• Home
  • News
  • ગુજરાત પાલિકા-પંચાયત રિઝલ્ટ:મોદી કરતાં મોટો વિજય, કોંગ્રેસમુક્ત સ્વરાજ! મનપા પછી હવે જિલ્લા-તાલુકા અને પાલિકામાં ભાજપે ક્લિનસ્વીપ કર્યું
post

અમિત ચાવડાએ કોંગ્રેસ-પ્રમુખપદેથી, જ્યારે પરેશ ધાનાણીએ વિધાનસભામાં વિરોધપક્ષના નેતાપદેથી રાજીનામું આપ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-03 09:26:56

ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં અત્યાર સુધીમાં સૌથી મોટો વિજય મેળવ્યો છે. ફેબ્રુઆરીમાં યોજાયેલી કુલ 349 સંસ્થાઓ પૈકી 310 સંસ્થાઓ સાથે ભાજપે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની 90 ટકા સંસ્થાઓ કબજે કરી લીધી છે. અગાઉ તમામ 6 મહાનગરપાલિકા કબજે કર્યા બાદ મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે કુલ 81માંથી 75 નગરપાલિકા, તમામ 31 જિલ્લા પંચાયતો તથા કુલ 231માંથી 196 તાલુકા પંચાયતો જીતી હતી. જ્યારે કોંગ્રેસે 3 નગરપાલિકા અને 33 તાલુકા પંચાયતોમાં વિજય મળ્યો હતો. નિરાશાજનક પરિણામોને પગલે કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામા આપી દીધાં છે.

2015ની ચૂંટણીમાં ગ્રામ્ય સ્તરે જબરદસ્ત ઝાટકો ખાધાં બાદ ભાજપે આ ચૂંટણીમાં તમામ કસર પૂરી કરી નાંખી છે. 2015ની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતો પૈકી કોંગ્રેસને 24 અને ભાજપને 6 પંચાયત મળી હતી અને 1 પર ટાઇ સર્જાઇ હતી. તો 231 તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસને 142, ભાજપને 77 તથા અન્યોને 11 પંચાયત મળી હતી.

આ સ્થિતિ જોઇએ તો ભાજપે ગુજરાતના અંદાજે 90 ટકા ભૌગોલિક વિસ્તાર પર રાજકીય વર્ચસ્વ મેળવી લીધું છે. આ પરિણામોની તુલના ટકાવારી પ્રમાણે વિધાનસભાની કુલ બેઠકો સાથે કરીએ તો 182 બેઠકો પૈકી 90 ટકા લેખે ભાજપને 164 બેઠકો મળે, જ્યારે કોંગ્રેસને માત્ર 18 બેઠકો મળે.

2005ના વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 64 ટકા, કોંગ્રેસને 29 ટકા જ્યારે અપક્ષોને 7 ટકા બેઠકો મળી હતી. 2010ના વર્ષમાં ભાજપને 78 ટકા, કોંગ્રેસને 14 ટકા જ્યારે અપક્ષોને 2 ટકા બેઠકો મળી હતી જ્યારે 6 ટકા બેઠકો પર ટાઇ પડી હતી.

ક્યાં કોના કેટલા ઉમેદવાર, કેટલી બેઠકો

ઉમેદવારો

ભાજપ

કોંગ્રેસઅન્ય

31 જિલ્લા પંચાયત

980

799

17110

81 નગરપાલિકા

2720

2086

401 233

231 તાલુકા પંચાયત

4774

3354

1231 164

કુલ ઉમેદવારો

8474

6239

1803 407

81 નગરપાલિકા

પાર્ટી

2021

2015

ભાજપ

75

55

કોંગ્રેસ

3

16

અન્ય

3

10

​​​​​​​31 જિલ્લા પંચાયત

પાર્ટી

2021

2015

ભાજપ

31

8

કોંગ્રેસ

0

23

​​​​​​​231 તાલુકા પંચાયત

પાર્ટી

2021

2015

ભાજપ

196

91

કોંગ્રેસ

33

140

આફતમાં અવસર; કોરોનામાં, ભાજપની ક્લીન સ્વીપની હેટ્રિક, (છેલ્લા 6 માસની ચૂંટણીઓના પરિણામ) ​​​​​​​

ચૂંટણી

બેઠકો

ભાજપ

કોંગ્રેસ

ટકામાં

પેટાચૂંટણી

8

8

0

100%

રાજ્યસભા

2

2

0

100%

મનપા

6

6

0

100%

ન.પા.

81

75

3

92.50%

જિ. પંચાયત

31

31

0

100%

તાલુકા

231

196

33

85%

​​​​​​​ઓવૈસીના પક્ષે ગોધરામાં 8માંથી 7 બેઠકો જીતી, ગામડાંમાં આપને 42

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ગોધરામાં નગરપાલિકાની ચૂંટણીમાં 8 ઉમેદવાર ઉતાર્યા હતા જેમાંથી 7 જીત્યાં છે જ્યારે મોડાસામાં તેમના 9 ઉમેદવાર જીતતા રાજ્યમાં પાર્ટીએ કુલ 16 બેઠકો જીતી હતી. આ તરફ આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કુલ 42 બેઠકો જીતી છે. એક તરફ કોંગ્રેસનો સફાયો થયો તો બીજી તરફ ઓવૈસીની પાર્ટી અને આપની જીતના પગલે રાજ્યમાં પહેલીવાર અન્ય પક્ષોનો પગપેસારો મજબૂત બન્યો છે. ભાજપે આપની જીતને નગણ્ય ગણાવી હતી.

