• Home
  • News
  • જ્ઞાનવાપી કેસમાં સુનાવણી પૂર્ણ,ચુકાદો આવતીકાલે
post

સોમવારે હાથ ધરાયેલી 45 મીનિટની સુનાવણીમાં કોર્ટે કુલ 4 અરજીઓ પર તમામ પક્ષકારોની દલીલો સાંભળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-23 16:41:53

નવી દિલ્હી:

વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જ્ઞાનવાપી કેસની આજે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જજે આ કેસનો ચુકાદો અનામત રાખ્યો છે. આ મામલે આવતીકાલે જિલ્લા કોર્ટનો નિર્ણય આવશે. કોર્ટે બંને પક્ષોની દલિલો સાંભળી છે. હવે આવતીકાલે કોર્ટ નક્કી કરશે કે કયા વિષયને પ્રાધાન્ય આપવું જોઈએ.

સોમવારે હાથ ધરાયેલી 45 મીનિટની સુનાવણીમાં કોર્ટે કુલ 4 અરજીઓ પર તમામ પક્ષકારોની દલીલો સાંભળી હતી, અને આ મુદ્દે કોની કઇ માંગ સ્વીકારીને સુનાવણી આગળ હાથ ધરવી તે અંગે આવતી કાલે બપોર સુધીમાં ચુકાદો આવી શકે છે.

જ્ઞાનવાપી કેસની સુનાવણી વચ્ચે કોર્ટમાં વધુ એક દલીલ કરવામાં આવી છે. હિંદુ પક્ષે પોતાની દલીલમાં કહ્યું છે કે, જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વજુ ખાનામાં વધુ એક શિવલિંગ છે. હાલ અરજદાર બંને પક્ષના વકીલો સાથે કોર્ટ રૂમમાં હાજર છે. બીજા કોઈને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવતો નથી.

આ દરમિયાન ફરી એક વખત વાદીના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, જ્ઞાનવાપી મસ્જિદના સર્વે કેસમાં પ્લઝ ઑફ વર્શિપ એક્ટ 1991 લાગુ પડતો નથી. વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસારવર્ષ 1937માં દીન મોહમ્મદ વિરુદ્ધ રાજ્ય સચિવના કેસમાં, 15 લોકોએ જુબાની આપી હતી કે,1942 સુધી પૂજા થતી હતીતેથી તે કાયદો ત્યાં અસરકારક રહેશે નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post