇ વખતે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ક્રમશઃ 69.55 ટકા અને 69.28 ટકા જ્યારે નગરપાલિકાઓમાં 62.77 ટકા મતદાન નોંધાયું હતું. દરમિયાન રાજ્યમાં અમુક છુટાછવાયાં બનાવોને બાદ કરતાં ક્યાંય પણ મતદાનની પ્રક્રિયા પર વિપરીત અસર થઇ નથી કે કોઇ અનિચ્છનીય બનાવ નોંધાયા નથી.

ભરૂચમાં સૌથી ઓછું 41.73 ટકા જ્યારે તાપી જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 71.44 ટકા મતદાન થયું. તાલુકા પંચાયતોમાં સાગબારા તાલુકા પંચાયતમાં 78.87 ટકા જ્યારે ભરૂચની અંકલેશ્વર તાલુકા પંચાયતમાં સાવ નિરસ 15.01 ટકા મતદાન નોંધાયું. વિવિધ 81 નગરપાલિકાઓ પૈકી બારેજામાં 76.52 ટકાનું જંગી મતદાન જ્યારે સૌથી ઓછું મતદાન ગાંધીધામ નગરપાલિકામાં 40.14 ટકા નોંધાયું હતું.

મતદાન(2015)

મતદાન(2021)

81 નગરપાલિકા

62.77%

55%

231 તા.પંચાયત

69.28%

64%

31 જિ.પંચાયત

69.55%

66%

કુલ મતદારો

3.07 કરોડ

2.70 કરોડ

ભાભર અને વિરમગામમાં રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે મારામારી
ભાભર અને વિરમગામમાં ભાજપ તેમજ અપક્ષના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. બંન્ને પક્ષો એકબીજાને લાતો મારતા જોવા મળ્યા હતા. સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ​​​​​​બીજીતરફ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલ મતદાન કરવા વિરમગામ આઇટીઆઈ ખાતે પહોંચ્યા હતા. પરંતુ જ્યાં હાર્દિક પટેલે મતદાન કર્યું ત્યાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર-2માં ભાજપ-અપક્ષની પેનલ જ ચૂંટણી લડી રહી છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. વહેલી સવારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મધ્યમ ગુજરાતના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. સાંજે 4 સુધીમાં જિલ્લા પંચાયતમાં 48.46 ટકા, તાલુકા પંચાયતમાં 50.63 ટકા અને નગરપાલિકામાં 33.56 ટકા મતદાન થયું. ગાંધીનગર તેમજ નસવાડીમાં વરરાજા લગ્નના સાત ફેરા ફરતા પહેલા સાત ફેરા કરતા પહેલા લોક સાહિના પર્વમાં ભાગીદાર બની મતદાન કર્યું હતું. જ્યારે ગોધરા-ગોંડલમાં EVM બંધ થતા ઉમેદવારો તેમજ મતદારો રોષે ભરાયા હતા. સંતરામપુર તાલુકાની ગોઠીબ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારે ચૂંટણીની પૂર્વ રાત્રિના કોંગ્રેસના ટેકેદારો ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

ઉત્તર ગુજરાતના પાટીદાર વિસ્તારોનું મતદાન

તાલુકા પંચાયત

ટકાવારી

જોટાણા

28.47 ટકા

કડી

29.29 ટકા

ખેરાલુ

22.86 ટકા

બેચરાજી

37.01 ટકા

મહેસાણા

24.84 ટકા

ઊંઝા

22.6 ટકા

વડનગર

22.99 ટકા

સતલાસણા

32.33 ટકા

વિજાપુર

26.04 ટકા

વિસનગર

27.60 ટકા

મહેસાણા

21.03 ટકા

કડી

16.09 ટકા

વિસનગર

22.44 ટકા

ઊંઝા

40.88 ટકા

ઉત્તર ગુજરાતમાં મતદાનની સ્થિતિ
*
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પોતાના પરિવાર સાથે કડીના વોર્ડ નંબર ચાર ખાતે આવેલ જન સેવા કેન્દ્ર પર મતદાન કર્યું
*
મહેસાણામાં જિલ્લા પંચાયતમાં 10 વાગ્યા સુધીમાં 6.75 ટકા મતદાન, સૌથી વધુ ખરોડમાં 11.51 ટકા
*
ચાણસ્મા-સરસ્વતીમાં EVM ખોટકાતા
*
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે.
*
મહેસાણા, ઊંઝા, કડી અને વિસનગર પાલિકાની ચૂંટણીમાં 923 ઉમેદવારોનું ભાવિ 16,37,155 મતદારો નક્કી કરશે.
*
મહેસાણા વોર્ડ નં.5માં કોંગ્રેસના ઉમેદવારને પ્રવેશ ન આપતા રોષનો માહોલ જોવા મળ્યો.

