• Home
  • News
  • MPના પગલે ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારાસભ્યોનો બળવો, 3 વર્ષમાં કોંગ્રેસ ચોથી વાર તૂટી, ચાર ધારાસભ્યોનાં રાજીનામા
post

પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા ગાંડા પટેલ, પ્રવિણ મારૂ, જે.વી.કાકડીયાના રાજીનામા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-16 10:51:23

અમદાવાદઃ મધ્યપ્રદેશના પગલે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો પણ બળવો કર્યો છે. 4 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. જ્યારે અન્ય કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આ રાજીનામાનો વિધાનસભા અધ્યક્ષે સ્વીકાર કર્યો છે. વિધાનસભા અધ્યક્ષે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂના રાજીનામા સ્વીકાર્યા છે. જ્યારે ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતના રાજીનામા અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. 3 વર્ષમાં ગુજરાત કોંગ્રેસ ચોથી વાર તૂટી છે.

4 MLA ‘મને રોકો નાવાઇરસની ઝપેટમાં
પ્રવીણ મારુ: ગઢડાના દલિત ધારાસભ્ય પ્રવીણ મારુ છેલ્લા કેટલાય સમયથી પાર્ટીની આંતરિક ખેંચતાણથી નારાજ હતા. ભરતસિંહ સોલંકીના ખૂબ નજીકના મનાય છે.
સોમાભાઈ પટેલ: લીંબડીથી ધારાસભ્ય. 2014માં ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા હતા. સોમા પટેલનો આરોપ છે કે કોંગ્રેસમાં મારી સાથે ભેદભાવ થઇ રહ્યો હતો.
જે.વી. કાકડિયા: ધારીથી પાટીદાર આંદોલનની અસર હેઠળ જીતીને આવ્યા બાદ કાકડિયા પાર્ટીમાં પરેશ ધાનાણી જૂથ સાથે સંકળાયેલા હોવાનું મનાય છે.
પ્રદ્યુમનસિંહ જાડેજા: અબડાસાના આ ધારાસભ્યએ પોતાના વિસ્તારના વિકાસના કામો થશે તો ભાજપમાં જોડાઈ જશે તેવી વાત વહેતી મૂકીને સંકેત આપી દીધા હતા.
ચોથી વાર ભંગાણ... 3 વર્ષમાં કુલ 11 MLAએ કોંગ્રેસ છોડી

·         2018માં કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ છોડી, ભાજપમાં આવ્યા, હવે મંત્રી છે.

·         2019માં જવાહર ચાવડા, ડો. આશા પટેલ, પુરુષોત્તમ સાબરિયા, વલ્લભ ધારવિયા

·         2019માં રાજ્યસભા ચૂંટણી વખત અલ્પેશ ઠાકોર, ધવલ ઝાલાએ ક્રોસ વોટિંગ કરી, ભાજપમાં જોડાયા, વિધાનસભા પેટા ચૂંટણી લડ્યા જેમાં હારી ગયા.

·         2020માં સોમા પટેલ, પ્રવીણ મારુ, જે.વી. કાકડિયા, પ્રદ્યુમન જાડેજાએ કોંગ્રેસ છોડી.

મને સ્વૈચ્છિક રાજીનામા આપ્યા, હવે તેઓ ધારાસભ્ય નથીઃ વિધાનસભા અધ્યક્ષ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ માહિતી ખાતાને વિગતો આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીમાં 4 કોંગ્રેસના ધારાસભ્યોએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યા છે,તેમણે સ્વૈચ્છિક રાજીનામા આપ્યા હોવાથી મેં આ રાજીનામાનો સ્વીકાર કર્યો છે.વિધાનસભા અધ્યક્ષે ઉમેર્યું કે આ ચારેય કોગ્રેસના ધારાસભ્યઓએ મને રૂબરૂ આવીને સ્વૈચ્છિક રાજીનામા આપ્યા છે, જેનું યોગ્ય વેરિફિકેશન કર્યાં બાદ મેં સ્વીકાર કર્યો છે. હવે તેઓ ધારાસભ્ય રહેતા નથી.

