• Home
  • News
  • રેવડી કલ્ચર પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી:CJIએ કહ્યું- માનો કે હું ચૂંટણી જીતવા પર કોઈને સિંગાપોર મોકલવાનો વાયદો કરૂં તો EC વાયદો કરવાથી કેવી રીતે રોકી શકે
post

વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કોર્ટને કહ્યું કે વાયદાઓના પગલે દેશ દેવાળિયો થાય તેવી સ્થિતિ સર્જાશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-23 19:56:49

રાજકીય પક્ષોના મફ્ત વાયદાઓની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર મંગળવારે સુનાવણી હાથ ધરાઈ હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વાયદાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે. વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કોર્ટને કહ્યું કે વાયદાઓના પગલે દેશ દેવાળિયો થાય તેવી સ્થિતિ સર્જાશે.

આ અંગે CJI રમનાએ જવાબ આપ્યો- માની લો કે હું વાયદો કરું કે ચૂંટણી જીતવા પર લોકોને સિંગાપોર મોકલી દઈશ. હવે ઈલેકશન કમિશન(EC) કોઈને વાયદો કરવાથી કેવી રીતે રોકી શકે છે. CJIએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ મુદ્દો સમાજ અને અર્થવ્યવસ્થાની ભલાઈ માટે ઉઠાવ્યો છે.

કોર્ટે અરજી સાથે જોડાયેલા તમામ પક્ષોને એક વાત યાદ અપાવી કે તમામ પક્ષો, ભલે તે ભાજપ હોય કે અન્ય કોઈ...મફ્ત જાહેરાતોના પક્ષમાં છે. તમામ પક્ષોની દલીલ સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે આ મામલાની વધુ સુનાવણી બુધવારે મુકરર કરી છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોણે શું કહ્યું...

CJI રમનાઃ કપિલ સિબ્બલજી અમે તમારો જવાબ વાંચ્યો. તમે તમારા જૂના સ્ટેન્ડ પર પરત આવી ગયા છો.

સિબ્બલઃ જી, મહાત્મા ગાંધીએ એક વખત કહ્યું હતું કે સમજદાર વ્યક્તિ હમેશા પોતાના સ્ટેન્ડમાં સુધારો કરે છે. એવું નથી કે હું પોતાને સમજદાર કહી રહ્યો છું.

CJI રમનાઃ નિશ્ચિત રીતે આ એક મહત્વનો મુદ્દો છે. જૂઓ કાલે કોઈ રાજ્ય એક યોજનાની જાહેરાત કરે છે અને આપણને બધાને તેનાથી ફાયદો મળી શકે છે. તો શું એમ કહી શકાય કે આ સરકારનો વિશેષઅધિકાર છે અને આપણે તેમાં દખલગીરી ન કરી શકીએ. આ મામલામાં ચર્ચા જરૂરી છે. વિચારો કે કેન્દ્રનો કાયદો કહે છે કે રાજ્યો મફ્ત જાહેરાતો ન કરી શકે.

શું આપણે એમ કહી શકીએ કે આવા કાયદાઓની સમીક્ષા જ્યુડિશિયલ સિસ્ટમ ન કરી શકે. અમે સમાજ અને અર્થવ્યવસ્થાની ભલાઈ માટે આ મુદ્દાઓ સાંભળી રહ્યાં છે. અમે બીજું કઈં જ કરી રહ્યાં નથી. સોલિસિટર જનરલે એક કમિટિ બનાવવાનું પ્રપોઝલ આપ્યું છે અને હવે એ જોવાનું છે કે આ કિમિટીની આગેવાની કોણ કરશે.

સિબ્બલઃ હું માનું છું કે આ ગંભીર મુદ્દો છે, જોકે આપણે એ જોવાનું રહેશે કે તેનો કઈ રીતે ઉકેલ આવે છે.

CJI રમનાઃ આ કેસમાં તમામ પાર્ટીઓ એક જ બાજુએ છે. યાદ રાખો કે ભાજપ અને બીજી પાર્ટીઓ મફ્ત જાહેરાતો ઈચ્છે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post