સૌરાષ્ટ્રના પાટીદાર વિસ્તારોનું મતદાન

જિલ્લા-તાલુકા પંચાયત

ટકાવારી

રાજકોટ

54.34 ટકા

કોટડાસાંગાણી

51.01 ટકા

લોધિકા

55.44 ટકા

પડધરી

54.86 ટકા

ગોંડલ

41.54 ટકા

જેતપુર

45.34 ટકા

ધોરાજી

45.00 ટકા

ઉપલેટા

43.66 ટકા

જામકંડોરણા

41.48 ટકા

જસદણ

45.61 ટકા

વિંછીયા

42.10 ટકા

સૌરાષ્ટ્રમાં મતદાનની સ્થિતિ
*
ગોંડલના રાજવી પરિવાર દ્વારા મતદાન કરવામાં આવ્યું
*
ભાવનગરના મહુવા તાલુકાના ટીટોઙીયા ગામ ખાતે 107 વર્ષની વધુ વય ઉપરના માજી મતદાન કરવા પહોંચ્યા
*
સુરેન્દ્રનગરના લીંબડીના વોર્ડ નં. 4ના એક બુથ પર EVM ખોટકાતા 20 મિનિટ મતદાન બંધ રહ્યું, ફરી મતદાન શરૂ
*
જામનગર: લાકડીના ટેકે મતદાન મથકે પહોંચતા વડીલોને પોલીસ અને સ્વજનો હાથ પકડીને મતદાન કરવા લઇ જઇ રહ્યાં છે.
*
ભાવનગર જિલ્લા પંચાયતમાં 10 વાગ્યા સુધીમાં 7.9 ટકા મતદાન સૌથી વધુ મોરચંદમાં 11.21 ટકા
*
ગીર સોમનાથ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 7થી 9 ટકા મતદાન
*
મંત્રી જયેશભાઇ રાદડીયાએ જામકંડોરણા તાલુકા શાળા ખાતે મતદાન કર્યું
*
ગોંડલના બિલિયાળામાં જાન માંડવે પહોંચે તે પહેલા જ વર-કન્યાએ મતદાન કર્યું
*
ગોંડલ પાલિકામાં બે કલાકમાં 4.52 ટકા મતદાન, મતદારોની લાંબી લાઇન
*
અમરેલી, ભાવનગર, ગોંડલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે.
*
અમરેલીના 11 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા માટે મતદાન શરૂ થયું છે
*
રાજ્ય સરકારના પ્રધાન કુવરજી બાવળીયાએ રાજકોટ વિછીંયા ખાતે મતદાન કર્યું.

મધ્ય ગુજરાતમાં મતદાનની સ્થિતિ

* ઝાલોદમાં EVM તોડી નાખતા ફરી મતદાન કરવામાં આવશે. * દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઘોડિયા ગામના મતદાન મથકમાં EVMમાં તોડફોડ * અંક્લેશ્વર ખાતે મતદાનની આગલી રાતે વોર્ડ નંબર-8ના કોંગ્રેસના ઉમેદવારના સમર્થકો દ્વારા કવર વહેંચવામાં આવ્યા હોવાનો વીડિયો વાયરલ થયો * પંચમહાલના નાવરિયા ગામમાં 25 વર્ષથી વિકાસ ન થતાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો * ગાંધીનગરના દહેગામના વોર્ડ નંબર પાંચમાં મતદાન કરી વરરાજા ઘોડે ચડ્યાં * ​​​​​​આણંદ જિલ્લા પંચાયતમાં 10 વાગ્યા સુધીમાં 5.2 ટકા મતદાન, સૌથી વધુ આસોદરમાં 9.72 ટકા * ડાંગ જિલ્લામાં ગોટીયામાળ અને બરડપાણી બુથ પર EVM મશીન ખોટકાતા 1 કલાક મતદાન બંધ રહ્યું હતું * પંચમહાલ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ ગોધરા નગરપાલિકાના વોર્ડ નં.11 માટે તેલંગ હાઇસ્કુલ ખાતે મત આપ્યો * દાહોદમાં પ્રથમ બે કલાકમાં 6.32 ટકા મતદાન * નડિયાદમાં વોર્ડ-12 EVM ખોટકાતા ઉમેદવારો-મતદારોમાં રોષનો માહોલ સર્જાયો હતો. * નસવાડીમાં વરરાજાએ લગ્નના સાત ફેરા કરતા પહેલા લોક સાહિના પર્વમાં ભાગીદાર બની મતદાન કર્યું છે. * દાહોદમાં રાજ્યસરકારના પ્રધાન બચુભાઈ ખાબડએ મતદાન કર્યું.

દક્ષિણ ગુજરાતમાં મતદાનની સ્થિતિ
*
નવસારીના વોર્ડ નંબર આઠમાં અખિલ હિંદ મહિલા સ્કૂલમાં બોગસ મતદાર પકડાયો
*
વલસાડના ઉમરગામના નારગોલમાં ચૂંટણીનો બહિષ્કાર, 11.30 વાગ્યા સુધીમાં એકપણ મત ના પડ્યો
*
ભરૂચ નગરપાલિકામાં 2 કલાક માં 7 ટકા
*
સુરત જિલ્લામાં 4 નગરપાલિકા 34 જિલ્લા પંચાયત અને 176 તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન ચાલી રહ્યું છે
*
બપોર સુધીમાં સરેરાશ 20 ટકા જેટલું મતદાન થયું
*
સુરત અને તાપીના કુલ 16.56 લાખ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
*
બાબેન ખાતે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે અને સઠવાવ ગામ ખાતે સાંસદ પ્રભુ વસાવાએ મતદાન કર્યું હતું

 

adv

Related News

post
post
post
post
post
post
post