• Home
  • News
  • દેશની અડધી વસ્તી સારવાર માટે અહીં જ આવે છે, જોકે લોકડાઉનમાં તે બંધ છે અથવા તો કલાક-બે કલાક જ ચાલુ રહે છે
post

લોકડાઉન દરમિયાન લોકો ક્લીનીકમાં જવાનું ટાળે છે, ડોક્ટર પાસેથી ફોન પર ઈલાજ અથવા મેડિકલ સ્ટોર્સ પરથી દવાઓ લે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 09:22:30

જયપુર: કોરોનાના કારણે દેશમાં લોકડાઉનને 3 મે સુધી વધારવામાં આવ્યું છે. લોકડાઉનમાંથી છુટ આપવામાં આવે તેવી જરૂરી સેવાઓમાં મેડિકલ સર્વિસિસ પણ સામેલ છે, છતાં પણ દેશના ઘણા ભાગમાં પ્રાઈવેટ ક્લીનીક્સ અને હોસ્પિટલો પર તેની ખાસી અસર પડી છે. ઘણા ભાગમાં પ્રાઈવેટ હોસ્પિટલ બંધ છે અને ખુલી પણ છે તો માત્ર થોડા કલાકો માટે. ઈમરજન્સીના પગલારૂપે જે પણ ઓપરેશન હતા, તેને અનિશ્ચિત સમય માટે ટાળવામાં આવ્યા છે. પ્રાઈવેટ ક્લીનીકના ડોક્ટર મળવાની જગ્યાએ વોટ્સઅપ કે ફોન પર દવા અને સારવાર આપવાનુ વધુ પસંદ કરે છે.

અડધી વસ્તી પ્રાઈવેટ હોસ્પિટલ પર નિર્ભર

દેશમાં પ્રાઈવેટ હોસ્પિટલો ખુલે તે એટલા માટે પણ જરૂરી છે  કારણ કે દેશની અડધા કરતા પણ વધુ વસ્તી બીમાર થવાના સંજોગોમાં આ જ હોસ્પિટલોમાં સારવાર કરાવે છે. 2015-16ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના જણાવ્યા મુજબ, શહેરી વિસ્તારોની 56 ટકા અને ગ્રામીણ વિસ્તારોની 49 ટકા વસ્તી તેમની તબિયત બગડવા પર સૌથી પહેલા પ્રાઈવેટ હોસ્પિટલ કે ક્લીનીકમાં જ સારવાર કરાવે છે. 

જયપુરઃ લોકો ફોન પર જ દવા પુછી રહ્યાં છે

રાજસ્થાનના જયપુરમાં એક હજારથી વધુ પ્રાઈવેટ કલીનીક છે. લોકડાઉનના કારણે તેમાંથી 90 ટકા કલીનીક ચાલુ છે પરંતુ તે થોડા કલાકો જ ચાલુ રહે છે. પરકોટેના કિશનપોલ બજારમાં 40 વર્ષથી કલીનીક ચલાવી રહેલા ડો.વાસુદેવ થવાની જણાવે છે કે કર્ફ્યુના કારણે એક શીફટમાં ત્રણ કલાક જ ક્લીનીક ખોલે છે. પહેલા તેમના કલીનીક પર બે શિફ્ટમાં 100થી વધુ દર્દીઓ આવતા હતા. જોકે હવે 20 દર્દી જ આવી રહ્યાં છે. ડો.થવાનીના જણાવ્યા મુજબ, નાની-મોટી બીમારીમાં દર્દીઓ આસપાસના મેડિકલ સ્ટોર્સ પરથી દવા લઈ રહ્યાં છે અથવા તો ઘરેલુ ઉપચાર કરી રહ્યાં છે. કેટલાક લોકો ફોન પર દવા પુછી લે છે.

