• Home
  • News
  • કંગનાની ઓફિસમાં તોડફોડ:હાઈકોર્ટમાં આજે ત્રણ વાગે સુનાવણી, એક્ટ્રેસે કહ્યું- ગુંડાઓએ મારું ઘર તોડ્યું, શિવસેના સોનિયા સેના બની
post

જે ગુંડાઓએ મારી પાછળ મારું ઘર તોડ્યું તેને સિવિક બૉડી ના જ કહેવાય

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-10 11:23:10

કંગના રનૌતની ઓફિસમાં તોડફોડની કાર્યવાહી સામે ગુરુવાર, 10 સપ્ટેમ્બરના રોજ બપોરે હાઈકોર્ટમાં સુનાવણી થશે. 9 સપ્ટેમ્બરના રોજ BMCએ કંગનાની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું. ત્યારબાદ કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે BMCની કાર્યવાહી પર સ્ટે મૂક્યો છે.

માનવામાં આવે છે કે કંગના આજે (10 સપ્ટેમ્બર) પોતાની ઓફિસ આવી શકે છે. અહીંયા આવીને તે તોડફોડથી થયેલા નુકસાનનો અંદાજો લગાવશે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આ કેસમાં મુખ્યમંત્રીના સલાહકાર પાસે જવાબ માગ્યો છે. આ અંગેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે તેવી શક્યતા છે. કંગના સતત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા BMC, શિવસેના પર શાબ્દિક હુમલા કરી રહી છે.

કંગનાએ શું ટ્વીટ કરી?
'
જે વિચારધારા પર શ્રી બાળ સાહેબ ઠાકરેએ શિવસેનાની રચના કરી હતી, આજે તે સત્તા માટે તે જ વિચારધારાને વેચીને શિવસેનામાંથી સોનિયા સેના બની ચૂકી છે. જે ગુંડાઓએ મારી પાછળ મારું ઘર તોડ્યું તેને સિવિક બૉડી ના જ કહેવાય. બંધારણનું આટલું મોટું અપમાન ના કરો.'

BMCનું બેવડું વલણ
કંગનાની ઓફિસ તોડ્યા પહેલા BMCએ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના બંગલામાં ગેરકાયદેસર બાંધકામ થયું હોવા અંગે કારણદર્શક નોટિસ આપી હતી. BMCએ મનીષ મલ્હોત્રાને સાત દિવસનો સમય આપ્યો હતો અને કંગનાને માત્ર 24 કલાકનો સમય આપ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post