• Home
  • News
  • હવામાન વિભાગની આગાહી / આગામી 4થી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ થવાની પ્રબળ શક્યતા
post

તદઉપરાંત આગામી અરબસાગરમાં દક્ષિણ-પશ્ચિમ પવનોનો પ્રવાહ મજબૂત બનશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-04 11:36:28

અમદાવાદ: વરસાદની ગેરહાજરીને કારણે રાજ્યમાં ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયાં છે. ત્યારે બંગાળની ખાડીમાં મંગળવારથી લો-પ્રેશર સક્રિય થવાથી તા. 4થી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સાથે તા. 3થી 6 ઓગસ્ટ દરમિયાન મુંબઇથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, 4 ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો-પ્રેશરની સાથે અપરએર સરક્યુલેશન સક્રિય થશે. તેમજ લો પ્રેશરની સાથે એર સરક્યુલેશન પશ્ચિમ દિશામાં ગતિ કરશે.


સંતોષકારક વરસાદ પડવાની શક્યતા
તદઉપરાંત આગામી અરબસાગરમાં દક્ષિણ-પશ્ચિમ પવનોનો પ્રવાહ મજબૂત બનશે જેથી તા 3 થી 6 માં મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમજ તા. 5 અને 6 ઓગસ્ટની આસપાસ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં છવાશે. જેની અસર રૂપે રાજ્યમાં તા 4 થી 8 માં (ખાસ તા 6/7 માં) સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. તેમજ રાજ્યનાં જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે એવા વિસ્તારોમાં પણ સંતોષકારક વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે.


વરસાદની સિસ્ટમ સક્રિય થશે
બંગાળની ખાડીમાં તા. 4 ઓગસ્ટે લો-પ્રેશર સક્રિય થશે, તેની સાથે હાલમાં મોનસૂન ટ્રફ પણ નોર્મલ સ્થિતિમાં છે, જે આગામી બે દિવસોમાં દક્ષિણ બાજુ સરકીને મજબૂત બનશે. તેમજ હાલમાં વાતાવરણમાં મધ્ય લેવલ પર પૂર્વ--પશ્ચિમ પવનોનો કનર્વજન્સ (શેર) ઝોન 17 ડિગ્રી નોર્થ પાસે રહેલો છે, જે ઉત્તર તરફ ખસશે.જેની અસરોથી અરબસાગરમાં તેમજ પશ્ચિમી કિનારા આસપાસ દક્ષિણ-પશ્ચિમ પવનોનો પ્રવાહ મજબૂત બનશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post