• Home
  • News
  • 'સસુરાલ સિમર કા' ફેમ દીપિકા કક્કડના ઘરે ગુંજી કિલકારી:લગ્નનાં 5 વર્ષ બાદ એક્ટ્રેસે આપ્યો દીકરાને જન્મ, પતિ શોએબે સોશિયલ મીડિયામાં આપી જાણકારી
post

2010થી કરિયરની શરૂઆત કરી, બિગ બોસ સીઝન 12 જીતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-21 19:24:05

'બિગ બોસ 12'ની વિનર દીપિકા કક્કડના ઘરે કિલકારી ગુંજી ઉઠી છે. આ ખુશીના સમાચાર દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમે સોશિયલ મીડિયા દ્વારા આપ્યા છે. શોએબે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતા લખ્યું હતું કે, ‘અલહમદુલિલ્લાહ, આજે સવારે 21 જૂને અમારા પુત્રનો જન્મ થયો હતો. આ પ્રિમેચ્યોર ડિલિવરી છે. જો કે, ગભરાવાની કોઈ વાત નથી. તમારા બધાની પ્રાર્થનાની જરૂર છે.

આ પહેલાં 20 જૂને શોએબે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. બર્થ ડેના એક દિવસ બાદ જ એક્ટરના ઘરે નાના સભ્યનું આગમન થયું છે. આ સાથે જ લગ્નનાં 5 વર્ષ બાદ કપલ માતા-પિતા બન્યું છે.

22 જાન્યુઆરીએ કરી હતી પ્રેગ્નન્સીની જાહેરાત
22 જાન્યુઆરી, 2023 ના રોજ, દીપિકા અને શોએબે એક ખાસ રીતે તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતી વખતે, શોએબે ફેન્સને તેના માતાપિતા બનવાના સારા સમાચાર શેર કર્યા હતા. પોસ્ટ શેર કરતી વખતે શોએબે લખ્યું- આભાર, ખુશી, ઉત્સાહ અને ગભરાટ સાથે અમે આ સમાચાર તમારા બધા સાથે શેર કરી રહ્યા છીએ. આ અમારા જીવનની સુંદર ક્ષણ છે. હા અમે અમારા પ્રથમ બાળકની અપેક્ષા રાખીએ છીએ. ટૂંક સમયમાં અમે માતા-પિતા બનવાના છીએ. અમારા નાના મહેમાન માટે તમારી ઘણી બધી પ્રાર્થનાઓ અને પ્રેમની જરૂર છે.

લગ્નનાં 5 વર્ષ બાદ માતા-પિતા બન્યા કપલ
અત્રે ઉલ્લેખનીય છે કે, શોએબ અને દીપિકાએ 22 ફેબ્રુઆરી 2018ના રોજ લગ્ન કર્યાં હતાં.આ સ્થિતિમાં લગ્નનાં 5 વર્ષ બાદ આ દંપતીના ઘરે કિલકારી ગુંજી છે. લગ્ન બાદ દીપિકાની પ્રેગ્નન્સીને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી હતી.

થોડા સમય પહેલાં ટ્રોલર્સને આડેહાથ લીધા હતા
દીપિકાએ શોએબ પર અભદ્ર ટિપ્પણી કરનારા ટ્રોલર્સ પર પણ નિશાન સાધ્યું હતું. દીપિકાએ કહ્યું હતું કે, તે લોકો પણ તેમના જીવનમાં કંઈ કરી શકતા નથી, ખાસ કરીને તે તમામ મહિલાઓ, જેમણે શોએબને એમ કહીને ટ્રોલ કર્યો હતો કે તેણે અમારી વર્ષગાંઠ માટે કંઈ કર્યું નથી. હું હંમેશા તેના માટે સરપ્રાઈઝ પ્લાન કરીશ કારણ કે શોએબ તેના માટે લાયક છે.

'સસુરાલ સિમર કા'ના સેટ પર શરૂ થઇ લવસ્ટોરી
દીપિકા અને શોએબની લવ સ્ટોરી 2013 શરૂ થઈ ત્યારે શોએબે 'સસુરાલ સિમર' શો છોડી દીધો હતો. દીપિકા જણાવે છે કે,''શોએબે શો છોડ્યા બાદ હું સેટ પર લગભગ બે વર્ષ બીજા લોકોથી દૂર થવા લાગી. જ્યારે શોએબ એક પ્રોજેક્ટ માટે 40 દિવસ સુધી આઉટડોર શૂટિંગમાં ગયો ત્યારે હું તેને મળી શકતી નહોતી. આ દરમિયાન મને તેને લઈને ચિંતાઓ થવા લાગી હતી.'' આ પ્રકારનો એક કિસ્સો શોએબે પણ કરી કહ્યું કે,''મારા પિતાને બ્રેન હેમરેજ થયું હતું, એકનો એક દીકરો હોવાથી હું મા અને બહેન સાથે ત્યાં હાજર હતો. આ દરમિયાન દીપિકાએ અમને ઈમોશનલી સપોર્ટ કર્યો હતો. '

અત્રે ઉલ્લેખનીય છે કે, દીપિકા કક્કરના આ બીજા લગ્ન છે. તેના પહેલા લગ્ન રૌનક ગુપ્તા સાથે થયા હતા. એવું માનવામાં આવે છે કે દીપિકા-શોએબની નિકટતાના કારણે તેમના પ્રથમ લગ્ન તૂટી ગયા હતા.

દીપિકા ઘણા સમયથી એક્ટિંગથી દૂર છે
દીપિકા છેલ્લે સ્ટાર પ્લસના શો 'કહાં હમ કહાં તુમ' માં જોવા મળી હતી. ત્યારથી અત્યાર સુધી તે ટેલિવિઝનથી દૂર છે. હાલમાં, અભિનેત્રી તેના બ્લોગ દ્વારા પોતાને વ્યસ્ત રાખે છે, જ્યાં તે તેની ગર્ભાવસ્થા, સ્વાસ્થ્ય અપડેટ્સ, શોએબ સાથેની ડેટ અને તેના જીવનની નાની વિગતો શેર કરતી રહે છે.

2010થી કરિયરની શરૂઆત કરી, બિગ બોસ સીઝન 12 જીતી
દીપિકાએ 2010માં 'નીર ભરે તેરે નૈના દેવી'થી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે લક્ષ્મીનું પાત્ર ભજવ્યું હતું. આ પછી તેણે 'સસુરાલ સિમર કા' અને 'અગલે જનમ મોહે બિટિયા હી કીજો'માં કામ કર્યું. ટીવી સીરીયલ 'સસુરાલ સિમર કા' દીપિકાની કારકિર્દીનો સૌથી પ્રખ્યાત શો હતો, જે 2011 થી 2018 સુધી ચાલ્યો હતો. આ સિવાય દીપિકા 'ઝલક દિખલા જા 8', 'નચ બલિયે 8'' અને 'એન્ટરટેઈનમેન્ટ કી રાત' જેવા શોમાં પણ જોવા મળી હતી. દીપિકા બિગ બોસ 12 ની વિનર પણ રહી ચુકી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post