• Home
  • News
  • નવેમ્બરમાં ગરમી, 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, રાજસ્થાનમાં પારો 40ને વટાવી ગયો
post

2008માં દિલ્હીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-09 19:25:30

નવી દિલ્હી: ઠંડીની શરૂઆત થયા બાદ પણ દેશના અનેક ભાગોમાં ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં 14 વર્ષ બાદ નવેમ્બર મહિનામાં દિવસનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી રહ્યું છે. 2008માં દિલ્હીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 7 નવેમ્બર 2022ના રોજ 33.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અગાઉ 2001માં મહિનામાં મહત્તમ તાપમાન લગભગ 36 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં 12-13 નવેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ સાથે હિમવર્ષા થવાની સંભાવના છે. તેની અસર દિલ્હી સહિત ઉત્તરના રાજ્યોમાં પણ જોવા મળશે. વિભાગે વધુમાં કહ્યું છે કે દક્ષિણ ભારતમાં મુશળધાર વરસાદની સંભાવના છે, જેના કારણે તે રાજ્યોમાં પણ હળવી ઠંડી પડી શકે છે.

આવું કેમ થઈ રહ્યું છે?

હવામાનશાસ્ત્રીઓના મતે પવન ઉત્તર અને પૂર્વ બંને દિશામાંથી આવી રહ્યો છે. ઉત્તર તરફથી આવતો પવન પૂર્વમાંથી પસાર થઈ રહ્યો છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનમાં સંપૂર્ણ રીતે સક્રિય થઈ જશે તો માત્ર ઉત્તર દિશાથી જ પવન ફૂંકાશે. આ પછી જ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મધ્યપ્રદેશના મંડલામાં સૌથી ઓછું 10.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 

 

adv

Related News

post
post
post
post
post
post
post