• Home
  • News
  • પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા હાર્દિક પટેલની ધમકી, 23 માર્ચ સુધીમાં કેસો પાછા નહીં ખેંચાય તો ફરી પાટીદાર આંદોલન થશે
post

ભાજપની સરકાર સાથે વાર્તાલાપ કરવાનો કોઈ મતલબ જ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-21 11:49:15

પાટીદાર આંદોલન સમયે થયેલ કેસ પરત ખેંચવા માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે નવી રણનીતિને લઈ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે કહ્યું હતું કે, લાંબા સમય બાદ સરકાર સમક્ષ વાત પહોંચાડવા માંગું છું. સરકાર તેને મારી વિનંતી કે ચેતવણી જે સમજવું હોય તે સમજે. નેતા કે પક્ષના આગેવાન તરીકે નહીં પણ સમાજના આંદોલનકારી તરીકે હું આ કહેવા માંગું છું. આંદોલન માત્ર પાટીદાર સમાજનું નહોતું, તમામ સમાજના લોકોને આંદોલનના લાભ મળ્યા છે. માર્ચ-2017 બાદ આનંદીબેન પટેલે કેસ પરત ખેંચવા કહ્યું હતું, કેસ પરત ખેંચવા સમાજના અગ્રણીઓ સાથે વાત કરી હતી. આનંદીબહેને 140 કેસ પરત ખેંચ્યા હતાં.

ભાજપની સરકાર સાથે વાર્તાલાપ કરવાનો કોઈ મતલબ જ નથી
હાર્દિક પટેલે કહ્યું હતું કે,વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યાં બાદ પાટીદારો વિરૂદ્ધના કેસ પરત ખેંચાયા નથી. હજી ચારથી પાંચ હજાર પાટીદારો પર કેસ ચાલી રહ્યાં છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ સમાજના આગેવાન નરેશ પટેલ સહિતના આગેવાનોએ રજુઆત કરી હતી. અમે કેસો પરત ખેંચવા માટે આવેદન આપીશું. ધારાસભ્યો અને સંસદ સભ્યોનું સમર્થન માંગીશું. તેઓ નહીં આપે તો તેમના ઘરની બહાર ધરણા કરીશું. હવે ભાજપની સરકાર સાથે વાર્તાલાપ કરવાનો કોઈ મતલબ જ નથી. મારા પર 32 કેસ છે.સરકાર સીધી આંગળીએ ઘી નહિ કાઢે.

ચૂંટણી નજીક આવે તો સમાજના માણસને મુખ્યમંત્રી બનાવે છે
શહિદ થયેલા યુવાનોના પરિવારને સાથે રાખીશું. 23 માર્ચ સુધી નિર્ણય નહીં લેવાય તો અગાઉ જેવું આંદોલન ફરીથી થશે. પદ્માવતી ફિલ્મ સમયે જે કેસ થયા હતા ત્યારે પ્રદીપસિંહ ગૃહમંત્રી હતા જેથી કેસ પરત ખેંચવામાં આવ્યા હતા.રાજસ્થાનની અંદર અમારી સરકાર હતી ત્યારે ગુર્જર પર થયેલ કેસ પરત ખેંચ્યા છે. જે સમાજના યુવાનોને ઘર બાર છોડીને લોકો માટે આંદોલન કર્યું તેમના કેસ પરત ખેંચો. ભાજપ ચૂંટણી નજીક આવતાં જ સમાજના માણસને મુખ્યમંત્રી બનાવે છે. બાબુ જમનાને પણ ચિંતા હોય તો સમાજ માટે રજુઆત કરે અને ના સાંભળે તો તેઓ રાજીનામુ આપે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપી આંદોલન કરી શકું છું
અનેક સમાજના લોકોને લાભ મળ્યો છે જેમાં OBC, SC, ST સમાજના યુવાનોને લાભ મળ્યો છે.અમારી લડાઈ સત્યના માર્ગે હતી. સી.આર પાટીલ પ્રો પાટીદાર પોલિટિક્સ કરવા માંગે છે.જેના પર કેસ થયા તે વિદેશ નથી જય શકતા, સરકારી નોકરી નથી મળતી, મારા પર ના ખેંચો હું ઇલેક્શન નહીં લડી શકું.ચૂંટણી આવે એટલે ચર્ચા નથી કરી.23 માર્ચ સુધીમાં સરકાર નિર્ણય કરે નહિ તક સરકાર આંદોલન માટે તૈયાર રહે. સરકારે ડરાવવા અને ધમકાવવા માટે કેસ કર્યાં છે. પોલીસ સારી હોય તો રાજકોટના કેસ તપાસો.રાજ્યમાં પાટીદાર સમાજને જાતિ અને ધર્મના વહેંચી ગુમરાહ કરવામાં આવે છે.કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે રાજીનામુ આપીને આંદોલન કરી શકું છું સરકારથી ડરતો નથી.

પહેલી તારીખથી ધારાસભ્યોનું સમર્થન માંગીશું
સમાજના પ્રમુખ ચર્ચા કરે ત્યારે સરકાર ના સાંભળે તો સમાજના પ્રમુખ કેમ કંઈ જ ના કરી શકે. કેટલાક લોકો ફાઈલ કે જમીન પાસ કરાવી આવે છે. સમાજના બે ભાગલા પડી ગયાં છે. મારે રાજકારણ જ કરવું હોય તો કોંગ્રેસ ભવન પર પત્રકાર પરિષદ કરતો. પરંતુ મેં ખાનગી જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. 1 માર્ચથી પાટીદાર યુવાનો અલગ અલગ ભાજપના ધારાસભ્યોને મળીને ગુલાબ આપીને સમર્થન માગીશુ નહીં મળે તો તેમના ઘરની બહાર ધરણા કરીશું. કિશન ભરવાડના હત્યા મામલે VHP,બજરંગ દળ બોલતું હતું પરંતુ પાટીદાર પણ હિન્દૂ છે તો તેમના મામલે કોઈ બોલતું નથી.

જયરાજ સિંહ ભાજપ વિરુદ્ધ બહુ બોલ્યા છે
હાર્દિક પટેલે કોંગ્રેસ છોડનારા જયરાજસિંહ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે,પાર્ટીના નાનામાં નાનો કાર્યકર જાય કે મોટા નેતા જાય તે ચિંતાજનક છે.જયરાજ સિંહ ભાજપ વિરુદ્ધ બહુ બોલ્યા છે. જયરાજસિંહને કહીશ કે હવે સરકારને રોજગારી, શિક્ષણ વિશે જાણ કરે. જયરાજ સિંહને એવું હતું કે 55 વર્ષની ઉંમર થઈ છે હવે કોંગ્રેસ શુ આપશે. સત્તાના ખોળામાં ના બેસવું જોઈએ. કારણ કે તેનાથી તમે તાનાશાહી અને અપરાધીઓને મજબૂત બનાવો છો.

 

adv

Related News

post
post
post
post
post
post
post