કોંગ્રેસના એક ઉમેદવાર ફોર્મ પાછું ખેંચી શકે

એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા અને ગુમ થવા લાગતા કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે. જેને પગલે રાજ્યસભાના બે ઉમેદવાર એવા શક્તિસિંહ ગોહિલ અથવા ભરતસિંહ સોલંકી ફોર્મ પાછું ખેંચે એવી શક્યતા છે.

ભાજપ ભ્રામક વાતો ફેલાવે છે, કાલે ફ્લોર ઉપર બધી સ્પષ્ટતા થશેઃ અમિત ચાવડા
એક બાદ એક પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોવાની વાત સામે આવતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, વિધાનસભા અધ્યક્ષે સ્પષ્ટતા કરી નથી. કોઇએ સત્તાવાર કહ્યું નથી, છતાંય ભાજપ ભ્રામક વાતો ફેલાવે છે. કાલે ફ્લોર ઉપર બધી સ્પષ્ટતા થશે.

ભાજપે અમારા એક પણ ધારાસભ્યને બાકી રાખ્યા નથી: અશ્વિન કોટવાલ
જ્યારે ધારાસભ્ય અશ્વિન કોટવાલે કહ્યું કે, ભાજપે અમારા એક પણ ધારાસભ્યને બાકી રાખ્યા નથી, બધાનો સંપર્ક કર્યો છે.

બે ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે અને બેની વાત છે: કેબિનેટ મંત્રી બાવળિયા
આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા મામલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે,કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો જે અમારા બધાના સંપર્કમાં હતા. સાથે સાથે જેનો સંપર્ક થઈ શક્યો નથી, તેઓ પણ નવાજૂની કરવાના મૂડમાં છે. એકાદ બે સૌરાષ્ટ્રના અને મધ્યગુજરાતના પણ બેક ધારાસભ્યો છે. બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે અને બેની વાત છે, સંપર્ક થતો નથી. રાહ જોવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ધારાસભ્યો રાજીનામું આપશે. જ્યારે સોમાગાંડા પટેલને લઈ સૂચક નિવેદન આપતા કહ્યું કે પહેલા પણ સાથે હતા અને ભવિષ્યમાં પણ સાથે હોઈશું.

5 ધારાસભ્યના રાજીનામા મંજૂર થયા બાદનું ગણિત અને સમીકરણ

વિધાનસભાની બેઠક= 175

રાજ્યસભાની 4 બેઠક પર ચૂંટણી
ભાજપ પાસે સંખ્યાબળ= 103
રાજ્યસભાની એક સીટ જીતવા માટે જરૂરી મત=35
ભાજપના 3 ઉમેદવારને જીતવા કુલ 35×3=105 મતની જરૂર
ભાજપ+(ભાજપ 103+ 1 NCP(જો સમર્થન આપે તો))= 104
કોંગ્રેસ+ (કોંગ્રેસ 68+1 જીગ્નેશ મેવાણી)= 69
કોંગ્રેસના 2 ઉમેદવારને જીતવા 35×2 એટલે કે 70 મત જોઈએ
કોંગ્રેસ પાસે 68 જ મત હોવાથી એક ઉમેદવારને ઘેર જવાનો વારો આવી શકે
ભાજપને જીતવા માટે માત્ર 1 મતનો ખેલ પાડવો પડે

4 બેઠક માટે પાંચ ઉમેદવાર મેદાનમાં, 26 માર્ચે મતદાન અને મતગણતરી
રાજ્યસભાની 4 સીટની ચૂંટણી માટે ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી કરી છે. જ્યારે કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ફોર્મ ભર્યાં છે. આ ફોર્મની16 માર્ચે ચકાસણી થશે અને 18 માર્ચ સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્યાર બાદ 26 માર્ચે સવારના 9 વાગ્યાથી 4 વાગ્ય સુધી મતદાન યોજાશે અને સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરાશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post