• Home
  • News
  • માફ કરો બાળકો / ગુજરાતમાં સ્વાસ્થ્યનું 11 હજાર કરોડનું બજેટ છતાં વર્ષે સરેરાશ 36 હજાર બાળકનાં મોત
post

2019માં રાજકોટમાં 1235, અમદાવાદમાં ત્રણ મહિનામાં 253 બાળકનાં મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-06 09:42:58

રાજકોટ, ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ-રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતને લઇને ઘટસ્ફોટ થયો છે તે બાબતે પ્રત્યુત્તર આપતા નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રી નિતિન પટેલે કહ્યું હતું કે, અમદાવાદ-રાજકોટ બાળમૃત્યુદરમાં કોઇ વધારો થયો નથી. દેશના સરેરાશ બાળમૃત્યુ દર વર્ષ 2017માં હજારે 33ના મૃત્યુની સરખામણીએ ગુજરાતમાં સરેરાશ વર્ષ 2017માં 30 હતો જે ઘટીને નવેમ્બર-2019 સુધીમાં 25 બાળકો સુધી પહોંચ્યો છે. જે આંકડા બહાર આવ્યા છે તે ખોટા છે,સત્યથી વેગળા છે અને બાળકોના મોત કૂપોષણને કારણે થયા છે તેમાં કોઇ સંદેહ નથી તેમ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

 


નાયબ મુખ્યમંત્રી પટેલે કહ્યું હતું કે, છેલ્લા ૧૦ દિવસથી કોટાની હોસ્પિટલમાં બાળકોના મૃત્યુના સમાચારો આવે છે તે દુ:ખદ છે. અમદાવાદ-રાજકોટ સિવિલ હોસ્પિટલના જે અખબારી અહેવાલો આજે આવ્યા છે તે સંદર્ભે આજ સવારથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દસેક વખત ચિંતા વ્યકત કરતા ફોન કર્યા છે. મુખ્યમંત્રી અને મેં સતત સંકલનમાં રહીને આરોગ્ય સચિવ, કમિશ્નરશ્રી સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી આંકડાકીય માહિતિ અને વિગતો મેળવતા ફલિત થાય છે કે રાજ્યમાં પ્રતિવર્ષ ૧૨ લાખથી વધુ બાળકોનો જન્મ થાય છે. ત્યારે રાજય સરકારની સઘન વ્યવસ્થાને પરિણામે વર્ષ ૧૯૯૭માં પ્રતિ ૧,૦૦૦ બાળકોએ ૬૨ બાળકો મૃત્યુ પામતા હતા, તે ક્રમશ: ઘટીને વર્ષ ૨૦૧૭માં ૩૦ સુધી પહોંચ્યો છે અને નવેમ્બર ૨૦૧૯ સુધીમાં તે ૨૫ સુધી ઘટ્યો છે અને તે નજીકના ભવિષ્યમાં ૧૫થી નીચે લઇ જવાનો અમારો નિર્ધાર છે.


રાજકોટમાં શુ સ્થિતિ છે :
રાજકોટમાં 1 વર્ષમાં 0થી 12વર્ષ સુધીના 1235 બા‌ળકોના મૃત્યુ થયા છે. જ્યારે સરકારી આંકડા મુજબ રાજકોટ પીડીયુમાં વર્ષમાં 889 બાળકોના મોત થયા છે. આ અંગે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજકોટ અને અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલના બનાવોની બનાવ સંદર્ભે લોકોને સાચી જાણકારી આપવી જરૂરી છે. પી.ડી.યુ રાજકોટ, હોસ્પિટલ ખાતે ઓક્ટોબર- 2019 દરમિયાન કુલ 815 પ્રસૂતી, નવેમ્બર-2019 માં 846 પ્રસૂતિ અને ડીસેમ્બર-2019માં 804 પ્રસૂતિ થઈ હતી, તે પૈકી રાજકોટ હોસ્પીટલમાં પ્રસૂતિ થયેલ અને એસ.એન.સી.યુ. યુનિટમાં આ ત્રણ માસમાં 288,281,228 બાળકોને સારવાર માટે દાખલ કર્યા હતા. ઉપરાંત અન્ય બહારની હોસ્પિટલ માંથી રિફર થઈ ને 499 બાળકો રાજકોટ એસ.એન.સી.યુ. યુનિટમાં દાખલ થયા. જે પૈકી ઓક્ટોબર- 2019 માં 87 બાળકો (19.3%), નવેમ્બર-2019માં 71 બાળકો (15.5%) અને ડીસેમ્બર-2019માં 111 (28%) નવજાત શિશુના મૃત્યુ થયેલ છે.


મીડિયાના આંકડાને ખોટા કહેતી વખતે નીતિન પટેલે જ સરકારી આંકડાની પોલ ખોલી :
અમદાવાદ-રાજકોટમાં બાળ મૃત્યુદરમાં કોઈ વધારો નથી થયો. દેશમાં સરેરાશ બાળ મૃત્યુદર 2017માં 1000 બાળકે 33 હતો, જ્યારે ગુજરાતમાં 30 છે. મીડિયામાં આવેલા આંકડા ખોટા છે, સત્યથી વેગળા છે. ગુજરાતમાં 1000 બાળકે 30 બાળકોના મોત થાય છે. વર્ષે રાજ્યમાં સરેરાશ 12 લાખ બાળક જન્મે છે. આ મોત પાછળ સૌથી વધુ જવાબદાર કુપોષણ છે.


રાજ્યમાં આશરે પોણા બે લાખ બાળકો કુપોષણનો શિકાર થયા :
ગુજરાતમાં 2019ની સરખામણીમાં 1,41,142 બાળક કુપોષણનો શિકાર છે. આદિવાસી વિસ્તારમાં કુપોષણની સ્થિતિ ભયાનક છે. દાહોદ-નર્મદા જિલ્લામાં કુપોષણ છે. દાહોદમાં કુપોષિત બાળકોની સંખ્યા 14,191 છે, જ્યારે નર્મદામાં આ આંકડો 12,673 છે. આ બંને જિલ્લામાં અતિ ઓછા વજનના બાળકોની સંખ્યા પણ સૌથી વધુ છે.


નામની જ સરકારી હોસ્પિટલો 12 હજારથી વધુ જગ્યા ખાલી :
રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 4,644, સામૂહિક કેન્દ્રોમાં 3,916 અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 3,495 જગ્યા ખાલી છે. આ પૈકી વર્ગ-3 અને 4ના હોદ્દા પર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પદ્ધતિથી નિમણૂક કરાઈ છે, જ્યારે વર્ગ-1, 2 અને 3 પર 45% જગ્યા ખાલી છે.


2019
માં ક્યાં કેટલાં મોત


સ્થળ

મોત

ટકાવારી

સિવિલ, અમદાવાદ

1125

24%

પીડીયુ, રાજકોટ

889

19.10%

નવી સિવિલ, સુરત

661

15.80%

એએસજી, વડોદરા

877

21.90%

(રાજ્ય સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે)

અઢી કિલો સુધીના શિશુની સારવારનો ખર્ચ અઢી લાખ
ઓછું વજન ધરાવતા અઢી કિલો સુધીના પ્રત્યેક બાળકની 15 દિવસની સારવારનો ખર્ચ અંદાજે 50 હજારથી એક લાખ.

 

1 કિલોથી ઓછું

1 લાખ

દોઢ કિલો સુધીનું

50થી 75 હજાર

અઢી કિલો સુધીનું

50 હજાર


adv

Related News

post
post
post
post
post
post
post