• Home
  • News
  • હાઈકોર્ટે શરતો સાથે મંજુરી આપી:હાર્દિક પટેલને ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ રાહત મળી, મહેસાણા જિલ્લામાં એક વર્ષ સુધી પ્રવેશ કરી શકશે
post

જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ભાજપે સમાજ અને વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-11 16:34:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે માંડ વીસેક દિવસ બાકી રહ્યા છે. ત્રણેય પક્ષ દ્વારા ઉમેદવારોની બુલેટ ટ્રેનની સ્પીડે જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે NCPને ઉમરેઠ-નરોડા-દેવગઢ બારિયાની ટિકિટ ફાળવી. ગોંડલથી રેશમા પટેલ અને કુતિયાણાથી કાંધલ જાડેજા અટવાઈ પડ્યાં છે. બીજી બાજુ, ભાજપે શહેરા બેઠક પર જેઠા ભરવાડને ટિકિટ આપતાં જ ભડકો થયો છે. પંચમહાલના આગેવાન ખાતુભાઈ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એ ઉપરાંત AAPના નેતા રાજભા ઝાલાએ પણ ભાજપમાં પ્રવેશ કર્યો છે. ભાજપના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને હાઈકોર્ટમાંથી રાહત મળી છે. ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ હાઈકોર્ટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે મંજૂરી આપી છે.

હાર્દિક પટેલને હાઈકોર્ટે રાહત આપી
ભાજપના વિરમગામ બેઠકના ઉમેદવાર હાર્દિક પટેલને હાઈકોર્ટે રાહત આપી છે. પાટીદાર આંદોલન સમયે વિસનગર તોડફોજ કેસમાં મહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધની શરતમાં હાઈકોર્ટે આંશિક રાહત આપી છે. હવે હાર્દિક પટેલ એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ કરી શકશે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હળવી ટકોર કરી હતી. આ કેસમાં થયેલી સજા રદ થઈ જાય તો પણ સરકારને વાંધો નહીં હોય.

ભાજપે જેઠા ભરવાડને ટિકિટ આપતાં ભડકો
જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ભાજપે સમાજ અને વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કર્યો છે. ખાતુભાઈ અને તેમની ટીમ કોંગ્રેસમાં જોડાઈ છે. આ ચુંટણીમાં તમારો પ્રવેશ રંગ લાવશે. મગજ પર બરફ રાખીને કામ કરજો આપણા વિરોધી ફાવી ના જાય. હવે ભાજપની ટુંટીમાં કોંગ્રેસે ઘા કર્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post