​​​​વિધાનસભાના નેતા વિપક્ષ અને પ્રદેશ પ્રમુખના રાજીનામા
​​​​​​​મનપા બાદ જિલ્લા-તાલુકા અને નપાની ચૂંટણીમાં પણ કારમો પરાજય થતાં અમિત ચાવડાએ કોંગ્રેસ -પ્રમુખપદેથી, જ્યારે પરેશ ધાનાણીએ વિધાનસભામાં વિરોધપક્ષના નેતાપદેથી રાજીનામું આપ્યું છે, જેનો હાઇકમાન્ડે સ્વીકાર કરી લીધો છે.

આ બાદ એવું કહી શકાય કે મનપા તેમજ જિલ્લા-તાલુકા તેમજ નગરપાલિકામાં મોટી હાર બાદ કોંગ્રેસ હવે નવસર્જનના માર્ગે અગ્રસર થઈ છે અને માર્ચના અંત સુધીમાં પાર્ટીમાં કેટલાક નવા ચહેરાઓ પણ જોવા મળી શકે છે. જ્યાં સુધી કોંગ્રેસ નવા પ્રમુખનું નામ જાહેર ન કરે ત્યાં સુધી કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સંગઠનની જવાબદારી સંભાળી શકે છે. સુરત મનપામાં બેઠકો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીએ જિલ્લા-તાલુકા તેમજ નગરપાલિકામાં પણ પોતાની એન્ટ્રી કરી લીધી છે.

પરિણામ બાદ વડાપ્રધાનનું ટ્વીટ

જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની જીત માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી જોરશોરથી પ્રચાર કરતા નજરે ચઢ્યા હતા. મુખ્યમંત્રીનો પ્રચાર સમયે મુખ્ય મુદ્દો વિકાસનો હતો, જ્યારે સી.આર પાટીલ પોતાની પેજપ્રમુખ ફોર્મ્યુલાથી શહેરો બાદ ગામડાંમાં પણ સફળ રહ્યા છે. બીજી તરફ, ઠેર-ઠેર ભાજપમાં વિજય ઉત્સવની ઉજવણીઓ ચાલી રહી છે ત્યારે પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમઆદમી પાર્ટીઓએ એન્ટ્રી મારી દીધી છે. ભાજપે પણ તમામ જિલ્લા પંચાયતની બેઠકો જીત કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં છે.

પરિણામ બાદ અમિત શાહનું ટ્વીટ

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ભાઈ-ભત્રીજાનો કારમો પરાજય
જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાઓની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપ વિજયકૂચ તરફ અગ્રેસર છે; ત્યારે પરિણામોમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની પણ હાર થઈ છે. પોરબંદરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા પણ તાલુકા પંચાયત બેઠક પર હારી ગયા છે. ઉત્તર ગુજરાતમાં ધારાસભ્ય અશ્વિન કોટવાળના પુત્રનો પણ કારમો પરાજય થયો છે તેમજ દ્વારકા જિલ્લા પંચાયતમાં કોંગી નેતા વિક્રમ માડમના પુત્રની પણ હાર થઈ છે. આમ, કોંગ્રેસના નેતાઓના સગાંસબંધીઓ અને ચાલુ ધારાસભ્યોનો પરાજય થયો છે.

28 ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન થયું હતું, જેમાં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન થયું હતું. શહેરી વિસ્તાર કરતાં ગામડાંમાં મતદાન સારું રહ્યું હતું.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત 8747 બેઠકોમાંથી 237 બેઠક બિનહરીફ થઇ હતી, જેમાં જિલ્લા પંચાયતમાં ભાજપે 25 બિનહરીફ, નગરપાલિકામાં 95માંથી ભાજપને 92, કોંગ્રેસને 2, અન્યને 1 બેઠક મળી છે, તાલુકા પંચાયતની કુલ 117 બિનહરીફમાંથી ભાજપને 111, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠકો મળી છે.

2015માં શું હતી સ્થિતિ
2015માં સ્થાનિક સ્વરાજની યોજાયેલી ચૂંટણીનાં પરિણામની વાત કરીએ તો જિલ્લા પંચાયતોમાં 972 બેઠકોમાં કોંગ્રેસને 595 અને ભાજપને 368 બેઠકો મળી હતી, જ્યારે અન્યને 9 બેઠકો મળી હતી. 2015માં 231 તાલુકા પંચાયતોની 4715 બેઠકમાંથી કોંગ્રેસને 2555 ભાજપને 2019 અને 141 અન્યને મળી હતી. તો 81 નગરપાલિકામાં 2675 બેઠકોમાંથી ભાજપને 1197, કોંગ્રેસને 673 અને અન્યને 205 બેઠકો જ્યારે બીએસપીને 4 બેઠકો મળી હતી. આમ 2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસને તો નગરપાલિકાઓમાં ભાજપનું જોર રહ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post