• Home
  • News
  • બાવીસ વર્ષમાં સાત વખત મુખ્યમંત્રી બન્યા અને હવે આઠમી વાર પણ બનશે
post

આયુર્વેદના તબીબના પુત્ર એવા નીતીશ કુમાર પોતે પટનાની કોલેજમાંથી ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ ભણેલા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-09 17:41:01

અમદાવાદ: માર્ચ ૨૦૨૦થી ઓગસ્ટ ૨૦૨૨ના બાવીસ વર્ષ દરમિયાન એક યા બીજા સાથે જોડાણ કરી સતત બિહારના રાજકરણમાં સત્તા ઉપર રહેનાર નીતીશ કુમારે આજે ફરીથી પોતાનો દાવ બદલ્યો છે. અગાઉ અટલ બિહારી વાજપેયી સાથે NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)માં સૌથી મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ એક વખત છેડો ફાડી લાલુ યાદવ સાથે સત્તા હાંસલ કર્યા પછી ફરીથી નરેન્દ્ર મોદીના NDA જોડાઈ સાત વખત મુખ્યમંત્રી પદ માટે શપથ લેનાર કુમાર બિહારના સૌથી લોકપ્રિય નેતા છે એવું આજે તેમણે ફરી પુરવાર કરી બતાવ્યું છે. 

આયુર્વેદના તબીબના પુત્ર એવા નીતીશ કુમાર પોતે પટનાની કોલેજમાંથી ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ ભણેલા છે. એક તબક્કે બિહાર સ્ટેટ ઈલેક્ટ્રીસિટી બોર્ડમાં નોકરી કર્યા પછી તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. સમાજવાદી વિચારધારા ધરાવતા નીતીશ કુમારે રામ મનોહર લોહિયા થી લઇ જય પ્રકાશ નારાયણ સાથે સહયોગી તરીકે કામગીરી કરી છે. 

નીતીશ કુમારની બિહારના મુખ્યમંત્રી તરીકે તવારિખ

સમયગાળો

વિગત

૨૦૦૦

પ્રથમ વખત ભાજપ અને સાથી પક્ષો સાથે જોડાણ કરી ૧૫૧ બેઠક મેળવી બિહારના મુખ્યમંત્રી બન્યા

૨૦૦૫-૨૦૧૦

સતત બીજી વખત ચૂંટણી જીતી મુખ્યમંત્રી બન્યા

૨૦૧૦-૨૦૧૪

ત્રીજી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા

મેં ૨૦૧૪

લોકસભામાં ખરાબ દેખાવની જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું

૨૦૧૫-૨૦૧૭

લાલુ યાદવ, કોંગ્રેસ સાથે મળી મહાગઠબંધન બનાવી ચૂંટણી જીતી અને મુખ્યમંત્રી બન્યા

જુલાઈ ૨૦૧૭

તેજસ્વી યાદવ સામે ભ્રષ્ટાચારના આરોપના વિરોધમાં પોતે રાજીનામું આપ્યું પણ સાંજે ફરી મુખ્યમંત્રી બન્યા

૨૦૨૦

ફરી એક વખત NDA સાથે જોડાણ કરી મુખ્યમંત્રી બન્યા

 

adv

Related News

post
post
post
post
post
post
post