• Home
  • News
  • વિશ્વ સાક્ષરતા દિવસ:10 વર્ષમાં શિક્ષણ પાછળ દોઢ લાખ કરોડનો ખર્ચ છતાં ગુજરાત સાક્ષરતા દરમાં 9મું
post

1981થી 1991ના દશકામાં સાક્ષરતા દર સૌથી વધુ 16 ટકા વધ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-08 12:25:36

દેશના સરેરાશ સાક્ષરતા દર 77.3 ટકા કરતાં ગુજરાતનો સાક્ષરતા દર 82.4 ટકા થોડોક વધારે છે પણ અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત સાક્ષરતા દરમાં નવમા ક્રમે છે. કેરળ 96.2 ટકા સાથે પ્રથમ નંબરે છે.

ભારત સરકારની નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા હાઉસહોલ્ડ સોશિયલ કંઝપ્શન ઓન એજ્યુકેશન ઓફ ઇન્ડિયારિપોર્ટમાંથી આ વિગતો બહાર આવી છે. આ સર્વે જુલાઇ 2017થી જૂન 2018 સુધી કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ, રાજ્યમાં તમામ બાળકોને 3 કિમીના ઘેરાવામાં પ્રાથમિક શિક્ષણ જ્યારે 5 કિમી સુધીમાં માધ્યમિક શિક્ષણ પણ ઉપલબ્ધ છે.

ગુજરાત રાજ્યની સ્થાપના બાદ 1961માં થયેલી વસ્તી ગણતરીમાં રાજ્યનો સાક્ષરતા દર 31.5 હતો. 2011ની વસ્તી ગણતરીમાં સાક્ષરતા દર 78 ટકા હતો. 50 વર્ષમાં ગુજરાતમાં સાક્ષરતા દરમાં 46.5 ટકાનો વધારો થયો છે. 2001થી 2011 વચ્ચે કુલ સાક્ષરતા દરમાં 8.9 અંકનો વધારો થયો હતો જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 10.4 જ્યાર શહેરી વિસ્તારમાં 4.5 અંકનો વધારો થયો હતો. 2001માં પુરૂષ અને મહિલા સાક્ષરતા દર વચ્ચે 21.9 અંકનું અંતર હતું જે 2011માં 16.1 થયું હતું. 2011ની વસ્તી ગણતરી મુજબ, રાજ્યની કુલ વસ્તી 6 કરોડ 4 લાખ હતી. જેમાં 78 ટકા સાક્ષરતા દર છે. 22 ટકા લોકો એટલે 1.4 કરોડ લોકો સાક્ષર નથી.

સાક્ષર વ્યક્તિની વ્યાખ્યા શું?
જે વ્યક્તિ કોઇપણ ભાષામાં સમજપૂર્વક વાંચી અને લખી શકે તે સાક્ષર છે. 7 વર્ષથી ઓછી વયનું બાળક લખી કે વાંચી શકે પણ તેનો સાક્ષરમાં સમાવેશ થતો નથી. દર વર્ષે 8મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવાય છે. યુનેસ્કોએ 17 નવેમ્બર 1965માં તેની જાહેરાત કરી હતી.

ટોપ ટેન રાજ્ય

રાજ્ય

ટકાવારી

કેરળ

96.2

દિલ્હી

88.7

ઉત્તરાખંડ

87.6

હિમાચલપ્રદેશ

86.6

આસામ

85.9

મહારાષ્ટ્ર

84.8

પંજાબ

83.7

તમિલનાડુ

82.9

ગુજરાત

82.4

હરિયાણા

80.4

·         ​​​​​​કેરળમાં પુરુષ અને મહિલા વચ્ચે સાક્ષરતામાં માત્ર 2.2 ટકાનું જ અંતર છે. દેશમાં 84.7% પુરુષ જ્યારે મહિલાઓ માત્ર 70.3% સાક્ષર છે.

ગુજરાતમાં સાક્ષરતાની સ્થિતિ

1961માં કુલ સાક્ષરતા દર

31.50%

2011માં કુલ સાક્ષરતા દર

78%

ગ્રામ્ય વિસ્તારમાં સાક્ષરતા દર

71.70%

શહેરી વિસ્તારોમાં સાક્ષરતા દર

86.30%

પુરુષોમાં સાક્ષરતા દર

85.80%

મહિલાઓમાં સાક્ષરતા દર

69.70%

સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ

85.50%

દાહોદ જિલ્લો રાજ્યમાં છેલ્લે

58.80%

 

adv

Related News

post
post
post
post
post
post
post