• Home
  • News
  • સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, નવસારી, જલાલપોર, ચીખલી, વાપી અને પારડીમાં 4 ઈંચથી વધુ
post

દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં 8 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ, 6 તાલુકામાં બે ઈંચથી વધુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-06 11:39:28

સુરત: ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. જેથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ચીખલી અને વલસાડ જિલ્લાના વાપી અને પારડીમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

આજે સવારથી પણ ધીમીધારે વરસાદ
ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ચીખલી અને વલસાડ જિલ્લાના વાપી અને પારડીમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે પાંચ તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે 6 તાલુકામાં બે ઈંચથી વધુ અને 8 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આગામી બે દિવસ હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે સવારથી પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

તાલુકો

વરસાદ(મીમી)

પારડી

115

ચીખલી

109

વાપી

104

જલાલપોર

102

નવસારી

98

વલસાડ

90

કપરાડા

89

ગણદેવી

83

ચોર્યાસી

78

ઉમરગામ

70

સુરત સિટી

63

પલસાણા

58

ડોલવણ

53

ખેરગામ

51

બારડોલી

49

કામરેજ

48

 

adv

Related News

post
post
post
post
post
post
post