• Home
  • News
  • ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 23 હજાર ક્યૂસેક પાણીની આવક, સપાટી વધીને 121.08 મીટરે પહોંચી
post

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 38 સે.મી.નો વધારો નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 12:08:58

કેવડિયા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 38 સે.મી.નો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 121.08 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની 23,108 ક્યૂસેક પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં હાલ નજીવો વઘારો થયો છે.

ડેમમાં 1413.66 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો ઉપબલ્ધ
નર્મદા ડેમ ખાતે હજી પણ 1200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ છે. હાલ નર્મદા ડેમમાં 1413.66 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો ઉપબલ્ધ છે. આ વર્ષે ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમ હજી ભરાયા નથી. આ બંને ડેમ ભરાયા બાદ જ નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવશે. જોકે હાલ નર્મદા ડેમમાં નદી-નાળાઓની પાણીની આવક થતાં ડેમની સપાટી વધી છે.

ભારે વરસાદને પગલે નર્મદા જિલ્લાના નદી નાળા છલકાયા
નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અનેક ધોધ અને નદી-નાળાઓ છલકાયા છે અને નાંદોદ તાલુકાના જૂના ઘાંટા ગામ ખાતે આવેલા ટકારા ધોધમાં ભરપૂર પાણી આવ્યું છે. જેને પગલે ધોધના આહલાદક દ્રશ્યો સર્જાયા છે.

 

રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા

ગરૂડેશ્વર

59 મિ.મી.

ડેડીયાપાડા

41 મિ.મી.

તિલકવાડા

72 મિ.મી.

નાંદોદ

44 મિ.મી.

સાગબારા

07 મિ.મી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post