• Home
  • News
  • મોદી સરકારમાં જજોની ટ્રાન્સફરનો ચોથો વિવાદ; આ પહેલા જે જજો અંગે વિવાદ થયા, તેમણે અમિત શાહ સંબંધિત નિર્ણય આપ્યા હતા
post

જસ્ટિસ મુરલીધર પહેલા જસ્ટિસ તાહિલરમાની, જસ્ટિસ અકીલ કુરૈશી અને જસ્ટિસ જયંત પટેલની ટ્રાન્સફર પર પણ વિવાદ થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-28 11:31:00

નવી દિલ્હીઃ જસ્ટિસ એસ મુરલીધરની ટ્રાન્સફર દિલ્હી હાઈકોર્ટથી પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં કરવા અંગે વિવાદ ઊભો થયો છે. વિવાદ એટલા માટે કારણ કે એક દિવસ પહેલા એટલે કે 26 ફેબ્રુઆરીએ જસ્ટિસ મુરલીધરે ત્રણ ભાજપ નેતાઓ વિરુદ્ધ FIR કરવા માટે મોડું થતા નારાજગી વ્યક્ત કરી હતી. આ ત્રણ નેતા અનુરાગ ઠાકુર, પરવેશ વર્મા અને કપિલ મિશ્રા હતા. તેમની સાથે પણ એક દિવસ પહેલા એટલે કે 25-26 ફેબ્રુઆરીની રાતે 12.30 વાગ્યે જસ્ટિસ મુરલીધરે દિલ્હી હિંસા સાથે જોડાયેલા કેસ અંગે તેમના ઘરે સુનાવણી કરી હતી. જો કે, આ અંગે સરકારની દલીલ છે કે જસ્ટિસ મુરલીધરની ટ્રાન્સફરની ભલામણ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે 12 ફેબ્રુઆરીએ કરી દીધી હતી, જે યોગ્ય પણ છે, પરંતુ સરકારે આ અંગેનું નોટિફિકેશન 26 ફેબ્રુઆરીની રાતે જાહેર કર્યુ, જજોની ટ્રાન્સફર સાથે જોડાયેલો આ કોઈ પહેલો વિવાદ નથી. આ પહેલા પણ મોદી સરકારમાં જજોની ટ્રાન્સફર અંગે વિવાદ થઈ રહ્યા હતા. મોદી સરકારમાં ચોથો સૌથી મોટો વિવાદ છે, પરંતુ સૌથી પહેલી વાત જસ્ટિસ મુરલીધરની..

બે દિવસ.. બે અલગ અલગ સુનાવણી.. નિશાના પર દિલ્હી પોલીસ, સરકાર, ભાજપ

તારીખઃ 25-26 ફેબ્રુઆરી, સમયઃ રાતના 12.30 વાગ્યે
વકીલ સુરુર મંદરે અરજી કરી, તેમની અપીલ હતી કે હિંસાગ્રસ્ત મુસ્તફાબાદના અલ-હિંદ હોસ્પિટલમાંથી ઘાયલોને GTB હોસ્પિટલ અથવા અન્ય સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવે. આ અરજી અંગે મોડી રાતે જસ્ટિસ મુરલીધર અને અનૂપ ભંભાનીએ સુનાવણી કરી અને દિલ્હી પોલીસ ઘાયલોને સારવાર માટે બીજી સરકારી હોસ્પિટલમાં લઈ જવાનો આદેશ આપી દીધો.

તારીખઃ 26 ફેબ્રઆરી, સમયઃ 12.30-1.00 વાગ્યે
એક્ટિવિસ્ટ હર્ષ મંદરે ઉશ્કેરણીજનક ભાષણો માટે ભાજપ નેતાઓ વિરુદ્ધ FIR કરવાની માંગ કરતી અરજી કરી હતી. જસ્ટિસ મુરલીધરે આ અંગે સુનાવણી કરી હતી. જસ્ટિસ મુરલીધરે દિલ્હી પોલીસની ઝાટકણી કાઢતા કહ્યું કે, હિંસા અટકાવવા માટે તાત્કાલિક પગલા લેવાની જરૂર છે. અમે દિલ્હીમાં 1984 જેવી સ્થિતિ પેદા નહીં થવા દઈએ.


જજ મુરલીધર પહેલા મોદી સરકારમાં ત્રણ જજોની ટ્રાન્સફર અંગે ભારે વિવાદ થયો હતો, સંજોગથી ત્રણેયએ મોદી-શાહ સાથે જોડાયેલા નિર્ણય આપ્યા હતા
1)
જસ્ટિસ વિજયાના તાહિલરમાની

વિવાદનું કારણઃ જસ્ટિસ તાહિલરમાની ટ્રાન્સફરના નિર્ણયથી નારાજ હતા. તેમણે મદ્રાસ હાઈકોર્ટથી મેઘાલય હાઈકોર્ટ ટ્રાન્સફર કરવા અંગે કોલેજિયમના નિર્ણય અંગે પુનર્વિચારની માંગ કરી, પરંતુ પાંચ સપ્ટેમ્બર 2019એ કોલેજિયમની માંગ ઠુકરાવી દીધી હતી. નવેમ્બર 2018માં તેમને મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પહેલા તેઓ બે વખત બોમ્બે હાઈકોર્ટમાં એક્ટિંગ ચીફ જસ્ટિસ પણ રહી ચુક્યા હતા. જજોની સંખ્યાને ધ્યાનમાં રાખતા મેઘાલય દેશની બીજી સૌથી નાની હાઈકોર્ટ છે. આ જ કારણથી તેઓ નારાજ હતા. છેલ્લે 6 સપ્ટેમ્બરે તેમને મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 21 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું મંજૂરી કરી લીધું હતું. જસ્ટિસ તાહિલરમાની 2 ઓક્ટોબર 2020ના રોજ રિટાર્યડ થવાના હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post