• Home
  • News
  • ગુજરાતનું નામ વિશ્વફલક પર ચમકશે, 4000 એકરમાં તૈયાર થશે ગ્લોબલ આયુર્વેદ હબ
post

કોરોના મહામારીમાં આયુર્વેદનું શું મહત્વ છે તે માત્ર ગુજરાત, ભારત જ નહીં પરંતુ આખી દુનિયાના લોકોએ માન્યું છે. જેના કારણે આવનારા સમયમાં આયુર્વેદનું ભવિષ્ય ઉજ્જવળ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-31 14:48:19

સ્પેશિયલ અહેવાલ:  આયુર્વેદ અથવા આયુર્વેદશાસ્ત્ર એ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદ એટલે કે જે શાસ્ત્રમાં આયુષ્ય અને રોગનું જ્ઞાન આપવામાં આવે છે તે આયુર્વેદ છે. આયુર્વેદ એ શાસ્ત્ર છે જેના દ્વારા સારું આયુષ્ય રહે તે માટે તમામ પ્રકારના ઔષધિ આપવામાં આવી છે. જેને અનુસરવાથી દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે. જોકે આજની ઘડિયાળના કાંટે દોડતી ભાગતી જિંદગીમાં લોકો ખાન-પાનના નિયમોનું પાલન કરતાં નથી. તો આયુર્વેદના નિયમોનું પાલન તો દૂરની વાત છે. આયુર્વેદનું શું મહત્વ છે તે કોરોના નામની મહામારીએ આપણને સારી રીતે શીખવાડી દીધું છે. માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ દુનિયાના લોકો પણ માનવા લાગ્યા છે કે આયુર્વેદ એ કોરોના મહામારીમાં અસરકારક સાબિત થયું છે. ત્યારે આ આયુર્વેદનો વધારે વિસ્તાર થાય અને લોકો સુધી પહોંચવા માટે ભાવનગરના મોણપુર ગામમાં ગ્લોબલ આયુર્વેદ હબનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું.

 

શું હતો કાર્યક્રમ:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આયુર્વેદ પ્રેમ પણ જાણીતો છે. તો ગુજરાત રાજ્યમાં આયુર્વેદનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર તત્પર છે. ત્યારે આયુર્વેદનો વિકાસ માત્ર ગુજરાત કે ભારત પૂરતો જ સીમિત ન રહેતા સાત સમંદર પાર કરી દુનિયાના તમામ દેશો સુધી પહોંચે તે માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગરના મોણપુરમાં સરપંચશ્રી મોણપુર દ્વારા ગ્લોબલ આયુર્વેદ હબ ડેવલપમેન્ટ માટે વ્યાસ એન્ડ વ્યાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નિમણૂંક કરવામાં આવી છે. જેના ઉપક્રમે તમામ મહાનુભાવોના હસ્તે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 

કાર્યક્રમનો શું છે ઉદ્દેશ્ય:

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આયુર્વેદનો વિકાસ થાય અને તેની દરેક વસ્તુ તમામ લોકો સુધી પહોંચે તે રહેલો છે. જેના માટે ગુજરાત આયુર્વેદ બોર્ડના ચેરમેન હસમુખભાઈ સોનીએ ગ્લોબલ આયુર્વેદ હબના નેજા હેઠળ સંપૂર્ણ આયુર્વે વિકાસની યોજના દર્શાવી. વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામે દેશની આયુર્વેદ દ્વારા સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી. પ્રાણીમાત્ર પર સ્વાસ્થયના આશીર્વાદ વરસાવનાર ભગવાન ધન્વંતરીના મંદિર નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો

 

ગ્લોબલ આયુર્વેદ હબમાં શું હશે આકર્ષણો:  

ગ્લોબલ આયુર્વેદ હબમાં આયુર્વેદના દેવ ભગવાન ધન્વંતરીજીનું વૈશ્વિક કક્ષાનું મંદિર બનશે. સાથે બોટોનિકલ ગાર્ડન,સંપૂર્ણ આયુર્વેદિક હોસ્પિટલ, આયુર્વેદ સંસ્થાન કેન્દ્ર, આયુર્વેદ ગ્રામ, આયુર્વેદ કોલેજ, આયુર્વેદ યુનિવર્સિટી જેવી આયુર્વેદની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહે તેવું આયોજન છે. આ તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહે તે માટે સરપંચશ્રી મોનપુર દ્વારા ગ્લોબલ આયુર્વેદ હબના ડેવલપમેન્ટ માટે વ્યાસ એન્ડ વ્યાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નિમણુંક કરી છે.

 

કેટલાં વિસ્તારમાં તૈયાર થશે:

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામ અને તેની આજુબાજુના ગામની અંદાજિત 4000 એકરથી વધારે જગ્યામાં ગ્લોબલ આયુર્વેદ હબ આકાર પામી રહ્યું છે. આગામી વર્ષોમાં ગુજરાતને વૈશ્વિક કક્ષાનું આયુર્વેદ સંકુલ મળી રહેશે. જેના કારણે માત્ર વૈશ્વિક આયુર્વેદ ટુરિઝમનો વિકાસ જ નહીં થાય. પરંતુ અનેક લોકોને તેનાથી રોજગારી મળી રહેશે.

કાર્યક્રમમાં કયા મહાનુભાવોએ આપી હાજરી:

ગ્લોબલ આયુર્વેદ હબના ભૂમિપૂજન કાર્યક્રમમાં ગુજરાત આયુર્વેદ બોર્ડના ચેરમેન ડૉ.હસમુખ સોની, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડૉ.કિરીટ પટેલ, પૂર્વ ચીફ ટાઉન પ્લાનર પરેશ શર્મા, વ્યાસ એન્ડ વ્યાસના MD હિરેન વ્યાસ, પૂર્વ ઉચ્ચ અધિકારી મોહનીશ ભલ્લા સહિતના મહાનુભાવોએ હાજરી આપી. તેમણે ગામના યુવાનો અને ખેડૂતોને આયુર્વેદ અંગે માર્ગદર્શન આપ્યું. આ ખાસ પ્રસંગે મોણપુર ગામના દરબારગઢના રાજદીપસિંહ ગોહિલ પણ હાજર રહ્યા. રાજદીપસિંહ બાપુએ ગામની જમીન પર મહત્તમ આયુર્વેદિક ઔષધિઓ મળી રહે અને આયુર્વેદ હબ સ્થાપીને ગુજરાતને જ નહીં દેશને આયુર્વેદ હબ પૂરું પાડવાનું સપનું સેવ્યું છે. તમામ લોકોની અથાક મહેનત અને ધન્વતંરી ભગવાનની અસીમ કૃપાથી સપનું ટૂંક સમયમાં સાકાર થશે અને ગ્લોબલ આયુર્વેદ હબ લોકોની સેવા પૂરું પાડતું વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બનશે.

adv

Related News

post
post
post
post
post
post
post