• Home
  • News
  • મૃત્યુ પ્રમાણપત્ર / આરોગ્ય મંત્રીનો દાવો આ વર્ષે 5000 મોત, સરકારી રિયલ ટાઇમ એપ કહે છે 15000 મોત, અગ્રસચિવનું અનુમોદન
post

‘ટેકો પ્લસ’માં રજૂ થયેલા આંકડા મુજબ ગત ડિસેમ્બરમાં રાજ્યભરમાં કુલ 1086 નવજાતના મોત થયાં હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-08 09:18:03

વડોદરાઃ રાજ્યમાં ચાલુ નાણાકીય વર્ષમાં સરકારી હૉસ્પિટલોમાં કુલ 15,266 નવજાતનાં શિશુનાં મોત થયા છે. આંકડા રાજ્યમાં આરોગ્યને લગતા રીઅલ ટાઇમ આંકડા દર્શાવતી ગુજરાત સરકારની ઍપ ટેકો પ્લસ (Techo+) દ્વારા આપવામાં આવ્યા છે. જો કે મંગળવારે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા નીતિન પટેલે દાવો કર્યો હતો કે ચાલુ વર્ષે સરકારી હૉસ્પિટલોમાં કુલ 42,736 નવજાત શિશુને દાખલ કરાયાં હતાં જેમાંથી 12 ટકા એટલે કે 5,128 બાળકોના મોત નીપજ્યાં હતાં. એક તરફ સરકારની ઍપમાં આંકડો 15,266નો છે આરોગ્ય મંત્રી 5,128 બાળકોના મોત થયાનો દાવો કરી રહ્યા છે.

ચાલુ વર્ષે 42,736 બાળકો દાખલ થયા, 128ના મૃત્યુ
ટેકો પ્લસમાં રજૂ થયેલા આંકડા મુજબ ગત ડિસેમ્બરમાં રાજ્યભરમાં કુલ 1086 નવજાતના મોત થયાં હતા. 54 મહિલાઓએ પણ અંતિમ શ્વાસ લીધા હતા, જ્યારે 1710 બાળકો 1.8 કિલો અને 8150 શિશુ 2.5 કિલો કરતા ઓછા વજન સાથે જન્મ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મંગળવારે રજૂ કરેલાં આંકડા અનુસાર વર્ષ 2016-17માં 45,935 અતિ ગંભીર બાળકો સારવાર માટે દાખલ થયા હતાં. તે પૈકી 14.8 એટલે કે 6,799 બાળકોના મોત થયા છે. તેજ રીતે વર્ષ 2017-18માં 47,499 બાળકો દાખલ થયા હતાં તે પૈકી 15.8 ટકા એટલે કે 7,505 બાળમૃત્યુ, વર્ષ 2018-19માં 49,982 બાળકો દાખલ થયા હતા તે પૈકી 15.3 ટકા લેખે 7,647 બાળમૃત્યુ અને ચાલુ વર્ષે 42,736 બાળકો દાખલ થયા છે તે પૈકી 12 ટકા એટલે કે 5,128 બાળમૃત્યુ નોંધાયા.

 

શું હોય છે ટેકો સોફ્ટવેર?

રાજ્ય સરકારે આરોગ્યના સરવે ઓનલાઈન કરવા માટે ટેકો સોફ્ટવેરનો અમલ કર્યો છે. આરોગ્ય કેન્દ્રોમાં સગર્ભાઓની એન્ટ્રી ફોર્મ ભરવાને બદલે મોબાઈલમાં થાય છે અને તે આંક સર્વરમાં આવે છે. સગર્ભાની નોંધણીથી માંડી તેને પ્રસૂતિ આવ્યાના એક માસ સુધીની તમામ વિગતો સોફ્ટવેરમાં અપડેટ થાય છે. જેથી તમામ શહેર, ગામ કે મહોલ્લાની વિગતો તેમાં સમાયેલી હોય છે.

ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરણ કરતાં ઓછા બાળકો મૃત્યુ પામે છે. કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા છે. શિશુની સારવાર માટે રાજ્યમાં પેરામેડિકલ સ્ટાફ, અદ્યતન મશીનરી સહિતની સુવિધાઓમાં કચાશ હશે તો સત્વરે પૂર્ણ કરાશે. આરોગ્ય સેવાને લગતા બંધ મશીનો ઉપયોગમાં આવે અને રીપેર કરવા ટેકનીકલ સેલ બનશે. - નીતિન પટેલ, ડે.સીએ

 

ટેકો એપ્લિકેશન પર આવતા આંકડા રિયલ ટાઇમ અપડેટ સરકારી તંત્ર દ્વારા થતાં હોવાથી તે સાચાં હોય છે. ડિસેમ્બર મહિનાની વધુ સંખ્યા અંગે વાત કરીએ તો તે દરમિયાન પ્રસૂતિના સૌથી વધુ કેસ આવતાં હોઇ જન્મદર પણ ઊંચો રહે છે અને તેની સાપેક્ષે બાળમૃત્યુનું પ્રમાણ સમયગાળામાં વધુ નોંધાય છે. - જયંતિ રવિ, અગ્ર સચિવ, આરોગ્ય

 

એક માસમાં 1086 શિશુના અંતિમ શ્વાસ

શહેર અને જિલ્લો

મોત

આણંદ

72

અમદાવાદ શહેર

57

અમદાવાદ જિલ્લો

10

રાજકોટ જિલ્લો

41

રાજકોટ શહેર

12

ભાવનગર જિલ્લો

20

ભાવનગર શહેર

3

વડોદરા જિલ્લો

45

વડોદરા શહેર

11

સુરત જિલ્લો

25

સુરત શહેર

48

જામનગર

19

જામનગર શહેર

15

જૂનાગઢ જિલ્લો

40

જૂનાગઢ શહેર

6

ગાંધીનગર જિલ્લો

19

ગાંધીનગર શહેર

4

વલસાડ

11

અમરેલી

15

છોટા ઉદેપુર

14

મોરબી

16

ભરૂચ

23

નવસારી

17

પોરબંદર

9

નર્મદા

9

સાબરકાંઠા

28

ખેડા

43

પાટણ

29

અરવલ્લી

21

બનાસકાંઠા

63

તાપી

13

કચ્છ

58

ગીર–સોમનાથ

28

બોટાદ

21

પંચમહાલ

47

મહીસાગર

29

સુરેન્દ્રનગર

45

મહેસાણા

51

દ્વારકા

22

દાહોદ

14

ડાંગ

13

 

એપ્રિલથી હજી સુધી 701 પ્રસૂતાઓનાં મોત

શહેર અને જિલ્લો

મોત

અમદાવાદ શહેર

47

અમદાવાદ જિલ્લો

21

પંચમહાલ

36

વડોદરા

35

વડોદરા કોર્પોરેશન

19

ખેડા

35

કચ્છ

33

આણંદ

32

બનાસકાંઠા

30

ભરૂચ

24

મહેસાણા

22

સુરત કોર્પોરેશન

23

સુરત જિલ્લો

13

દાહોદ

20

ગીર-સોમનાથ

19

ગાંધીનગર

19

ગાંધીનગર શહેર

3

ભાવનગર

18

રાજકોટ

17

રાજકોટ શહેર

17

અમરેલી

17

પાટણ

16

અરવલ્લી

16

છોટાઉદેપુર

15

મહિસાગર

14

નર્મદા

11

વલસાડ

10

જામનગર

9

જુનાગઢ

9

જુનાગઢ કોર્પોરેશન

5

જામનગર

9

જામનગર કોર્પોરેશન

9

નવસારી

9

બોટાદ

9

દેવભૂમિ દ્વારકા

8

તાપી

8

મોરબી

7

પોરબંદર

4

ભાવનગર

3

ડાંગ

3

 

adv

Related News

post
post
post
post
post
post
post