પાણીપતઃ દર્દીઓની સંખ્યા ન હોવા બરાબર

હરિયાણાના પાણીપતમાં 130 પ્રાઈવેટ હોસ્પિટલ છે. તેમાંથી 80 હોસ્પિટલમાં ઓપોડી ચાલી રહી છે. જોકે દર્દીઓની સંખ્યા ન હોવા બરાબર છે. પ્રવીણ કુમાર પત્નીને દવા અપાવવા માટે લઈ ગયા હતા. અહીં ગેટ પર જ તેમને કહેવામાં આવ્યું હતું કે ખાસી-તાવ કે ગળામાં દુખાવો છે તો સિવિલ હોસ્પિટલમાં જાવ. જોકે પ્રવીણને પત્ની માટે પેટના દુખાવાની દવા જોઈતી હતી. કમલેશ હાર્ટનો દર્દી છે. તેને ચેકઅપ માટે હોસ્પિટલમાં જવાનું હતું પરંતુ તે ગયો ન હતો. તેણે આખા મહિનાની દવા મંગાવી લીધી છે. હોસ્પિટલ અને સારા ક્લીનીક બંધ થવાનો ફાયદો નકલી ડોકટરો ઉઠાવ રહ્યાં છે. નાની-મોટી બીમારીઓ માટે દર્દીઓ તેમની પાસે જ જઈ રહ્યાં છે.

મુંબઈઃ BMC20 ક્લીનીકને નોટીસ આપી

મહારાષ્ટ્રમાં કર્ફ્યુ લાગ્યા પછીના 2-3 દિવસ બાદ ક્લીનીક અને પ્રાઈવેટ નર્સિંગ હોમ બંધ થવાની ફરિયાદ મળી હતી. બાદમાં BMCએ મહાનગરના 20 ક્લીનીકને અપેડેમિક ડિસીઝ એક્ટના ઉલ્લંઘન કરવાના આરોપમાં નોટિસ મોકલી હતી. બાદમાં મુંબઈ, પુના, ઓરંગાબાદ અને નાગપુરમાં તમામ ક્લીનીક ખુલ્યા છે. આઈએમએ મહારાષ્ટ્રના અધ્યક્ષ ડો.અવિનાશ ભોંડેનું કહેવું છે કે પ્રાઈવેટ પ્રેક્ટિસ કરનારાઓને પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ(PPE) મળી રહ્યાં નથી. તેના કારણે ડોક્ટર ક્લીનીક ખોલવાથી ડરી રહ્યાં છે.

ચંદીગઢ/મોહાલીઃ 85% હોસ્પિટલની ઓપીડી બંધ

પંજાબની સાડા સાત હજાર પ્રાઈવેટ હોસ્પિટલોમાંથી 85 ટકા હોસ્પિટલોની ઓપીડી બંધ છે. તેના કારણે ગાયનેક, અસ્થમા, ઓર્થો અને કિડનીના દર્દીઓને ખૂબ મુશ્કેલીઓ થઈ રહી છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં ડોક્ટર તેમના જૂના દર્દીઓને જ જોઈ રહ્યા છે. અહીં ઈમરજન્સી સેવાઓ તો ચાલુ છે, જોકે તેની ફીસ 500 રૂપિયાથી વધુ છે. આ સંજોગોમાં ડોક્ટર ઈમરજન્સી ફીસ લઈને ઓપીડીમાં જ ચેકઅપ કરી રહ્યાં છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નિર્દેશ આપ્યા છે કે જો હોસ્પિટલોએ તેમની ઓપીડી ન ખોલી તો તેમનું લાઈસન્સ રદ કરવામાં આવશે. અહીંના ડો.નરેશ બાઠલાનું કહેવું છે કે મોસમ બદલાવવાના કારણે શરદી-ખાસી, તાવના કેસ વધ્યા છે. એવામાં લોકોને લાગી રહ્યું છે કે કદાચ કોરોના ન હોય. આ સંજોગોમાં યોગ્ય ડોકટરી સલાહ ન મળવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post