• Home
  • News
  • આગામી 2 દિવસ 25 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા:હિમાચલના મંડીમાં 20 કલાકમાં બીજી વખત ભૂસ્ખલન, ચંદીગઢ-મનાલી હાઈવે પર લાંબો ટ્રાફિકજામ
post

20 કલાકથી ચંદીગઢ-મનાલી NH-21 બંધ કરવામાં આવ્યો છે. આજે વધુ એક ભૂસ્ખલન થયું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-26 17:18:43

નવી દિલ્હી: દેશના લગભગ તમામ રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે. જમ્મુ-કાશ્મીરથી કેરળ અને ગુજરાતથી મેઘાલય સુધી ભારે વરસાદ પડી રહ્યો છે. દેશમાં ગઈકાલે પડેલા વરસાદમાં અનેક અકસ્માતો પણ થયા હતા. 5 રાજ્યોમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા છે.

હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે મંડી જિલ્લામાં છેલ્લા 20 કલાકમાં ભૂસ્ખલનની બીજી ઘટના બની છે. જેના કારણે 2 નેશનલ હાઈવે સહિત 380 રસ્તાઓ બંધ થઈ ગયા છે.

ચંદીગઢ-મનાલી NH-21 માઈલ સેવન અને માઈલ ફોર નજીક 20 કલાક માટે બંધ કરવામાં આવ્યો છે. આ માર્ગ પર 10 કિલોમીટર લાંબો જામ છે. સાત માઈલ નજીક સોમવારે વધુ એક ભૂસ્ખલન થયું.

રાજસ્થાનમાં વીજળી પડવાની અલગ-અલગ ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. મુંબઈમાં એક ઈમારત ધરાશાયી થતાં ચાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે દિલ્હી રેલવે સ્ટેશન પર ઈલેક્ટ્રીક પોલથી કરંટ લાગતાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. ઉત્તરાખંડના ઘણા ભાગોમાં વરસાદને કારણે ત્રણ લોકોના મોતના સમાચાર છે.

આ તરફ, ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવેને નુકશાન થયું છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં અચાનક પૂરના કારણે 200 લોકો ફસાયા હતા. મંડી-કુલ્લુ નેશનલ હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો.

હિમાચલ પ્રદેશમાં સોમવારે ભૂસ્ખલનને કારણે મંડી-કુલ્લુ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. વાહનોની લાંબી કતારો લાગી છે. આ રૂટ પરની તમામ હોટલો પણ ફુલ થઈ ગઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં ઝારખંડ, હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ, કોંકણ અને ગોવા, છત્તીસગઢ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી, પૂર્વી રાજસ્થાન, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, કર્ણાટક અને કેરળનો સમાવેશ થાય છે.

6 રાજ્યોમાં 22 લોકોના મોત થયા છે
છેલ્લા દિવસે દેશભરમાં વરસાદને કારણે 6 રાજ્યોમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. હિમાચલમાં પૂરના કારણે 6 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. જ્યારે, રાજસ્થાનમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post