• Home
  • News
  • હજુરિયા ખજૂરિયા પછી જયપુરિયા : કોંગ્રેસના 36 ધારાસભ્ય જયપુર પહોંચ્યા, મોટી રાજકીય ઉથલ પાથલના એંધાણ
post

કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગની ભીતિ, 50 ધારાસભ્યોને જયપુરના રિસોર્ટમાં રાખશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-16 10:57:38

ગાંધીનગરઃ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખતાં ગુજરાત કોંગ્રેસનો જીવ અધ્ધર થયો છે. ભાજપ ત્રીજી બેઠક જીતવા હોર્સ ટ્રેડિંગ કરે તેવી ભીતિથી ગુજરાત કોંગ્રેસના 36 ધારાસભ્યોને જયપુર ખસેડાયા છે. જેમાં સી.જે. ચાવડા, લલિત વસોયા સહિતના ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

અમે ચાર ધારાસભ્ય સુરતથી જયપુર જઈએ છીએઃ આનંદ ચૌધરી
સુરત એરપોર્ટથી જયપુર જઈ રહેલા માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ કહ્યું કે જે કંઈ થઇ રહ્યું છે એને લઈ સમાજે ચિંતા કરવી રહી, અમે ચાર કોંગ્રેસના ધારાસભ્યો જયપુર જઇએ છીએ.
4
રિસોર્ટમાં અલગ અલગ રાખશે, લોકશાહીના પાઠ ભણાવશે

જો કે આ ધારાસભ્યોને એક જ રિસોર્ટમાં રાખવામાં નહીં આવે. કોંગ્રેસે ધારાસભ્યો માટે 4 રિસોર્ટ બુક કરાવ્યા છે. જેમાં શિવ રિસોર્ટ, બ્યુએના રિસોર્ટ, લક્ષ્મી વિલાસ અને ટ્રી હાઉસના નામ છે. કોંગ્રેસના કુલ 50 ધારાસભ્યોને ગુજરાત બહાર રાખશે. આ સિવાયના ધારાસભ્યો વિધાનસભામાં હાજરી આપશે. જયપુરના રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યોને લોકશાહી અને કોંગ્રેસ કલ્ચરના અલગ અલગ પાઠ ભણાવવામાં આવશે. આ ઉપરાંત દિલ્હીથી કોંગ્રેસના અલગ અલગ તજજ્ઞો આવીને વર્કશોપ પણ કરશે. સાથે સાથે ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારની નબળાઈ અને ભાજપના નેતાઓના વલણ અને ચાલથી સાવચેત રહેવાની શિખામણ પણ અપાશે.

22 ધારાસભ્ય ઈન્ડિગોની ફ્લાઈટમાં જયપુર ગયા

કનુ બારીયા, શિવા ભુરીયા, પ્રવિણ મુછડિયા,મહેશ પટેલ, રાજેન્દ્ગસિંહ ઠાકોર, ચંદ્રીકા બારિયા, ભાવેશ કટારા, કિરીટ પટેલ, મધુબેન રાઠોડ, ભરત ઠાકોર, લલિત વસોયા,સી.જે. ચાવડા, વિમલ ચુડાસમા, કાંતિ ખરાડી, પ્રવિણ મારૂ, જશુ પટેલ, નૌશાદ સોલંકી, જશપાલ ઠાકોર, બાબુ વાળા, આનંદી ચૌધરી, મોહનલાલ વાળા, વજેસિંહ પણદા સાંજે ઇન્ડિગોની ફ્લાઈટમાં જયપુર ગયા છે.

શિવ વિલાસ રિસોર્ટમાં ધારાસભ્યોનો ઉતારો
અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાને જયપુર જવા માટે પ્રદેશ કોંગ્રેસ તરફથી સૂચના મળી હતી પરંતુ કોઈ કારણસર તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ન હતા. આ પંદર ધારાસભ્યોને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીની આગેવાની હેઠળ જયપુર લઇ જવાયા છે. આ તમામ ધારાસભ્યોને આવકારવા જયપુર એરપોર્ટ પર રાજસ્થાન વિધાનસભાના દંડક આવ્યા હતા અને તેમને દિલ્હી રોડ પર આવેલા શિવ વિલાસ રીસોર્ટમાં ઉતારો આપ્યો છે.

જયપુરમાં કોરોનાથી પણ સાચવવું પડશે, 4 પોઝિટીવ કેસ
જયપુરમાં કોરોના વાઈરસના 4 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. આ બંને ઇટાલીના નાગરિક હતા. જયપુર જઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ આ માટે પણ સાવચેતી રાખવી પડશે.

આ ધારાસભ્યો હાલ જયપુરના શિવ વિલાસ રિસોર્ટમાં

1-અજીતસિંહ ચૌહાણ(બાલાસિનોર)
2-
રાજેશ ગોહિલ(ધંધુકા)
3-
રૂત્વિજ મકવાણા(ચોટીલા)
4-
પુનમભાઈ પરમાર(સોજીત્રા)
5-
હર્ષદ રિબડીયા(વિસાવદર)
6-
બળદેવજી ઠાકોર(કલોલ)
7-
ઈન્દ્રજીતસિંહ(મહુધા)
8-
લાખાભાઈ ભરવાડ(વિરમગામ)
9-
ચંદનજી ઠાકોર(સિદ્ધપુર)
10-
નાથાભાઈ પટેલ(ધાનેરા)
11-
ચિરાગ કાલરિયા(જામજોધપુર)
12-
હિંમતસિંહ પટેલ(બાપુનગર)
13-
ગેનીબેન ઠાકોર(વાવ)
14-
કાંતિ પરમાર(ઠાસરા)

ધારાસભ્યોને શક્તિસિંહ અને ભરતસિંહ એમ બે અલગ અલગ જૂથમાં વહેંચ્યા
આ ધારાસભ્યોને શક્તિસિંહ અને ભરતસિંહના એમ અલગ અલગ બે જૂથમાં વહેંચવામાં આવ્યા છે.જેમાંથી એક જૂથ ઉદેપુર અને એક જૂથ જયપુર જશે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યો ભરતસિંહ જૂથનું છે. આ સિવાય 15 કે 18 ધારાસભ્યો વિધાનસભામાં રહેશે.

ભાજપે ત્રીજો ઉમેદવાર ઉતારતા રાજકીય ઉથલ પાથલ
રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે ભાજપ-કોગ્રેસને ફાળે બે-બે બેઠકો આવે એમ છે. જ્યારે 26 માર્ચના રોજ મતદાન યોજાવાનું છે. પરંતુ ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ઉતારતા કોંગ્રેસને હોર્સ ટ્રેડીંગનો ભય સતાવવા લાગ્યો છે. તેમજ રાજકીય ઉથલ પાથલ થઈ ગઈ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post